AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ વચ્ચે હાર્દિક પટેલની સોનગઢમાં સભા, પેપરલીક મુદ્દે કાયદો બનાવવાનો સમય પાકી ગયો છેઃ હાર્દિક

ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ (Hardik Patel) આજે તાપી જિલ્લાના સોગનઢ ખાતે યુવા સ્વાભિમાન સમ્મેલનમાં સરકાર વિરૂદ્ધ પ્રહારો કર્યો હતા.

ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ વચ્ચે હાર્દિક પટેલની સોનગઢમાં સભા, પેપરલીક મુદ્દે કાયદો બનાવવાનો સમય પાકી ગયો છેઃ હાર્દિક
Tapi: The time has come to make a law on paper leak issue: Hardik Patel
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 25, 2022 | 8:14 PM
Share

ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ (Hardik Patel) આજે તાપી જિલ્લાના સોગનઢ ખાતે યુવા સ્વાભિમાન સમ્મેલનમાં સરકાર વિરૂદ્ધ પ્રહારો કર્યો હતા. ભાજપ (BJP) સરકારની નિષ્ફળતાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા સાત – સાત વર્ષમાં એક તરફ યુવાઓ સરકારી નોકરી માટે રાત – દિવસ મહેનત કરતા હોય છે ત્યારે છેક છેલ્લી ઘડીએ પેપર જ ફુટી જાય છે. આ ખરેખર શરમજનક ઘટના છે અને તેને કારણે યુવાઓમાં ભારોભાર નિરાશા જોવા મળી રહી છે. રાજ્યમાં ચુંટણીના ભણકારા વચ્ચે ભાજપ – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સભા – સરઘસોના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે. આદિવાસીઓના ગઢ એવા તાપી જિલ્લાના સોનગઢ (TAPI) ખાતે આજે કોંગ્રેસ (Congress) પાર્ટી દ્વારા યુવા સ્વાભિમાન સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે વધુ એક વખત ભાજપ સરકારની નીતિ – રીતિ વિરૂદ્ધ સભા ગજવી હતી. કાર્યક્રમ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, જે રીતે છેલ્લા ઘણા સમયથી સતત પેપરો ફુટવાની ઘટનાઓ નોંધાઈ રહી છે તે જોતાં હવે પેપર લીક મુદ્દે સખ્ત કાયદો બનાવવાનો સમય પાકી ગયો છે. આ કાયદો બનશે ત્યારે જ યુવાનોને સમયસર નોકરી મળી શકે છે. રાજ્ય સરકાર યુવાઓને સરકારી નોકરી મળે તેના કરતાં મજુરી કરે તેમાં જ વધારે રસ હોય તેમ જણાઈ રહ્યું છે. સમગ્ર દેશમાં માદક પદાર્થોના પ્રવેશદ્વાર તરીકે ગુજરાત પ્રસ્થાપિત થઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.

રાજ્યમાં જે 50 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે એ જો સોનગઢ જેવા નાના – નાના ગામોમાં આવે તો યુવાનો બદબાદ થઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જીગ્નેશ મેવાણીનો ઉલ્લેખ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ કોંગ્રેસ પાર્ટીને તેમની ખોટ વર્તાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીના સંગઠન અને કાર્યકરોને એક થવાની હાકલ કરતાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં બધા સાથે મળીને સારૂં કામ કરીશું. કોંગ્રેસ પાર્ટીના ભવ્ય ભુતકાળને વાગોળતા ભાજપના આદિવાસી પ્રેમ પર શંકા વ્યક્ત કરવા સાથે હાર્દિક પટેલે ટિપ્પણી કરી હતી કે, કોંગ્રેસ જ માત્ર એક એવી પાર્ટી છે જેણે આદિવાસી મુખ્યમંત્રી આપ્યા છે. બે દાયકા કરતાં વધારે સમયથી ગાંધીનગરની ગાદી પર શાસન કરી રહેલ ભાજપ દ્વારા હજી સુધી એક પણ આદિવાસી નેતાને આ સન્માન આપવામાં આવ્યું નથી.

ભારે પવનને કારણે મંડપ ધરાશાયી

સોનગઢ ખાતે આજે કોંગ્રેસની જાહેરસભા દરમ્યાન ભારે પવનને કારણે એક તબક્કે મંડપ ધરાશાયી થઈ ગયો હતો. જેને પગલે થોડા સમય દરમ્યાન સભા ખોરવાઈ જવા પામી હતી. અલબત્ત, આ દુર્ઘટનાને પગલે ખુરશીઓ પણ અસ્ત – વ્યસ્ત થઈ ગઈ હતી. જો કે, બાદમાં સભા રાબેતા મુજબ શરૂ થતાં હાર્દિક પટેલે માર્મિક ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, આપણી પાસે એશિયાનો સૌથી મોટો ડોમ નથી કે જે હવામાં ઉડી ન શકે.

આ પણ વાંચો :Surat માં ગ્લોબલ પાટીદાર સમિટ યોજાશે , પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવશે

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન મળ્યા બાદ ફરીથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">