Gujarat Election 2022: ગુજરાતમાં ચૂંટણી પહેલા ભાજપના મુખ્યમંત્રી બદલવાનું સત્ય શું છે ? અત્યાર સુધીમાં ત્રણ વખત મુખ્યમંત્રી બદલાયા
ગુજરાતમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલવાની પરંપરા બે દાયકા જૂની છે. ભાજપે સૌપ્રથમ 2001માં કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમને બદલ્યા હતા. તેમનો કાર્યકાળ હજુ એક વર્ષ બાકી હતો ત્યારે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) પહેલા ભાજપ દ્વારા મુખ્યમંત્રી બદલવાનું જોખમ પહેલીવાર નહીં પરંતુ ત્રણ વખત ઉઠાવવામાં આવ્યું છે. 2017માં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર વિજય રૂપાણી (Vijay Rupani)ના નૈતૃત્વમાં ભાજપે ચૂંટણીમાં મોટી જીત નોંધાવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ પાટીદાર અનામત આંદોલનને (patidar andolan) લઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ માટે સત્તામાં વાપસી સહેલી નહીં હોય. તેમ છતાં વિજય રૂપાણીએ ભાજપને સત્તા અપાવી હતી. હવે આવી સ્થિતિમાં ચૂંટણીને 15 મહિના બાકી રહ્યા હતા ત્યારે જ તેમણે પણ રાજીનામું આપવું પડ્યું હતુ. ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક કરી હતી અને તમામ જૂના મંત્રીઓને હટાવીને 24 નવા ચહેરાઓને પણ સામેલ કર્યા હતા.
રાજકીય વિશ્લેષકો માને છે કે મુખ્યમંત્રી સરકારનો મુખ્ય ચહેરો છે. ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના અનેક ચહેરા બદલવામાં આવે તો જનતામાં સરકાર પ્રત્યેનો રોષ ઓછો થાય છે. ગુજરાતમાં આ પહેલા પણ 2016માં આનંદીબેન પટેલ અને 2001માં કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી રહીને રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી બાદ પણ ભાજપ બહુમતી સાથે ફરી સત્તામાં આવી હતી.
ગુજરાતમાં ભાજપે મુખ્યમંત્રી ક્યારે બદલ્યા?
ગુજરાતમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલવાની પરંપરા બે દાયકા જૂની છે. ભાજપે સૌપ્રથમ 2001માં કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમની જગ્યા બદલી હતી. તેમનો કાર્યકાળ હજુ 1 વર્ષ બાકી હતો ત્યારે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. જે બાદ ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીને પહેલીવાર મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમજ 2016માં આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદે રહીને રાજીનામું આપવું પડ્યું હતું, ત્યારબાદ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2021માં ચૂંટણીના 15 મહિના પહેલા વિજય રૂપાણીએ પણ રાજીનામું આપવું પડ્યું હતું અને રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા હતા.એવું માનવામાં આવે છે કે, પાટીદાર સમાજની નારાજગીને દૂર કરવા માટે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી બદલવા પાછળ ભાજપની શું રણનીતિ છે?
ગુજરાતમાં ચૂંટણી પહેલા ભાજપના મુખ્યમંત્રી બદલવા પાછળ ખાસ રણનીતિ હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. ગુજરાતમાં ભાજપ સતત 25 વર્ષથી વધુ સમયથી સત્તામાં છે. આવી સ્થિતિમાં સરકાર સામે જનતાના મનમાં એક પ્રકારનો રોષ વધી શકે છે. આ કારણસર સરકાર પ્રત્યે જનતાની નારાજગીને ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલીને દૂર કરી શકાય છે. જોકે આ પણ ઘણું જોખમી પગલું હોઈ શકે છે. પરંતુ ગુજરાતમાં એવું નથી, ભાજપે રાજ્યમાં 3 વખત મુખ્યમંત્રી બદલ્યા છે.
ઉત્તરાખંડમાં પણ મુખ્યમંત્રી બદલવાની ફોર્મ્યુલા સફળ રહી હતી
ગુજરાતમાં જ નહીં ઉત્તરાખંડમાં પણ મુખ્યમંત્રી બદલવાની ભાજપની ફોર્મ્યુલા સફળ રહી હતી. ઉત્તર પ્રદેશની સાથે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. અહીં 1 વર્ષ પહેલા ભાજપે ત્રિવેન્દ્ર સિંહ રાવતની જગ્યાએ તીરથ સિંહને મુખ્યમંત્રી બનાવ્યા હતા. 4 મહિના પછી પણ તીરથ રાવત સત્તાની સીટ સંભાળી શક્યા નહતા અને તેમણે રાજીનામું આપવું પડ્યું. તેમની જગ્યાએ પુષ્કર ધામીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ગુજરાત બાદ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બદલવાનો ભાજપનો પ્લાન સફળ રહ્યો હતો.
ઉત્તરાખંડના ચૂંટણી ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે બીજેપી ફરી સત્તામાં આવી છે. ઉત્તરાખંડના 22 વર્ષના ચૂંટણી ઈતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ 5 વર્ષના અંતરાલથી સત્તાની દોરી સંભાળી રહ્યા છે.
આ પણ વાંચો-
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોર હશે : સૂત્ર
આ પણ વાંચો-