Surat : પીપીપી પ્રોજેકટમાં મનપાની બેદરકારી કે કૌભાંડ ? ઉગત ગાર્ડનના ઇજારેદારે પાંચ વર્ષ સુધી જગ્યા વાપરી પણ ભાડું ચૂકવ્યું નથી
સ્થાનિક નગરસેવકો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સમગ્ર બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લાવવામાં આવી છે. અને આવનારા દિવસોમાં આ મામલે કોઈ કાર્યવાહી થાય તેવી પણ સંભાવના છે.
સુરત મહાનગરપાલિકાએ(SMC) વર્ષ 2017 માં ઉગત નર્સરી બંધ કરીને તેની જગ્યાએ એમ્યુઝમેન્ટ(Amusement Park ) પાર્ક માટે ખોડલ કોપીરેશનને 10 હજાર ચોરસમીટર જગ્યા આપી હતી પણ પાંચ વર્ષ સુધી એજન્સીએ(Agency ) મ્યુનિ . અધિકારીઓની સાઠગાઠમાં 16 હજાર ચોરસમીટર જગ્યા વાપરી હોવાની શંકા છે . અને વધારાની 6 હજાર ચોરસમીટર જગ્યાના વપરાશનું કોઇ ભાડું ચૂકવ્યું નથી .હવે મ્યુનિ.એ નોટિસ ફટકારીને વધારાના ભાડાની ઉઘરાણી શરૂ કરી છે.| પરંતુ ભૂતકાળમાં મ્યુનિ . અધિકારીઓ અને પાર્ટનર દ્વારા થયેલું કૌભાંડ બહાર આવ્યું છે જેને લીધે પીપીપી મોડલ સામે સવાલો ઉઠયા છે . ખોડલ કોર્પોરેશન સાથે ઉગત નર્સરી હતી તે 10 હજાર ચોરસમીટર જગ્યા વપરાશ કરવા માટે કરાર થયો હતો . મ્યુનિ.એ હિલીયમ બલૂનનું આકર્ષણ બનાવી શરૂ કરાવ્યું હતું . પણ તે ત્રણ વર્ષથી તે બંધ પડયું છે . અને વારંવાર તાકીદ છતા ઇજારદારને કોઇ કામગીરી કરી નહોતી .
આ દરમિયાન ઇજારદારે કરાર મુજબની 10 હજાર ચોરસ મીટર જગ્યા ઉપરાંત વધુ 6 હજાર ચોરસ મીટર જગ્યાનો પણ વપરાશ સુરત મ્યુનિ . આવક ઉભી કરવા ગાર્ડનો પીપીપી ધોરણે આપી રહી છે .જેના ભાગરૂપે અહીં જગ્યા ભાડે આપીને એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરીને અહી રેસ્ટોરન્ટ શરૂ કરી દીધી હતી. હાલમાં ઉગત ગાર્ડન રાજહંસને પીપીપી ધોરણે અપાયા બાદ કામગીરી શરૂ થતા આ વધારાની જગ્યાનો ભાડું ચૂકવ્યા વગર વપરાશનો ઘટસ્ફોટ થયો હતો .
છેલ્લા પાંચ વર્ષથી આ જગ્યા ઇજારદારે વગર ભાડે વાપરી તે અંગે કોઇ ખુલાસો કર્યો નથી . મ્યુનિ . અધિકારીઓની સાઠગાઠમાં વધારાની જગ્યા વાપર્યા બાદ હવે ૨હી રહીને મ્યુનિ.એ ખોડલ કોર્પોરેશનને નોટિસ ફટકારી છે . અને વધુ જગ્યા વાપરી તેનું ભાડું માંગ્યું છે પણ ઇજારદારે હજુ સુધી આ માટે તૈયારી દર્શાવી નથી . જગ્યાનો ઇજારદાર વધુ વપરાશ કરતો હતો તે અધિકારીઓની સાઠગાઠમાં થયેલું કૌભાંડ હોવાની શક્યતા નકારી શકાતી નથી .
આમ, એકતરફ મનપાની તિજોરી તળિયે છે તો બીજી તરફ આ રીતે પણ સુરત મહાનગરપાલિકાની તિજોરી ખાડામાં જઈ રહી છે. સ્થાનિક નગરસેવકો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સમગ્ર બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લાવવામાં આવી છે. અને આવનારા દિવસોમાં આ મામલે કોઈ કાર્યવાહી થાય તેવી પણ સંભાવના છે.
આ પણ વાંચો :