Santrampur Election Result 2022 LIVE Updates : સંતરામપુર વિધાનસભા બેઠક પર ભાજપના કુબેરભાઈ ડિંડોરનો વિજય, કોગ્રેંસના ગેંદાલ ડામોરની હાર

Santrampur MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: સંતરામપુર વિધાનસભા બેઠક પર ભાજપના કુબેરભાઈ ડિંડોરની 15 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ગેંદાલ ડામોરની હાર થઈ છે.

Santrampur Election Result 2022 LIVE Updates : સંતરામપુર વિધાનસભા બેઠક પર ભાજપના કુબેરભાઈ ડિંડોરનો વિજય, કોગ્રેંસના ગેંદાલ ડામોરની હાર
Santrampur Election Result 2022
Follow Us:
Mina Pandya
| Edited By: | Updated on: Dec 08, 2022 | 7:14 PM

Santrampur MLA Gujarat Vidhan Sabha Election Result 2022 Live Updates in Gujarati:  Gujarat Election Result સંતરામપુર વિધાનસભા બેઠક પર ભાજપના કુબેરભાઈ ડિંડોરની 15 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ગેંદાલ ડામોરની હાર થઈ છે. મહિસાગર જિલ્લાની સંતરામપુર બેઠક પર ભાજપે કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોરને ટિકિટ આપી છે. તેઓ PHD થયેલા છે. તેમની જંગમ મિલકત 44,21,671.84 છે. જ્યારે કોંગ્રેસે ગેંદાલભાઈ મોતિભાઈ ડામોરને ટિકિટ આપી છે. તેમણે B.A. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 1,77,14,901 જંગમ મિલકત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પર્વતભાઈ અખમાભાઈ વાગડિયા (ફૌજી)ને ટિકિટ આપી છે. તેમણે 12 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 300000 જેટલી જંગમ મિલકત છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં સંતરામપુર બેઠક ભાજપે જીતી

સંતરામપુર બેઠક પર 2017માં ભાજપના ઉમેદવાર કુબેરસિંહ ડિંડોરે બાઝી મારી હતી. ભાજપના કુબેરસિંહને 68,362 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ગેંદાલભાઈ મોતીભાઈ ડામોરની ભાજપ સામે 6424 મતોથી હાર થઈ હતી. કોંગ્રેસના ગેંદાલભાઈ ડામોરને 61,938 મત મળ્યા હતા. જ્યારે નોટામાં 3009 મત પડ્યા હતા. 2002ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને અહીં જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો.

2017 પહેલા સંતરામપુર બેઠક પર હતો કોંગ્રેસનો દબદબો

આ બેઠક 2012માં કોંગ્રેસના ગેંદાલભાઈ ડામોર જીત્યા હતા જ્યારે ભાજપના માનસિંહ વલ્લભભાઈ ભામટને હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ગેંદાલભાઈ ડામોરે ભાજપના ઉમેદવાર માનસિંહ ભામતને 25,654 મતોથી માત આપી હતી. 2007ની ચૂંટણીમાં પણ કોંગ્રેસના પરાંજયદિત્યસિંહજી પરમારે આ બેઠક પરથી જીત નોંધાવી હતી. જ્યારે ભાજપના જયપ્રકાશ પટેલની હાર થઈ હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સંતરામપુર બેઠક પર જાતિગત સમીકરણ

સંતરામપુર પર જ્ઞાતિગત સમીકરણની જો વાત કરીએ તો અહીં મોટાભાગની વસ્તી આદિવાસી સમાજની છે. આ બેઠક એસટી માટે અનામત બેઠક છે. આથી અહીં ઉમેદવારોની પસંદગી પણ એ જ રીતે કરવામાં આવે છે. ભા઼જપ અને કોંગ્રેસ બંને અહીં આદિવાસી સમાજના ઉમેદવારોની પસંદગી કરે છે. 2017 પહેલા અહીં કોંગ્રેસની મજબૂત પકડ હતી જો કે છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ અહીં નબળી પડતી જોઈ શકાય છે અને આદિવાસી મતદારોનો જુકાવ પણ ભાજપ તરફ વધ્યો છે.

2022ની ચૂંટણી મુજબ કુલ મતદારો

સંતરામપુર બેઠક પર 2022ના ચૂંટણીપંચના ડેટા મુજબ પુરુષ મતદારોની સંખ્યા 1 લાખ 21 હજાર 3337 છે. જ્યારે મહિલા મતદારો 1 લાખ 16 હજાર 791 છે. જ્યારે અન્યો મતદારોની સંખ્યા 7 છે. આ બેઠક પર કુલ મતદારાઓની સંખ્યા 2 લાખ 38 135 છે.

તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1,417 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 80 વર્ષ કે તેથી વધુ વયના 9,87,999 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,460 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2022 દરમ્યાન 18 વર્ષની વયે પહોચેલા 3,24,420 યુવા મતદારો પણ મતદાર યાદીમાં નોંધાયા છે

ભાજપના ઉમેદવાર કુબેરસિંહ ડિંડોર આદિવાસી નેતા છે અને કોલેજકાળથી સમાજ સેવા સાથે જોડાયેલા છે. શિક્ષિત અને વ્યવસાયે પ્રોફેસર કુબેરસિંહ ડિંડોર સાબરકાંઠાની તલોદ કોલેજમાં ફરજ બજાવે છે. છેલ્લા ઘણા સમયથી મધ્યગુજરાતને અલગ યુનિવર્સિટી મળે તે માટે તેમના પ્રયાસો રહ્યા છે. છેલ્લે સંતરામપુરથી સ્વ પ્રબોધકાંત પંડ્યા રાજ્યના ગૃહ અને શિક્ષણ વિભાગના મંત્રી હતા ત્યારબાદ આ પંથકમાંથી કોઈને મંત્રીપદ અપાયુ ન હતુ. લાંબા સમય બાદ કુબેરસિંહ ડિંડોરને કેબિનેટમાં સ્થાન મળ્યુ હતુ. કુબેરસિંહ ડિંડોર તાજેતરમાં રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તેમજ સંસદીય બાબતોના મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ લાઈવ અપડેટ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">