AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ભાવનગર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત, હું ચૂંટાઈશ તો ધારાસભ્ય તરીકે મળતો તમામ પગાર ગરીબ, પછાત વિદ્યાર્થીઓ પાછળ વાપરીશ

Gujarat Election 2022: ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કે.કે ગોહિલે મતદારોનુ દિલ જીતવા માટે કંઈક અલગ જ જાહેરાત કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર કે.કે. ગોહિલે જણાવ્યુ કે જો તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાશે તો ધારાસભ્ય તરીકે મળતો તમામ પગાર ગરીબો અને પછાત વિદ્યાર્થીઓ માટે વાપરવાની જાહેરાત કરી છે.

Gujarat Election 2022 :  ભાવનગર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત, હું ચૂંટાઈશ તો ધારાસભ્ય તરીકે મળતો તમામ પગાર ગરીબ, પછાત વિદ્યાર્થીઓ પાછળ વાપરીશ
કે.કે. ગોહિલ
Ajit Gadhavi
| Edited By: | Updated on: Nov 18, 2022 | 7:16 PM
Share

Gujarat Election 2022 :  ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. તમામ પક્ષો તેમના પ્રચાર દરમિયાન પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. જેમા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીમાં કઈ રીતે લડીને જીતી શકાય અને પોતાની સામેના ઉમેદવારને કઈ રીતે હરાવી શકાય તેની વ્યુહરચના અને રણનીતિ ઘડાઈ રહી છે. ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કે.કે. ગોહિલે મતદારોના દિલ જીતવા કંઈક અલગ જ જાહેરાત કરી છે

ભાવનગર પશ્ચિમથી કોંગ્રેસના ઉમેદવાર કે.કે. ગોહિલે જણાવ્યુ કે જો તેઓ અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાશે તો સરકાર તરફથી તેમને ધારાસભ્ય તરીકેનો મળતો તમામ પગાર અને ભથ્થુ ગરીબ અને પછાત પરિવારના વિદ્યાર્થીઓના શિક્ષણની ફી માટે અને અન્ય ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણના વિકાસ માટે વાપરશે. ધારાસભ્ય તરીકે મળતો તમામ પગાર તેઓ ગરીબ વિદ્યાર્થીઓ પાછળ પાંચ વર્ષ માટે વાપરશે.

કે.કે. ગોહિલ મોટા સમાજસેવી અને જમીન વિકાસ બેંકના ચેરમેન છે. કોરોનાથી લઈને વર્ષોથી અનેક સેવા કાર્યો સાથે જોડાયેલા છે. આ વખતે કોંગ્રેસ દ્વારા તેમને પશ્ચિમ વિધાનસભાની ઉમેદવારી માટેની તક આપવામાં આવી છે, ત્યારે મીડિયા સમક્ષ તેમણે જાહેરાત કરી કે વર્ષોથી તેમને શિક્ષણ માટે સેવા કરવી ગમે છે. આથી જ જો તેઓ ચૂંટાઈને આવશે તો તેમનો તમામ પગાર ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ વાપરશે.

ચૂંટણીમાં નેતાઓ મતદારોને રિઝવવા માટે લોભમણી જાહેરાતો કરતા હોય છે, અનેક વાયદાઓ અને વચનો આપતા હોય છે.  ત્યારે ભાવનગર પશ્ચિમથી કોંગ્રેસના ઉમેદવાર પણ લોકોને રિઝવવા તેમનો પગાર ગરીબ બાળકોને શિક્ષણ પાછળ ખર્ચવાનુ વચવ આપ્યુ છે.

g clip-path="url(#clip0_868_265)">