AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Elections 2023: 2018માં કઈ પાર્ટીને કેટલી સીટો મળી હતી? જાણો આ વખતે શું રહ્યા ચૂંટણી પરીણામ ?

વર્ષ 2018માં કર્ણાટકના ચૂંટણી મેદાનમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ, ભાજપ અને બસપા સાથે ગઠબંધનમાં લડી રહેલા JDS વચ્ચે હતો. આ સાથે જ આમ આદમી પાર્ટીએ પોતાનું ડેબ્યુ કર્યું હતું.

Karnataka Elections 2023: 2018માં કઈ પાર્ટીને કેટલી સીટો મળી હતી? જાણો આ વખતે શું રહ્યા ચૂંટણી પરીણામ ?
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 10:23 PM
Share

આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે, જેમાં કોંગ્રેસને 136, ભાજપને 65 અને જેડીએસને 19 સીટો મળી છે.

આ પણ વાંચો: Karnataka Election Results 2023 : કર્ણાટક વિધાનસભાની છેલ્લી પાંચ ચૂંટણીના પરિણામો, જે તમારે જાણવા છે જરૂરી

આ બધાની વચ્ચે અમે તમને 2018ની વિધાનસભા ચૂંટણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કયો પક્ષ મેદાનમાં હતો? કયા પક્ષને કેટલી બેઠકો મળી? દરેક પક્ષને કેટલા મત મળ્યા? ચાલો જાણીએ કે વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીની શું સ્થિતિ હતી.

બે વખત મતદાન થયું હતું

વર્ષ 2018માં, ભારતના ચૂંટણી પંચે 27 માર્ચના રોજ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જે મુજબ 12મી મેના રોજ મતદાન થયું હતું અને 15મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 224 વિધાનસભા માટે 222 મતવિસ્તારમાં 12 મેના રોજ મતદાન થયું હતું. બીજી તરફ, જયનગર સીટના આઉટગોઇંગ ધારાસભ્યના મૃત્યુ અને રાજરાજેશ્વરી નગર સીટ પર વોટર આઈડી કૌભાંડના કારણે અહીં 28 મેના રોજ મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં કુલ 72.13% મતદાન થયું હતું. વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) મશીનોનો ઉપયોગ તમામ મતદાન મથકોમાં કરવામાં આવ્યો હતો. રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ 28 મેના રોજ પૂરો થયો હતો.

આ પક્ષો મેદાનમાં હતા, આટલી બધી બેઠકો મળી

વર્ષ 2018 માં, રાજ્યના ચૂંટણી મેદાનમાં મુખ્ય હરીફાઈ સત્તાધારી કોંગ્રેસ, વિપક્ષ ભાજપ અને BSP સાથે ગઠબંધનમાં લડી રહેલા JDS વચ્ચે હતી. કર્ણાટક પ્રજ્ઞાવનાથ જનતા પાર્ટી (KPJP) પણ મેદાનમાં હતી. તે જ સમયે, આમ આદમી પાર્ટીએ પણ રાજ્યની ચૂંટણીમાં જંપલાવ્યું હતું. 15મી મેના રોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી. ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પરંતુ, બહુમતીથી આઠ બેઠકો ઓછી રહી હતી. કોંગ્રેસને સૌથી વધુ વોટ ટકાવારી મળી છે. પરંતુ, તે માત્ર 78 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જેડીએસને માત્ર 37 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો. આ રીતે ચૂંટણી બાદ ત્રિશંકુ વિધાનસભાની રચના કરવામાં આવી હતી.

વર્ષ 2018માં પક્ષોને કેટલા મત મળ્યા?

ભાજપ

મત- 1,31,85,384

મતની ટકાવારી – 36.2

કોંગ્રેસ

મત- 1,38,24,005

મતની ટકાવારી – 38.0

જેડીએસ

મત- 66,66,307

મતની ટકાવારી – 18.3

બસપા

મત- 1,08,592

મતની ટકાવારી – 0.3

સ્વતંત્ર

મત- 14,37,045

મતની ટકાવારી – 3.9

કેપીજેપી

મત – 74,229

મતની ટકાવારી – 0.2

અન્ય પક્ષો અને ઉમેદવારો

મત- 6,83,632

મતની ટકાવારી – 2.2

NOTA

મત- 3,22,841

મતની ટકાવારી – 0.9

આ વખતે (2023) કોને કેટલો વોટ શેર મળ્યો?

કોંગ્રેસ – 42.9 ટકા ભાજપ – 36 ટકા જેડીએસ – 33.3 ટકા અને અન્ય – 5.8 ટકા

કોને કેટવી બેઠકો મળી

ભાજપ 65

કોંગ્રેસ 136

જેડીએસ 19

અન્ય 4

કોંગ્રેસ-JDSએ ગઠબંધન કર્યું હતું, ભાજપ પર આરોપો લાગ્યા હતા

વર્ષ 2018ની ચૂંટણીમાં, ત્રિશંકુ વિધાનસભાના જનમત પછી ભાજપને સરકાર બનાવતા અટકાવવાના ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કર્યું હતું. કોંગ્રેસે જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને સીએમ તરીકે સ્વીકાર્યા હતા. આમ છતાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. તેમણે પાર્ટીને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. આ પછી, ભાજપના બીએસ યેદિયુરપ્પાએ 17 મેના રોજ રાજ્યના સીએમ તરીકે શપથ લીધા હતા.

આ દરમિયાન કોંગ્રેસ અને જેડીએસે ભાજપ પર તેમના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના અનેક આરોપો લગાવ્યા હતા. આ અંગે કોંગ્રેસે 6 ઓડિયો જાહેર કર્યા અને ભાજપ પર તેમના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં કોંગ્રેસે યેદિયુરપ્પા પર બીસી પાટીલને તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો. જેડીએસના વડા એચડી કુમારસ્વામીએ ભાજપ પર બહુમતી મેળવવા માટે તેમના ધારાસભ્યોને 100 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો.

જો કે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કોંગ્રેસ અને જેડીએસે પણ શપથ ગ્રહણ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર એકે સિકરી, એસએ બોબડે અને અશોક ભૂષણની ત્રણ સભ્યોની બેન્ચે સુનાવણી કરી હતી અને બાદમાં મુખ્યમંત્રીના શપથગ્રહણ પર પ્રતિબંધ મૂક્યો ન હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">