AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં યુવાનો માટે અનેક વચનો, બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસે તેના મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં યુવાનો માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. કોંગ્રેસે બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવાનુ પણ વચન આપ્યુ છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં યુવાનો માટે અનેક વચનો, બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 7:07 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં યુવાનો અને સિનિયર સિટિઝનને આકર્ષવા માટે અનેક લોભામણા વચનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે. કોંગ્રેસ આ ચૂંટણી ઢંઢેરાની ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી ઘોષણા કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના મહાનિરીક્ષક અશોક ગેહલોતે આ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે.

ગુજરાત એસેમ્બલી ઈલેકશન 2022: કોંગ્રેસના મેનિફેસ્ટોમાં યુવાનો માટે શું છે ખાસ ?

  1. સરકારી-અર્ધસરકારીમાં 10 લાખ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.
  2. -બેરોજગાર યુવાનોને દર મહિને રૂ.3000 સુધીનું બેરોજગારી ભથ્થું મળશે.
  3. -ફિક્સ વેતનને બદલે કાયમી રોજગાર, કોન્ટ્રાક્ટ લેબર અથવા આઉટસોર્સિંગ
  4. -10 વર્ષથી વધુ સમયથી કામ કરતા કામદારોને કાયમી કરવામાં આવશે.
  5. -સરકારી નોકરીઓની ભરતીમાં ગેરરીતિ અટકાવાશે. ગેરરીતિ કરનારાઓ માટે ખાસ ‘ભરતી ભ્રષ્ટાચાર ACT’અને ફાસ્ટ ટ્રેક કોર્ટનું નિર્માણ
  6. -નિયમિત ધોરણે ભરતીમાટે ભરતી કેલેન્ડર અને તેનો અમલ
  7. -સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોને મફત બસ પાસ અને રહેવાની વ્યવસ્થા
  8. -રાજ્યના યુવક-યુવતિઓને સેનામાં ભરતી માટે તૈયાર કરવા અને માર્ગદર્શન આપવા માટે ફિલ્ડ માર્શલ ‘સેમ માણેકશા મિલીટ્રી એકેડમી’ની રચના
  9. – ‘વિશ્વકર્મા હુનર નિર્માણ યોજના’ -યુવાનોના કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહન અને નાણાકીય સહાય
  10. -દરેક શહેર, તાલુકા મથકે કારીગરોના સ્વ-રોજગાર માટે GIDC કોલોનીઓનું નિર્માણ
  11. -એમ્પ્લોયર અને જોબ અરજદાર વચ્ચે સીધા સંચાર માટે ઇ-પોર્ટલની વ્યવસ્થા

રમત ગમતો

  1.  ‘જામ રણજી ખેલ નીતિ’ યુવાનોને રમતગચમ માટે ઉત્કૃષ્ઠ બનાવવા પ્રોત્સાહન
  2.  દરેક શહેર અને ગામમાં જુદા જુદા વિસ્તારોમાં જીમ અને રમતના મેદાનની વ્યવસ્થા
  3. ડૉ. વિક્રમ સારાભાઈ વાચનાલય’, જિમ્નેશ્યિમ, જવાહર બાલમંચ શરૂ કરાશે.

ગુજરાત ઈલેકશન 2022-   મોડેલ શૈક્ષણિત સંસ્થાઓ સાથે નોલેજ સિટી બનાવાશે

આ સાથે રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સસ્તું શિક્ષણ કોઈપણ વિદ્યાર્થી તેના પરિવારની આર્થિક સ્થિતિને કારણે શિક્ષાના અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા ‘મહાત્મા ગાંધી સાર્વભૌમિક શિક્ષા નીતિ’ બનાવશે. તેમજ રાજ્યમાં MIT અને હાર્વર્ડ યુનિવર્સિટી રાજ્યમાં વિશ્વસ્તરીય અને આધુનિક ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડશે. જેમાં અદ્યતન અભ્યાસક્રમો ઓફર કરતી મોડેલ શૈક્ષણિક સંસ્થાઓ સાથે ‘નોલેજ સિટી’ની સ્થાપના અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ટાઈ-અપ કરવામાં આવશે. આ સાથે KGથી PG સુધીની કન્યાઓના શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી કરવામાં આવશે. દરેક વિદ્યાર્થીને હા. પીજી કરવા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પોસાય તેવી ફી સાથેની શિક્ષણ વ્યવસ્થા તેમજ જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફી માફી/ભાડું ની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">