Ahmedabad: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ

અમિત શાહ (Amit Shah) આગામી 27 મે એટલે કે આજથી ગુજરાતના પ્રવાસે (Gujarat visit) છે. આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવાના છે.

Ahmedabad: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ
Union Home Minister Amit Shah (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 10:43 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે (Gujarat Visist) આવી રહ્યા છે. આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ભૂમિ પૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાગ લેવાના છે. સાથે જ 29મી મેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજકોટમાં (Rajkot) બનેલા રાજ્યના પ્રથમ આધુનિક ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઉદ્ધાટન કરવાના છે. બન્ને પોલીસ સ્ટેશન વિદેશી ટેકનોલોજીથી સજ્જ છે. પોલીસ સ્ટેશનમાં આરોપીના ઈન્વેસ્ટીગેશન માટે ખાસ રૂમ તૈયાર કરાયો છે. ઉપરાંત ક્રાઇમ DCP, એસીપી, 2 પીઆઈ સહિતના અધિકારીઓની અલગ અલગ આધુનિક ચેમ્બરો તૈયાર કરાઈ છે.

અમિત શાહ આગામી 27 મે એટલે કે આજથી ગુજરાતના પ્રવાસે છે. આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવાના છે. સાથે જ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

અમિત શાહનો ત્રણ દિવસનો કાર્યક્રમ

અમિત શાહ આજે રાત્રે 9.55 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 28 મેના રોજ સવારે 10.15 કલાકે જામનગર હવાઇ મથકે પહોંચશે. સવારે 10.55 કલાકે દ્વારકા હેલિપેડ પહોંચશે. સવારે 11 કલાકે દ્વારકા મંદિર પહોંચીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે. સવારે 11.55 કલાકે પોલીસ કોસ્ટલ એકેડમી પહોંચશે. બપોરે 12થી 1.15 કલાક સુધી પોલીસ એકેડમીમાં પ્રશિક્ષુકો સાથે સંવાદ કરશે. ત્યાર બાદ ગાંધીનગર આવવા રવાના થશે. બપોરે 3.30 કલાકે મહાત્મા મંદિરમાં સહકારિતા સંમેલનમાં સહકારિતા સંમેલન હાજરી. 29 મેના રોજ અમિત શાહ સવારે 10 કલાકે પંચમહાલ જિલ્લામાં પંચામૃત ડેરીના કાર્યક્રમમાં જોડાશે. ત્યાર બાદ બપોરે 12 કલાકે નડિયાદમાં જનસભાને સંબોધશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ગુજરાતભરની સહકારી સંસ્થાઓના ભાજપના હોદ્દેદારોને એક છત્ર હેઠળ લાવીને 28મી મેએ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં ખાતે મહાસંમેલનમાં યોજાઈ રહ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને ઉપસ્થિત હશે. એવામાં લાંબા સમય બાદ બંને નેતાઓ ફરી એકસાથે સાથે જોવા મળશે. સંમેલનમાં ગુજરાતની તમામ નાની-મોટી સહકારી સંસ્થાના ભાજપના ડિરેક્ટર્સને આ હાજર રહેવા આમંત્રણ અપાયું છે. આઝાદી પછી પહેલીવાર ગુજરાતમાં કોઈ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સહકારી સંસ્થાઓનું મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. 28મે શનિવારના રોજ PM મોદી સવારે ગાંધીનગરમાં સહકાર સંમેલનને સંબોધશે. ત્યાર બાદ સાંજે તેઓ આટકોટની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ આટકોટ પાસે બનેલી અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પાટીદાર ટ્રસ્ટ દ્વારા બનાવાયેલી 200 બેડની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને ખુલ્લી મુકશે. ઉપરાંત પીએમ મોદી બે લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">