Gujarat Election 2022: પાટીલનું મિશન સૌરાષ્ટ્ર ! મહિનામાં ત્રીજી વખત આવશે રાજકોટમાં, ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત.

એક તરફ વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે તેવા સમયે જ પાટીલ રાજકોટના ચક્કર વધારે લગાવી રહ્યા છે. વિવિધ સમાજના અને સંસ્થાના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપી રહ્યા છે.

Gujarat Election 2022: પાટીલનું મિશન સૌરાષ્ટ્ર ! મહિનામાં ત્રીજી વખત આવશે રાજકોટમાં, ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત.
C. R. Patil (File Image)
Mohit Bhatt

| Edited By: Tanvi Soni

Apr 01, 2022 | 1:14 PM

આગામી રવિવારે કચ્છ-કાઠિયાવાડ,ગુજરાત ગરાસિયા એસોસિએશન અને રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના સન્માન કાર્યક્રમમાં ભાજપના (BJP) પ્રદેશ અઘ્યક્ષ સી આર પાટીલ (C R Patil) ઉપસ્થિત રહેશે.રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય સમાજના સન્માન કાર્યક્રમમાં પાટીલ ઉપસ્થિત રહેશે,આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત.આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રોમાં ઉત્કર્ષ કામગીરી કરતા ક્ષત્રિય સમાજના લોકોનું સન્માન કરવામાં આવશે.જો કે વિધાનસભાની ચૂંટણી ( Gujarat Election 2022 )પહેલા સી આર પાટીલની આ એક મહિનામાં ત્રીજી મુલાકાત છે.

700થી વધારે લોકોનું સન્માન થશે-માંધાતાસિંહ જાડેજા

રાજકોટના રાજવી માંઘાતાસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ કાર્યક્રમમાં ગુજરાતભરના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત.ક્ષત્રિય સમાજ ધર્મ અને રાષ્ટ્ર માટે સતત સંધર્ષ કરતો રહ્યો છે ત્યારે સમાજના વિવિધ જાહેરજીવનમાં ઉત્કર્ષ કામગીરી કરતા ક્ષત્રિય આગેવાનોનું સન્માન કરાશે.આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી રાજકીય અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

પાટીલ મહિનામાં ત્રીજી વખત આવશે રાજકોટ

એક તરફ વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે તેવા સમયે જ પાટીલ રાજકોટના ચક્કર વધારે લગાવી રહ્યા છે. વિવિધ સમાજના અને સંસ્થાના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપી રહ્યા છે. તાજેતરમાં હિન્દુ સંત સંમેલન ત્યારબાદ સર્વ ધર્મ સમભાવ લગ્નોત્સવ અને હવે ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.

રૂપાણી સરકાર બદવાયા પછી સૌરાષ્ટ્રનો દબદબો ઘટ્યો

ગુજરાતમાં જ્યાં સુધી વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યાં સુધી સૌરાષ્ટ્રનો દબદબો હતો. મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટ મંત્રીઓ અને રાજ્યમંત્રીઓની સંખ્યા વધારે હતી જો કે ભુપેન્દ્ર પટેલની સરકારમાં આમાં કાંપ મુકાયો છે જેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેની કોઇ જ અસર ન થાય તે માટે પાટીલ પુરતા પ્રયત્નો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે એક તરફ કેન્દ્રીય નેતાઓએ ગુજરાતનો પ્રવાસ વધારી દીધો છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસ વધ્યા છે. બીજી તરફ સ્થાનિક નેતાઓ પણ પક્ષને વધુ મજબુત બનાવવાની કવાયતમાં લાગી ગયા છે.

આ પણ વાંચો-

Gujarat Election 2022: ગુજરાતમાં ચૂંટણી પહેલા ભાજપના મુખ્યમંત્રી બદલવાનું સત્ય શું છે ? અત્યાર સુધીમાં ત્રણ વખત મુખ્યમંત્રી બદલાયા

આ પણ વાંચો-

Surat : પીપીપી પ્રોજેકટમાં મનપાની બેદરકારી કે કૌભાંડ ? ઉગત ગાર્ડનના ઇજારેદારે પાંચ વર્ષ સુધી જગ્યા વાપરી પણ ભાડું ચૂકવ્યું નથી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati