પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત, જાણો કયા રાજ્યમાં કઈ કઈ બેઠક પર 19 એપ્રિલે થશે મતદાન

|

Apr 17, 2024 | 8:26 PM

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજે બુધવારે સાંજે શાંત થઈ ગયા છે. 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલ 102 બેઠક પર કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 19 એપ્રિલે મતદાન થશે.

પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત, જાણો કયા રાજ્યમાં કઈ કઈ બેઠક પર 19 એપ્રિલે થશે મતદાન

Follow us on

18મી લોકસભા ચૂંટણી માટે, પ્રથમ તબક્કાની ચૂંટણી આગામી 19 એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે બુધવારે સાંજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનો ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન, દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકોમાં હાથ ધરાશે. પ્રથમ તબક્કા માટેનો પ્રચાર ઉત્તર પૂર્વમાં બુધવારે બપોરે 3 વાગ્યે સમાપ્ત થયો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં તે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો હતો. ચૂંટણી પંચે દેશની 543 લોકસભા બેઠકો માટે સાત તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે. તમામ સાતેય તબક્કાની મતગણતરી એકસાથે આગામી 4 જૂને હાથ ધરાશે.

આગામી 19 એપ્રિલના રોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી રહેશે. ચૂંટણી પંચે મતદાન દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને કેન્દ્રીય દળોને મતદાન મથકો પર તહેનાત કરવામાં આવ્યા છે.

આ રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં થશે 19 એપ્રિલે મતદાન

અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રથમ તબક્કાનું મતદાન પુડુચેરી, જમ્મુ અને કાશ્મીર અને લક્ષદ્વીપમાં 19 એપ્રિલે થશે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

આ મતવિસ્તારમાં મતદાન યોજાશે

  • 1. અરુણાચલ પ્રદેશ (2 બેઠકો) જેમાં અરુણાચલ પ્રદેશ પૂર્વ અને અરુણાચલ પ્રદેશ પશ્ચિમનો સમાવેશ થાય છે.
  • 2. આસામ (5 બેઠકો) જેમાં દિબ્રુગઢ, જોરહાટ, કાઝીરંગા, લખીમપુર, સોનિતપુરનો સમાવેશ થાય છે.
  • 3. બિહાર (4 બેઠકો) જેમાં ઔરંગાબાદ, ગયા, જમુઈ, નવાદાનો સમાવેશ થાય છે.
  • 4. છત્તીસગઢથી બસ્તરની એક સીટ.
  • 5. મધ્યપ્રદેશ (6 બેઠકો) જેમાં છિંદવાડા, બાલાઘાટ, જબલપુર, મંડલા, સીધી, શહડોલનો સમાવેશ થાય છે.
  • 6. મહારાષ્ટ્ર (5 બેઠકો) જેમાં નાગપુર, ચંદ્રપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર, રામટેકનો સમાવેશ થાય છે.
  • 7. મણિપુર (2 બેઠકો): આંતરિક મણિપુર, બાહ્ય મણિપુર.
  • 8. મેઘાલયની બે બેઠકો – શિલોંગ, તુરા.
  • 9. મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી, સિક્કિમ, લક્ષદ્વીપમાંથી એક-એક સીટ
  • 10. રાજસ્થાન (12 બેઠક): ગંગાનગર, બિકાનેર, ચુરુ, ઝુંઝુનુ, સીકર, જયપુર ગ્રામીણ, જયપુર, અલવર, ભરતપુર, કરૌલી-ધોલપુર, દૌસા, નાગૌર.
  • 11. તમિલનાડુ: પ્રથમ તબક્કામાં તમામ 39 બેઠકો પર મતદાન થશે.

આ છે: તિરુવલ્લુર, ચેન્નાઈ ઉત્તર, ચેન્નાઈ દક્ષિણ, ચેન્નાઈ સેન્ટ્રલ, શ્રીપેરુમ્બુદુર, કાંચીપુરમ, અરક્કોનમ, વેલ્લોર, કૃષ્ણાગિરી, ધર્મપુરી, તિરુવન્નામલાઈ, અરાની, વિલુપ્પુરમ, કલ્લાકુરિચી, સાલેમ, નમાક્કલ, ઈરોડ, તિરુપુર, નીલગિરિસ, કોઈમ્બતુર, પોલચિડી, ડી. કરુર, તિરુચિરાપલ્લી, પેરામ્બલુર, કુડ્ડલોર, ચિદમ્બરમ, માયલાદુથુરાઈ, નાગપટ્ટિનમ, તંજાવુર, શિવગંગાઈ, મદુરાઈ, થેની, વિરુધુનગર, રામનાથપુરમ, થૂથુકુડી, તેનકાસી, તિરુનેલવેલી, કન્નિયાકુમારી.

  • 12. ઉત્તર પ્રદેશ: પ્રથમ તબક્કામાં આઠ મતવિસ્તારોમાં મતદાન થવાનું છે – પીલીભીત, સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, નગીના, મુરાદાબાદ અને રામપુર.
  • 13. પશ્ચિમ બંગાળ: કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડીમાં મતદાન થશે.
  • 14. આંદામાન અને નિકોબાર ટાપુઓ (1 બેઠક): આંદામાન અને નિકોબાર ટાપુઓ
  • 15. જમ્મુ અને કાશ્મીર: ઉધમપુરની એક સીટ પર

 

Next Article