Bhavnagar : ભાજપે ટિકિટ ન આપતા ગોહિલવાડ ક્ષત્રિયાણીઓએ સંમેલન બોલાવ્યુ, બેઠક પર કોંગ્રેસ-ભાજપ વચ્ચે જામશે રસપ્રદ જંગ

ભાવનગર જિલ્લામાં અઢી લાખ કરતા વધારે ક્ષત્રિય સમાજના મતદારો છે છતાં ભાવનગરની સાત વિધાનસભા બેઠક પૈકી એકપણ બેઠક પર ભાજપે ક્ષત્રિય સમાજને ટિકિટ ન આપ્યાનો આરોપ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2022 | 7:51 AM

ભાવનગરમાં ભાજપથી નારાજ ગોહિલવાડ ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં 3 હજારથી વધુ મહિલાઓએ હાજરી આપી હૂંકાર કરી કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. ભાવનગર જિલ્લામાં અઢી લાખ કરતા વધારે ક્ષત્રિય સમાજના મતદારો છે છતાં ભાવનગરની સાત વિધાનસભા બેઠક પૈકી એકપણ બેઠક પર ભાજપે ક્ષત્રિય સમાજને ટિકિટ ન આપ્યાનો આરોપ છે. જેના લીધે ક્ષત્રિય સમાજની મહિલાઓએ જીતુ વાઘાણીના ગઢમાં કોંગ્રેસના સમર્થનમાં મહિલા સંમેલન યોજ્યું હતું. આ ઘટનાથી ભાવનગરની વિધાનસભા બેઠક પર લડાઈ હવે વધુ પડકારજનક તેમજ રસપ્રદ બની રહે તેવા સમીકરણો રચાયા છે.

કોંગ્રેસને સમર્થન આપવાનો હૂંકાર

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કે.કે. ગોહિલે મતદારોના દિલ જીતવા કંઈક અલગ જ જાહેરાત કરી છે. કોંગ્રેસના ઉમેદવાર કે.કે. ગોહિલે જણાવ્યુ કે જો તેઓ અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાશે તો સરકાર તરફથી તેમને ધારાસભ્ય તરીકેનો મળતો તમામ પગાર અને ભથ્થુ ગરીબ અને પછાત પરિવારના વિદ્યાર્થીઓના શિક્ષણની ફી માટે અને અન્ય ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણના વિકાસ માટે વાપરશે. ધારાસભ્ય તરીકે મળતો તમામ પગાર તેઓ ગરીબ વિદ્યાર્થીઓ પાછળ પાંચ વર્ષ માટે વાપરશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">