Jasdan Election Result 2022 LIVE Updates : જસદણ વિધાનસભા બેઠક પર ભાજપના કુંવરજી બાવળિયાની જીત, કોંગ્રેસના ભોલાભાઈ ગોહીલની હાર

Jasdan Election Result 2022 LIVE Updates : વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરત બોઘરા અને કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાને ટિકિટ અપાઇ હતી. તેમાં કોંગ્રેસના કુંવરજી બાવળિયાની જીત થઈ હતી. જસદણ વિધાનસભા બેઠક પર ભાજપના કુંવરજી બાવળિયાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ભોલાભાઈ ગોહીલની હાર થઈ છે.

Jasdan Election Result 2022 LIVE Updates : જસદણ વિધાનસભા બેઠક પર ભાજપના કુંવરજી બાવળિયાની જીત, કોંગ્રેસના ભોલાભાઈ ગોહીલની હાર
Jasdan Election Result 2022 LIVE Updates Image Credit source: TV9 GFX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 5:56 PM

ગુજરાતની જસદણ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live જસદણ વિધાનસભા બેઠક પર ભાજપના કુંવરજી બાવળિયાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ભોલાભાઈ ગોહીલની હાર થઈ છે. જસદણ બેઠક પર કોંગ્રેસે ભોલાભાઇ ભીખાભાઇ ગોહિલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. એફિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે તેમની ઉંમર 47 વર્ષ અને બીઆરએસની ડિગ્રી પ્રાપ્ત કરી છે, તેમને એફિડેવિટમાં 18,80,000 રૂપિયાની જંગમ મિલકત દર્શાવી છે. આ બેઠક પર ભાજપે કુંવરજીભાઇ બાવળીયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. બાવળીયાએ એફિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે B.Sc,B.Edનો અભ્યાસ દર્શાવ્યો છે. તેમની પાસે કુલ જંગમ મિલકત 72,47,816.26 રૂપિયા છે. આ બેઠક પર AAPના ઉમેદવાર તેજસભાઇ ભીખાભાઇ ગાજીપરા છે. તેમને એફિડેવિટમાં 38 વર્ષની ઉંમર અને એફ.વાય.બીકોમ સુધીનો અભ્યાસ જણાવ્યો છે. તેમની પાસે 16,20,771 રૂપિયા જંગમ મિલકત છે.

જસદણ વિધાનસભા ચૂંટણી 2022 પર વિવિધ પક્ષોના ઉમેદવાર

ભાજપ- કુંવરજીભાઇ બાવળીયા

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કોંગ્રેસ- ભોલાભાઇ ગોહિલ

આપ- તેજસભાઇ ગાજીપરા

વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરત બોઘરા અને કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાને ટિકિટ અપાઇ હતી. તેમાં કોંગ્રેસના કુંવરજી બાવળિયાની જીત થઈ હતી. જણાવી દઈએ કે, રાજકોટની જસદણ એક માત્ર બેઠક છે જેના પર કોંગ્રેસનો કબજો હતો. જે બાદ કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા અને તે બાદ થયેલી ચૂંટણીમાં વર્ષો બાદ ભાજપમાંથી કુંવરજી બાવળિયાની જીત થઈ હતી.

જસદણ બેઠક પર મતદારો

પુરુષ મતદારો- 1,32, 225

મહિલા મતદારો-1, 20, 421

અન્ય -0

કુલ મતદારો- 2,52,646

(જસદણ બેઠક) કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડયું ગાબડું

જસદણ બેઠકને આમ તો વર્ષોથી કોંગ્રેસનો કિલ્લો માનવામાં આવે છે. કારણ કે વર્ષ 1995થી 2017 સુધી અહીં સતત પંજાની પકડ રહી હતી. 1995ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીતી ગયા તો 2009માં કુંવરજી બાવળિયા રાજકોટ લોકસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યા અને ભાજપના દાયકાઓ જૂના ગઢના કાંગરા ખેરવી ભવ્ય વિજય મેળવ્યો હતો. 2012ની ચૂંટણીમાં ભોળાભાઇ ગોહિલ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જો કે 2014માં કુંવરજી બાવળિયા લોકસભા હારી જતા તેઓ ફરી વિધાનસભા લડશે તેવા ડરથી ભોળાભાઇએ કોંગ્રેસ છોડી દીધી હતી. કુંવરજીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકીટ મેળવી અને જસદણ વિધાનસભા જીતી ગયા હતા. પરંતુ વર્ષ 2018માં કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો.

2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">