ગુજરાતની સોમનાથ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result સોમનાથ વિધાનસભા બેઠક પર કોગ્રેંસના વિમલ ચુડાસમાની જીત થઈ છે, જ્યારે ભાજપના માનસિંહ પરમારની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે વિમલ ચૂડાસમાને સોમનાથથી ટિકિટ આપી છે. તેમની જંગમ મિલકત 57,94,859.44 છે. તેમણે અભ્યાસની જાણકારી આપી નથી. ત્યારે ભાજપે માનસિંહ પરમારને ટિકિટ આપી છે અને ઉમેદવાર બનાવ્યા છે. તેમની પાસે રૂપિયા 1,27,15,123.34ની જંગમ મિલકત છે. તેમણે BE સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે જગમાલ વાળાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમને ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 18,05,36,812 રૂપિયાની જંગમ મિલકત છે.
સોમનાથ વિધાનસભા બેઠક પર 2017ની ચૂંટણીમાં વિમલ ચુડાસમાએ ભાજપના જશાભાઈ બારડને પરાજય આપ્યો હતો. 2012માં જસાભાઈ બારડે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હતી અને રાજસી જોટવાને પરાજય આપ્યો હતો. જસાભાઈને 56701 અને રાજસી જોટવાને 54605 મત મળ્યા હતા. જ્યારે 2007માં રાજસી જોટવાએ જસાભાઈને હરાવ્યા હતા. 1975થી લઈ 2007 સુધીમાં એક ઉમેદવાર સિવાય અન્ય કોઈ ઉમેદવારને મતદારોએ બીજીવાર રીપીટ કર્યા નથી.
આ બેઠક પર કોળી સમાજના 36500 મતદારો, જ્યારે મુસ્લિમ સમાજના 45000 મતદાર આ બેઠકને અસર કરી શકે છે. આ ઉપરાંત દલિત સમાજના 18000 મતદાર,આહીર સમાજના 21000 મતદાર,કારડીયા સમાજના 15500 મતદાર અને ખારવા સમાજના 19000 મતદારો આવેલા છે. આ મત વિસ્તારમાં સોમનાથ શહેર સાથે 56 ગામડા છે, ઉપરાંત વેરાવળ તાલુકાનો સમાવેશ પણ થાય છે.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ