Rajkot: પછાત પ્રદેશમાં આયુષ આર્શિવાદ, 28 મેના રોજ પીએમ મોદીના હસ્તે આટકોટમાં થશે મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ

હોસ્પિટલ (Hospital) ની અંદર ઓપીડી, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, આઈસીસીયુ (ICU), ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ, એન્ડોસ્કોપી, ફિઝીયોથેરપી, એનઆઈસીયુ, પીઆઈસીયુ, કેથલેબ સહિતના આધુનિક વિભાગો કાર્યરત થશે.

Rajkot: પછાત પ્રદેશમાં આયુષ આર્શિવાદ, 28 મેના રોજ પીએમ મોદીના હસ્તે આટકોટમાં થશે મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ
પીએમ મોદી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પીટલનું કરશે લોકાર્પણ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: May 26, 2022 | 5:52 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજકોટ જિલ્લાના (Rajkot Latest News) આટકોટ ખાતે આગામી 28મી (28 મે 2022) તારીખના રોજ કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. આ કાર્યક્રમને લઇને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જસદણ પંથક પછાત વિસ્તાર છે. ત્યારે 40 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી હોસ્પિટલ લોકો માટે આર્શિવાદરૂપ સાબિત થશે. 40 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલમાં 200 બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સાથે જ ખ્યાતનામ તબીબો રાહત દરે લોકોની સારવાર કરશે.

પ્રધાનમંત્રી 20 મિનીટ સુધી હોસ્પિટલની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ એરપોર્ટ પરથી આટકોટ ખાતે હેલિકોપ્ટરમાં આવશે. આ માટે ત્રણ જેટલા હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવતાની સાથે જ હોસ્પિટલની મુલાકાત લેશે જ્યાં તેઓ 20 મિનીટ સુધી હોસ્પિટલની વિવિધ સુવિધાઓની સમિક્ષા કરશે. ઓપરેશન થીયેટર સહિતની વ્યવસ્થાઓની મુલાકાત લેશે.

આ પ્રકારની ઉભી થશે સુવિધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જસદણના આટકોટ ગામે 40 કરોડના ખર્ચે નિર્માણ પામેલી પાટીદાર સમાજની 200 બેડની કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી રોજનું 150 રૂપિયા ભાડુ જ વસુલાશે અને તેમાં ત્રણેય ટાઇમ ભોજન પણ આપવામાં આવશે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

હોસ્પિટલની અંદર ઓપીડી, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, આઈસીસીયુ, ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ, એન્ડોસ્કોપી, ફિઝીયોથેરપી, એનઆઈસીયુ, પીઆઈસીયુ, કેથલેબ સહિતના આધુનિક વિભાગો કાર્યરત થશે. મા અને આયુષ્યમાન કાર્ડધારકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.

મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ થનાર સેવાઓ

  1. ઓપીડી વિભાગ: મેડીસીન, સર્જરી, ઓર્થોપેડીક, ગાયનેક, પીડિયાટ્રિક, સ્કીન, ડેન્ટલ, ઇ.એન.ટી.
  2. સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ: કાર્ડિયોલોજી/સર્જીકલ, યુરોલોજી, નેફ્રોલોજી, ઓનકોલોજી, ગેસ્ટ્રો, કેન્સર, રૂમેટોલોજી (વા)
  3. રેડિયોલોજી વિભાગ: સીટીસ્કેન, એકસ-રે, સોનોગ્રાફી
  4. આઇસીયુ: ઝેરી દવા, સર્પ દંશ, હૃદયરોગ, પક્ષઘાત, જટીલ રોગની સારવાર
  5. ઓપરેશન થિએટર: ક્લાસ 100 લેમિનર મોડ્યુલર ઓપરેશન થિયેટર, સાંધા બદલાવા, કેન્સર, પ્રોસ્ટેટ, હૃદય અને મગજની જટીલ સર્જરી

300 જેટલો સ્ટાફ દર્દીની સારવારમાં ખડેપગે રહેશે

ફૂલટાઈમ ડોક્ટર તરીકે ગાયનેક, સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસીન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરેપી કાર્યરત રહેશે. જ્યારે વિઝિટીંગ સુપરસ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ તરીકે નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, રૂમેટોલોજી, યૂરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી, ગેસ્ટ્રોલોજી, ક્રિટિકલ કેર સહિતના દરરોજ ત્રણ કલાક માટે ઉપસ્થિત રહેશે. એકંદરે કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેશે. હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

હોસ્પિટલમાં સારવારનો ચાર્જ

હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, 40 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ હોસ્પિટલમાં દર્દી પ્રવેશ કરશે અને તેને દેશભરની નામાંકિત હોસ્પિટલમાં આવ્યાનો અહેસાસ થશે. જોકે અહીં સારવાર બાદ થનારો ખર્ચ અત્યંત પરવડે તેવો રાખવામાં આવ્યો છે. અન્ય હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી માટે દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે ત્યારે અહીં માત્ર 40થી 60 હજારમાં જ એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી 250, જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી 150 રૂપિયાનો જ ચાર્જ વસૂલવામાં આવશે.

હોસ્પિટલ માટે 14 કરોડથી વધુના મશીન

આટકોટમાં નિર્માણ પામેલી આ હોસ્પિટલમાં રેડિયોલોજી, પેથોલોજી સહિતના ડિપાર્ટમેન્ટ માટે 14 કરોડથી વધુની કિંમતના મશીન એવા છે જે બહારથી મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બેડશીટથી લઈને વેન્ટીલેટર સહિતની ક્વોલિટી સાથે જરાપણ બાંધછોડ કરવામાં આવી નથી.

આ છે ફૂલટાઈમ ડોક્ટરોની ટીમ

ગાયનેક તથા ઓબ્સ: ડો. ભાર્ગવ પટેલ, ડો. રાહુલ સિંહાર, ડો. પંકજ કોટડિયા સર્જરી: ડો. જતીન બેલડીયા, ડો. દિપક રામાણી, ડો. સોમેશ કટેશિયા ઓર્થોપેડિક: ડો. કૃણાલ મીસ્ત્રી, ડો. નરશી વેકરિયા, ડો. વિજય સરધારા પીડિયાટ્રીક: ડો. મિતુલ કળથિયા મેડિસીન: ડો. સાગર પટોળીયા રેડીયોલોજી: ડો. આકાશ પંચાણી પેથોલોજી: ડો. અનિલ સાવલિયા ડેન્ટલ: ડો. અંકિતા પીસેજિયા સહિત કુલ 35 ફુલટાઇમ તબીબ, 39 સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ વિઝીટર અને 195 નર્સિંગ પેરા મેડિકલ સ્ટાફ રહેશે ઉપસ્થિત.

આટકોટમાં જ હોસ્પિટલ શા માટે નિર્માણ પામી ?

ડો. ભરત બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે, આટકોટમાં જ હોસ્પિટલ બનાવવા પાછળનો હેતુ એવો છે કે જ્યારે હું ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે આટકોટમાં એક યુવાનનું હેમરેજ થઈ ગયું હતું. આથી તેને રાજકોટ ખસેડવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામતાં રાજકોટની હોસ્પિટલમાં પહોંચતા અને દાખલ થવા સુધીમાં બે કલાક જેટલો સમય લાગી જતાં દર્દીનું મોત થતાં મને ત્યારે જ આટકોટમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો જે હવે વાસ્તવિક રીતે પરિપૂર્ણ થયો છે.

દાનની આખી સિસ્ટમ પારદર્શી

હોસ્પિટલને મળી રહેલા દાનની આખી સિસ્ટમ પારદર્શી રાખવામાં આવી છે. આ માટે એક સોફ્ટવેર વિકસાવાયો છે જેના આધારે જ સંપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. કોઈપણ દાતા હોસ્પિટલને દાન આપે એટલે આ સોફ્ટવેરમાં તેની એન્ટ્રી થઈ જાય છે અને તેમાં દરેક પ્રકારનો હિસાબ-કિતાબ પણ રહે છે. હાલ હોસ્પિટલમાં બેડની ક્ષમતા 200ની છે. જેમાં વધારો કરી 400 બેડ કરવામાં આવશે. આ ઉપરાંત અહીં જ મેડિકલ કોલેજનું પણ નિર્માણ થનાર હોવાથી સૌરાષ્ટ્રમાં બહુ ટૂંકા સમયમાં બબ્બે મેડિકલ કોલેજ કાર્યરત થઈ જશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">