Lunawada Election Result 2022 LIVE Updates : લુણાવાડા વિધાનસભા બેઠક પર કોગ્રેંસના ગુલાબસિંહની જીત, ભાજપના જિજ્ઞેશકુમાર સેવકની હાર

Lunawada MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: આ બેઠક 2012માં કોંગ્રેસના હિરાભાઈ પટેલ જીત્યા હતા જ્યારે ભાજપના માલીવાડ કાળુભાઈ પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો. લુણાવાડા વિધાનસભા બેઠક પર કોગ્રેંસના ગુલાબસિંહની જીત થઈ છે, જ્યારે ભાજપના જિજ્ઞેશકુમાર સેવકની હાર થઈ છે.

Lunawada Election Result 2022 LIVE Updates : લુણાવાડા વિધાનસભા બેઠક પર કોગ્રેંસના ગુલાબસિંહની જીત, ભાજપના જિજ્ઞેશકુમાર સેવકની હાર
Lunawada Election Result 2022
Follow Us:
Mina Pandya
| Edited By: | Updated on: Dec 08, 2022 | 2:00 PM

ગુજરાતની લુણાવાડા  બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election લુણાવાડા વિધાનસભા બેઠક પર કોગ્રેંસના ગુલાબસિંહની જીત થઈ છે, જ્યારે ભાજપના જિજ્ઞેશકુમાર સેવકની હાર થઈ છે. ગુજરાતની મહિસાગર જિલ્લાની લુણાવાડા બેઠક પર ભાજપે જિજ્ઞેશ અંબાલાલ સેવકને ટિકિટ આપી છે. તેમણે BSC અને LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની જંગમ મિલકત 60,27,750.54 છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમણે B.com સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 13,39,157.01 જંગમ મિલકત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ નટવરસિંહ સોલંકીને ટિકિટ આપી છે. તેઓ નોન મેટ્રિક એટલે કે ધોરણ 10 નાપાસ છે. તેમની પાસે 4,65,523 જંગમ મિલકત છે.

લુણાવાડા બેઠક પર 2019માં થઈ હતી પેટાચૂંટણી

આ બેઠક પર 2019માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમા ભાજપના જિજ્ઞેશ સેવક 67,391 મતોથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને 11,952 મતોથી માત આપી હતી. એનસીપીના ભરતકુમાર પટેલને 12,309 મત મળ્યા હતા. 2017ની ચૂંટણીમાં આ બેઠક પરથી જીતેલા અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડ 2019ની લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાતા આ બેઠક ખાલી પડી હતી અને પેટાચૂંટણી યોજાઈ હતી જેમા ભાજપના જિજ્ઞેશ સેવકની જીત થઈ હતી.

2017ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે મારી હતી બાઝી

લુણાવાડા બેઠક પર 2017માં અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડે બાઝી મારી હતી. રતનસિંહ રાઠોડ 55,098 મતોથી જીત્યા હતા. જ્યારે ભાજપના મનોજકુમાર પટેલને 51,898 મતથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસના પરાંજયદિત્યસિંહજીને 47093 મત મળ્યા હતા અને અન્ય અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ સોલંકીને 8660 મત મળ્યા હતા.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

2017 પહેલા આ બેઠક પર હતો કોંગ્રેસનો દબદબો

આ બેઠક 2012માં કોંગ્રેસના હિરાભાઈ પટેલ જીત્યા હતા જ્યારે ભાજપના માલીવાડ કાળુભાઈ પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો. 2007માં પણ કોંગ્રેસના હિરાભાઈ હરીભાઈ પટેલ જીત્યા હતા જ્યારે ભાજપના માલીવાડ કાળુભાઈની હાર થઈ હતી. છેલ્લે 2002માં આ બેઠક પર ભાજપના માલીવાડ કાળુભાઈ હિરાભાઈ જીત્યા હતા.

લુણાવાડા બેઠક પર જાતિગત સમીકરણ

લુણાવાડા વિધાનસભા બેઠક પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો 260498 મતદારો છે, જેમાં 34 ટકા OBC અને 20 ટકા પાટીદાર મતદારો છે. અહીં ઓબીસી મતદારો સૌથી વધુ હોવા છતા OBC સમાજના આગેવાન કાળુભાઈ માલીવાડ 2002માં જીત્યા હતા. જેઓ 2002માં ભાજપના ધારાસભ્ય હતા, તેઓ 2007માં 84 મતોથી અને 2012માં 370 મતોથી ચૂંટણી હારી ગયા હતા.

લુણાવાડા બેઠક પર કુલ મતદારોની સંખ્યા

લુણાવાડા બેઠક પર પુરુષ મતદારો 133573 છે, મહિલા મતદારો 126924 છે અન્ય મતદાર 1 છે. કુલ મતદારો મળીને 2 લાખ 60 હજાર 498 છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">