Halol Election Result 2022 LIVE Updates: પંચમહાલની હાલોલ બેઠક પર ભાજપના જયદ્રથસિંહ પરમારની જીત

Halol MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: હાલોલ બેઠક પર ભાજપના જયદ્રથસિંહ પરમારની જીત થઈ છે. જેમા 28 હજારથી વધુ મતની બહુમતીથી જીત મેળવી છે.

Halol Election Result 2022 LIVE Updates: પંચમહાલની હાલોલ બેઠક પર ભાજપના જયદ્રથસિંહ પરમારની જીત
Halol Election Result 2022
Follow Us:
Mina Pandya
| Edited By: | Updated on: Dec 08, 2022 | 2:20 PM

Halol MLA Gujarat Vidhan Sabha Election Result 2022 Live Updates in Gujarati:  Gujarat Election Result પંચમહાલ જિલ્લાની હાલોલ બેઠક પર ભાજપના જયદ્રથસિંહ ચંદ્રસિંહ પમારની જીત થઈ છે. જેમા 28 હજારથી વધુ મતની બહુમતીથી જીત મેળવી છે.  તેમણે બી.કોમ., એલ.એલ.બી. અને ડી.એલ.પી. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની જંગમ મિલકત 1.21 કરોડ છે. જ્યારે કોંગ્રેસે અનિશ બારિયાને ટિકિટ આપી છે. તેમણે B.A. C.P.Ed. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 2,50,000 જંગમ મિલકત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ભરતકુમાર ઝલુભાઈ રાઠવાને ટિકિટ આપી છે. તેમણે S.Y.B.A. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 11,29,623 જંગમ મિલકત છે.

2017માં પણ હાલોલ બેઠક પર ભાજપે જીતી

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જયદ્રથસિંહજી પરમારે હાલોલ બેઠક પરથી જંગી જીત મેળવી હતી. તેમને 1,15,457 મત મળ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉદેસિંહ બારિયાને 57,034 મતોની લીડથી હરાવ્યા હતા. કોંગ્રેસના ઉદેસિંહને 58,423 મતથી સંતોષ માનવો પડ્યો હતો. જેને જોતા એવુ કહી શકાય કે ભાજપે કોંગ્રેસના ઉમેદવારને જંગી લીડ સાથે હરાવ્યા હતા. આ ચૂંટણીમાં નોટામાં 6,052 મત પડ્યા હતા. આપને જણાવી દઈએ કે 2017માં હાલોલ બેઠક પરથી ભાજપના જયદ્રથસિંહજી પરમારે સતત ચોથીવાર જીતનો પરચમ લહેરાવ્યો હતો.

2002થી હાલોલ બેઠક પર ભાજપનું એકચક્રી શાસન

પંચમહાલ જિલ્લાની હાલોલ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના જયદ્રથસિંહજી ની 93,854 મતોથી જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર 33,206 મતોથી હારી ગયા હતા. તેમને 60,648 મત મળ્યા હતા. 2007ની ચૂંટમીમાં પણ ભાજપના જયદ્રથસિંહજી પરમાર 56,472 મતોથી જીત્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉદેસિંહ બારિયા 16,189 મતોથી હાર્યા હતા. તેમને 40,283 મત મળ્યા હતા. 2002ની ચૂંટણીમાં જયદ્રથસિંહજી પ્રથમવાર ભાજપમાંથી હાલોલ બેઠક પરથી જીત્યા હતા તેમને 76,854 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉદેસિંહ બારિયાને માત્ર 27,798 મતથી સંતોષ માનવો પડ્યો હતો.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

શું છે હાલોલ બેઠકના જાતિગત સમીકરણ?

હાલોલ બેઠક પર કુલ 2,72, 741 મતદારો છે જેમાં પુરુષ ઉમેદવારો 1,41,413, જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 1,31,328 છે. જાતિવાદી સમીકરણની રીતે જોઈએ તો અહીં ઓબીસી 47%, એસ.સી 3%, પટેલ 5.5%, એસ.ટી 30%, વણિક 3.30%, રાજપૂત 2.8% અને અન્ય જ્ઞાતિ 0.6% છે. મુસ્લિમ 5 % અને જનરલ કેટેગરી 12 % છે.

જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ પુરુષ મતદારોની 6 લાખ 64 હજાર 766 સંખ્યા છે, જ્યારે અને મહિલા મતદારોની 6 લાખ 34 હજાર 390 સંખ્યા મળીને કુલ 12 લાખ 99 હજાર 165​​​​​​​ મતદારો છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">