Vijapur Election Result 2022 LIVE Updates: વિજાપુર વિધાનસભા બેઠક પર કોગ્રેંસના સી.જે.ચાવડાની જીત, ભાજપના રમણ પટેલની હાર
Vijapur MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: આ બેઠક પર અત્યાર સુધી 6 વાર બ્રાહ્મણ ઉમેદવાર વિજય રહી ચુક્યા છે. નરેશ રાવલ પણ આ જ બેઠક પરથી ત્રણ વાર જીતી ચુક્યા છે. વિજાપુર વિધાનસભા બેઠક પર કોગ્રેંસના સી.જે.ચાવડાની જીત થઈ છે, જ્યારે ભાજપના રમણ પટેલની હારની હાર થઈ છે.

ગુજરાતની વિજાપુર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live વિજાપુર વિધાનસભા બેઠક પર કોગ્રેંસના સી.જે.ચાવડાની જીત થઈ છે, જ્યારે ભાજપના રમણ પટેલની હારની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે મુકેશ રમણભાઈ ધુળાભાઈ પટેલને ટિકિટ આપી વિજાપુરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 255558727 ની જંગમ મિલકત છે. તેમણે બી.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે ચાવડા ચતુરસિંહ જવાનજી (સીજે ચાવડા) ને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 49918949 ની જંગમ મિલકત છે. સીજે ચાવડાના અભ્યાસની વાત કરીએ તો તેમને એલ.એલ.બી. સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ચિરાગ ભીખાભાઈ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 908000 ની જંગમ મિલકત છે. દિશાંત પટેલે ડિપ્લોમા કર્યુ છે.
વિજાપુર વિધાનસભા બેઠક પર 1980 માં ભાજપે પ્રથમવાર એકે પટેલના રુપમાં સફળતા મેળવી હતી. ત્યારબાદ કોંગ્રેસ પાસે આ બેઠક રહી હતી. વર્ષ 1985 થી થી 1998 સુધી આ બેઠક પર કોંગ્રેસે પોતાનો ઝંડો લહેરાવ્યો હતો. પરંતુ વર્ષ 2002 અને 2007 માં ફરી એકવાર ભાજપે બેઠક પોતાના હસ્તગત કરી લીધી હતી. જોકે બાદમાં 2012 માં ફરીએકવાર કોંગ્રેસે બેઠક છીનવી લીધી હતી. જોકે 2017માં ફરીથી ભાજપ રમણભાઈ પટેલને ઉતારીને પાતળી સરસાઈથી આ બેઠકને જીતી લેવામાં સફળ રહ્યુ હતુ.
પાટીદારોનુ વર્ચસ્વ
આ બેઠક પર આમ તો સૌથી મતો પાટીદાર સમાજના છે. કુલ મતદારોના 38 ટકા જેટલા પાટીદાર સમાજના છે. જ્યારે અહીં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારોની સંખ્યા 28 ટકા જેટલી છે. જેમાંથી ઠાકોર મતદારો 18 ટકાની આસપાસ છે. અહીં બ્રાહ્મણ મતદાર સંખ્યા ચાર થી પાંચ ટકા જેટલી છે. જોકે અત્યાર સુધીમાં છ વાર બ્રાહ્મણ ઉમેદવાર વિજય મેળવી ચુક્યા છે. નરેશ રાવલ આ બેઠક પરથી જ ઉમેદવાર રહી ચુક્યા છે અને તેઓ ત્રણ વાર સફળતા મેળવી ચુક્યા છે.
આ પણ વાંચો: