AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસકાર્યોના લોકાર્પણ સાથે કરશે ઝંઝાવાતી પ્રચાર

વડોદરાના કાર્યક્રમ સંપન્ન થયા બાદ વડાપ્રધાન કેવડિયા જશે. જ્યાં 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે

Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસકાર્યોના લોકાર્પણ સાથે કરશે ઝંઝાવાતી પ્રચાર
PM Modi Gujarat Visit
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2022 | 7:17 AM
Share

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે PM મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસ દરમિયાન તેઓ સભાઓ ગજવીને ઝંઝાવાતી પ્રચાર કરશે. સાથે સાથે કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપશે.  આ વખતના પ્રવાસમાં તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત  પર ફોકસ કરશે. આજે બપોરે PM મોદી વડોદરા પહોંચશે. જ્યાં રોડ શૉ સહિતના કાર્યક્રમો યોજાશે. ભારતીય વાયુસેના માટે C-295 MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.. અને લેપ્રસી ગ્રાઉન્ડમાં PM મોદી ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં સંવાદ કરશે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર ફોકસ કરશે

વડોદરાના કાર્યક્રમ સંપન્ન થયા બાદ વડાપ્રધાન કેવડિયા જશે. જ્યાં 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ PM મોદી કેવડિયાથી અમદાવાદ એરપોર્ટઆવવા રવાના થશે. અમદાવાદ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી થરાદની મુલાકાતે જશે.આ દરમિયાન થરાદમાં કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા વિકાસ કાર્યોની ભેટ આપશે અને જંગી જનસભા સંબોધશે. ત્યારબાદ અમદાવાદ પરત ફરી રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે. આ ઉપરાંત 1 નવેમ્બરના માનગઢમાં શહિદ આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપશે અને બપોરે જાંબુઘોડામાં જનસભા સંબોધશે. બાદમાં ગાંધીનગર  મહાત્મા મંદિરથી 182 બેઠકો પર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કરશે. અને સમગ્ર કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે દિલ્લી જવા રવાના થશે.

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">