Karnataka Election Results 2023 : કર્ણાટક વિધાનસભાની છેલ્લી પાંચ ચૂંટણીના પરિણામો, જે તમારે જાણવા છે જરૂરી

છેલ્લા પાંચ વિધાનસભા ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ ત્રણે પક્ષોએ વારા ફરતી સત્તા મેળવી છે. તેમજ અમુક વાર ગઠબંધન સાથે પણ સરકારની રચના કરી છે. તેમજ આ સમગ્ર ટ્રેન્ડ પર નજર કરીએ તો સત્તાવિરોધી જુવાળ દરેક ચૂંટણીમાં હાવી રહ્યો છે.

Karnataka Election Results 2023 :  કર્ણાટક વિધાનસભાની છેલ્લી પાંચ ચૂંટણીના પરિણામો, જે તમારે જાણવા છે  જરૂરી
Karnataka Election Results 2023 Five Years Comparison
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 2:11 PM

Karnataka Election Results 2023 :  કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો બેંગલુરુમાં પાર્ટી કાર્યાલયની બહાર ઉજવણી કરી રહ્યા છે. જેમાં કર્ણાટકમાં કોંગ્રેસની સત્તા વાપસી થઈ છે. તેમજ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ છેલ્લા પાંચ વિધાનસભા ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ ત્રણે પક્ષોએ વારા ફરતી સત્તા મેળવી છે. તેમજ અમુક વાર ગઠબંધન સાથે પણ સરકારની રચના કરી છે. તેમજ આ સમગ્ર ટ્રેન્ડ પર નજર કરીએ તો સત્તાવિરોધી જુવાળ દરેક ચૂંટણીમાં હાવી રહ્યો છે.

Karnataka Election Result 2004

Karnataka Election Result 2004

જ્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના વર્ષ 2004ના પરિણામ પર નજર કરીએ તો ભાજપને 79, કોંગ્રેસ 65, જેડીએસને 58 અને જેડીયુ 05 બેઠક મળી હતી. તેમજ કોંગ્રેસ અને જેડીએસએ રાજ્યમાં પ્રથમવાર ગઠબંધનની સરકારની રચના કરી. ધરમસિંહને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Karnataka Election Result 2008

Karnataka Election Result 2008

જ્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના વર્ષ 2008 ના પરિણામ પર નજર કરીએ તો ભાજપને 110, કોંગ્રેસને 80, જેડીએસને 28 અને અન્યને ફાળે 6 બેઠક ગઇ હતી. જ્યારે 2008માં ભાજપ પ્રથમવાર સત્તામાં આવી અને યેદુરપ્પા પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા. 6 અન્ય ધારાસભ્યની મદદથી સરકાર બનાવવામાં આવી.

Karnataka Election Result 2013

Karnataka Election Result 2013

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના વર્ષ 2013 ના પરિણામ પર નજર કરીએ ફરી એકવાર સત્તામાં પરિવર્તન આવ્યું અને ભાજપના સ્થાને કોંગ્રેસ ફરી સત્તામાં આવ્યું. જેમાં કોંગ્રેસને 122 બેઠકો, ભાજપને બેઠકો ઘટાડો થઈને 40 થઇ,જેડીએસને 40 અને અન્યને 23 બેઠકો મળી હતી. જ્યારે સિદ્ધારમૈયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

Karnataka Election Result 2018

Karnataka Election Result 2018

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના વર્ષ 2018 ના પરિણામમાં ફરી એકવાર ઉથલ પાથલ જોવા મળી. ભાજપને વર્ષ 2008માં 104 મેળવી, જ્યારે કોંગ્રેસને 80 બેઠક, જેડીએસને 37 બેઠક અને અન્યને 03 બેઠક મળી હતી. જ્યારે ભાજપના યેદુરપ્પા માત્ર છ દિવસ માટે સીએમ બન્યા હતા. જ્યારે તેની બાદ કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કરીને સરકાર બનાવી એન જેડીએસના કુમાર સ્વામી રાજ્યના સીએમ બન્યા. જ્યારે રાજકીય ઉથલ પાથલનો કિસ્સો અટક્યો નહિ અને ફરી એક વાર વર્ષ 2019માં યેદુરપ્પા ફરી સીએમ બન્યા. તેમજ વર્ષ 2021માં યેદુરપ્પાના સ્થાને બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

Karnataka Election Result 2023

Karnataka Election Result 2023

જેમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીના વર્ષ 2023ના પરિણામોના વલણ પર નજર કરીએ તો, રાજ્યમાં કોંગ્રેસ સરકાર રચના કરવા તરફ આગળ વધી રહી છે. જેમાં કુલ 224 બેઠકમાંથી કોંગ્રેસને 120, ભાજપને 74, જેડીએસને 23 અને અન્ય 7 બેઠકો મળી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">