Gujarat Election 2022 Exit Poll Results : TV9ના એક્ઝીટ પોલ મુજબ ગુજરાતમાં ફરી બની શકે છે ભાજપની સરકાર, સર્વે પ્રમાણે ભાજપને 125થી 130 બેઠકો અને  કૉંગ્રેસને માત્ર 40થી 50 બેઠકો મળે તેવું તારણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 6:13 AM

Gujarat Election Exit Poll Results 2022 Live Updates in Gujarati: ગુજરાત ચૂંટણીને લઈને Tv9ના એક્ઝીટ પોલમાં સૌથા મોટા આંકડા સામે આવ્યા છે જેમા ગુજરાતમાં ફરી એકવાર ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે અને ભાજપ 125થી 130 બેઠકો સાથે સરકાર બનાવશે

Gujarat Election 2022 Exit Poll Results : TV9ના એક્ઝીટ પોલ મુજબ ગુજરાતમાં ફરી બની શકે છે ભાજપની સરકાર, સર્વે પ્રમાણે ભાજપને 125થી 130 બેઠકો અને  કૉંગ્રેસને માત્ર 40થી 50 બેઠકો મળે તેવું તારણ
Gujarat Election 2022 Exit Poll Result

Gujarat election exit polls :ગુજરાતમાં 01 અને 05 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં 182 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. જેનું પરિણામ 08 ડિસેમ્બરના રોજ આવવાનું છે. તેવા સમયે આ પૂર્વે એક્ઝિટ પોલ આવશે. Gujarat Election 2022 exit polls:ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ સમાપ્ત થયુ છે. જ્યારે હવે એક્ઝિટ પોલના આંકડા સામે આવશે ત્યારે રાજ્યમા કોની સરકાર બનશે તે અંગે વલણ જોવા મળશે. Gujarat Assembly Elecition 2022 ગુજરાતના કોની સરકાર બની રહી છે. કોણ કોની પર ભારે પડે છે. કોને કયા ઝૉનના નુકશાન થઇ રહ્યું છે અને કોને કયા ઝોનમાં ફાયદો થઈ રહ્યો છે. શું ગુજરાતમાં ભાજપની આંધી ચાલશે કે કોંગ્રેસનો પ્રભાવ કે પછી આમ આદમી પાર્ટીનું ઝાડુ. Gujarat Election 2022 Voting Percentage આ તમામ બાબતો આ એક્ઝિટ પોલમાં જોવા મળશે.

ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠક પર ટકા મતદાન નોંધાયું , જેમાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા 9, મહેસાણા 7, ગાંધીનગર 5, સાબરકાંઠા 4, પાટણ 4, અરવલ્લીમાં 3 અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ 21, વડોદરા 10, આણંદ 7, ખેડા 6, પંચમહાલ 5, મહીસાગર 3, દાહોદ 6 અને છોટા ઉદેપુરમા 3 વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું. જેમાં સાંજે પાંચ વાગે સુધીમાં અંદાજે સરેરાશ 55 ટકા મતદાન નોંધાયું છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Dec 2022 09:40 PM (IST)

    ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલે ઉત્તર ગુજરાતની તમામ બેઠકો પર ભગવો લહેરાવાનો કર્યો દાવો

    ખેડબ્રહ્માથી ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલે ઉત્તર ગુજરાતની તમામ બેઠક પર કેસરિયો લહેરાવવાનો દાવો કર્યો. કોટવાલે કહ્યું કે PM મોદીએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલપદે આદિવાસીઓને બેસાડી ગૌરવ વધાર્યું છે. રાજ્ય સરકારમાં ચાર આદિવાસી પ્રધાન છે. ત્યારે આદિવાસીઓએ ભાજપને ભરપૂર સમર્થન આપ્યું છે.

  • 05 Dec 2022 09:11 PM (IST)

    Himachal Election Exit Poll Live: TV9ના એક્ઝીટ પોલ મુજબ હિમાચલપ્રદેશમાં 68માંથી ભાજપને 33 અને કોંગ્રેસને મળી શકે 31 બેઠક

    TV9 ભારતવર્ષના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને હિમાચલમાં 68માંથી 33 બેઠક મળી રહી છે. કોંગ્રેસને 31 બેઠક જ્યારે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થતા દેખાઈ રહ્યા છે જ્યારે અપક્ષના ખાતામાં 4 બેઠકો જાય તેવુ અનુમાન છે. જોકે એક્ઝિટ પોલ પરિણાણ પહેલાનું પૂર્વાનુમાન હોય છે. કાઉન્ટિંગના સમયે તેમાં મોટા ફેરાફર પણ જોવા મળી શકે છે

  • 05 Dec 2022 09:09 PM (IST)

    Himachal Pradesh Election Exit Poll Live: TV9ના એક્ઝીટ પોલ મુજબ હિમાચલમાં ભાજપને નુકસાન થતુ હોવાની શક્યતા, કોંગ્રેસ ફાયદામાં

    Tv9ના એક્ઝીટ પોલ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી રહી છે. હિમાચલમાં ભાજપ સરકાર બનાવતી હોવાનું દેખાઈ રહ્યુ છે જ્યારે કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી છે તો આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. જો કે એક્ઝીટ પોલ મુજબ સીટોમાં ભાજપને મોટુ નુકસાન થતુ દેખાઈ રહ્યુ છે. જ્યારે કોંગ્રેસ ફાયદામાં દેખાઈ રહી છે.

  • 05 Dec 2022 08:57 PM (IST)

    Gujarat Election 2022 Exit Poll Live: Tv9ના એક્ઝીટ પોલ મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં ભાજપને 33થી 37 બેઠકો મળવાની શક્યતા

    એક્ઝીટ પોલ પ્રમાાણે સૌરાષ્ટ્રમાં ભાજપ બાજી મારી શકે છે.સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો પૈકી ભાજપને 33થી 37 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસને 14થી 18 બેઠકો મળી શકે છે. આમ આદમી પાર્ટીને 1થી3 બેઠક મળવાની સંભાવના છએ. જ્યારે અન્યના ફાળે એક બેઠક આવી શકે છે. ગત ચૂંટણીમાં કોગ્રેસે સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો હતો. જો કે પછી કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પાર્ટી છોડી અને ભાજપમાં ભળી જતા ભાજપે હારેલી બાજી જીતમાં ફેરવી દીધી હતી.

  • 05 Dec 2022 08:16 PM (IST)

    Gujarat Election 2022 Exit Poll Live: દક્ષિણ ગુજરાતમાં ભાજપને મળી શકે છે 28થી32 બેઠક

    Tv9ના એક્ઝીટ પોલ મુજબ દક્ષિણ ગુજરાતમાં ભાજપને 28થી 32 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને માત્ર 2થી 4 બેઠકો મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીને 1થી3 બેઠકો મળી શકે છે. 2017માં ભાજપને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ બેઠકો મેળવી હતી અને 2022માં ભાજપનો દબદો દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ઘણી આશા હતી જો કે આ આશઆ પર પાણી ફરી શકે છે.

    .

  • 05 Dec 2022 08:06 PM (IST)

    Gujarat Election 2022 Exit Poll LIVE: TV9 એક્ઝીટ પોલ મુજબ મધ્યગુજરાતની 61 સીટ પૈકી ભાજપને 42થી44 સીટો મળવાની શક્યતા

    TV9ના એક્ઝીટ પોલ મુજબ  મધ્ય ગુજરાતની  કુલ 61 બેઠકો પૈકી 42થી 44 ટકા મતદારોએ ભાજપ તરફી વલણ બતાવ્યુ છે. જ્યારે કોંગ્રેસને ફાળે 14થી 18 સીટો મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં સર્વે મુજૂ આમ આદમી પાર્ટીનો કોઈ દમ જોવા નથી મળતો. જ્યારે અપક્ષ કે અન્યને ફાળે 1થી3 સીટ આવી શકે છએ વડોદરા, છોટાઉદેપુર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાનો મધ્ય  ગુજરાતમાં સમાવેશ થાય છે.

  • 05 Dec 2022 07:56 PM (IST)

    Gujarat Election 2022 Exit poll: TV9ના એક્ઝીટ પોલ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં ભાજપને 18 થી 22 બેઠકો મળી શકે

    TV9ના એક્ઝીટ પોલ પ્રમાણે ઉત્તરગુજરાતની 32 સીટ પૈકી ભાજપને 18થી 22 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ભાગે 8થી12 બેઠકો મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી ઉત્તર ગુજરાતમાં ખાતુ પણ નહીં ખોલાવી શકે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓમાંથી ભાજપને પ્રાથમિક સર્વેમાં બહુમતી મળતી દેખાઈ રહી છે. ગામડાઓમાં આ વખતે શહેરની સરખામણીએ મતદાન ઉંચુ રહ્યુ છે, જેનો ફાયદો ભાજપને મળતો જણાઈ રહ્યો છે.

  • 05 Dec 2022 07:16 PM (IST)

    Gujarat Election 2022 Exit Poll Live: TV9ના એક્ઝીટ પોલના તારણ મુજબ ભાજપ આ ચૂંટણીમાં જૂના રેકોર્ડ તોડે તેવી શક્યતા

    TV9ના એક્ઝીટ પોલના દાવા પ્રમાણે ભાજપ આ ચૂંટણીમાં પોતાના જૂના રેકોર્ડ તોડી શકે છે. 2002ની ચૂંટણીમાં ભાજપને 127 બેઠક મળી હતી. ત્યારે એગ્ઝિટ પોલ પ્રમાણે આ ચૂંટણીમાં ભાજપને મળી શકે છે 47 ટકા મત. જ્યારે કોંગ્રેસને મળી શકે છે 35 ટકા મત. તો આમ આદમી પાર્ટી 12 ટકા મત મેળવવામાં સફળ થઇ શકે છે. જ્યારે અન્ય પક્ષોને 6 ટકા મત મળી શકે છે. એટલે 2017 પ્રમાણે ભાજપના 2 ટકા મત ઘટી રહ્યા છે. પરંતુ બેઠક 30 વધી શકે છે. એટલે AAPની એન્ટ્રી ભાજપને સફળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને લાગી શકે છે જોરદાર ફટકો.

  • 05 Dec 2022 07:07 PM (IST)

    Gujarat Election 2022 Exit Poll Live: Tv9 ના એક્ઝીટ પોલ મુજબ મોદી ફેક્ટરને 45.5 ટકા મત મળ્યા

    Tv9ના એક્ઝીટ પોલ મુજબ મોદી ફેક્ટરને 45.5 ટકા મત, ગુજરાત મોડલને 19.4 ટકા, કેજરીવાલની ફ્રી ની યોજનાને 7.2 ટકા અને મોંઘવારી, બેરોજગારી મુદ્દે 27.9 ટકા વોટ મળ્યા છે.

  • 05 Dec 2022 07:04 PM (IST)

    Gujarat Election 2022 Exit Poll Live: Tv9ના એક્ઝીટ પોલ મુજબ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે પ્રથમ પસંદ

    ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ પ્રથમ પસંદગી છે. 68 ટકા લોકો ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે પસંદ કરે છે. તો 16.2 ટકા લોકો કોંગ્રેસના પરેશ ધાનાણીને પસંદ કરે છે જ્યારે 15.4 ટકા લોકો ઈસુદાન ગઢવીને પસંદ કરે છે.

  • 05 Dec 2022 07:01 PM (IST)

    Gujarat Election 2022 Exit Poll Live: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ

    Tv9ના એક્ઝીટ પોલ મુજબ  ગુજરાતમાં ભાજપને ગત ચૂંટણી કરતા ઓછા મત મળ્યા છે. તો બીજી તરફ એક્ઝીટ પોલમાં ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ પ્રથમ પસંદગી છે, 68 ટકા લોકો સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલને પસંદ કરે છે.

  • 05 Dec 2022 06:50 PM (IST)

    Gujarat Election 2022 Exit Poll Live: ગુજરાતમાં કોંગ્રેસને આ ચૂંટણીમાં પડી શકે છે મોટો ફટકો

    TV9ના એગ્ઝિટ પોલમાં સામે મોટા આંકડા સામે આવ્યા છે. જેમા ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બની શકે છે. ગુજરાતમાં ફરી ભાજપ સત્તાનું પુનરાવર્તન કરી 27 વર્ષનું શાસન યથાવત રાખી શકે છે. ટીવીનાઈનના સર્વે પ્રમાણે ભાજપને  સ્પષ્ટ બહુમતી મળી શકે છે. સર્વે પ્રમાણે ભાજપને 125થી 130 બેઠકો મળી રહી છે, ભાજપ 125થી 130 બેઠકો સાથે ફરી સરકાર બનાવી શકે છે, TV9ના એગ્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસને આ ચૂંટણીમાં ફરી મોટો ફટકો પડી શકે છે. કોંગ્રેસને 2017 કરતાં પણ ઓછી બેઠકો મળી શકે છે. કોંગ્રેસને માત્ર 40થી 50 બેઠકો મળે તેવું તારણ આવ્યુ છે. TV9ના એગ્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટી  સારું પ્રદર્શન નહીં કરી શકે, આમ આદમી પાર્ટીને માત્ર 3થી5 બેઠકો મળી શકે છે. સર્વે પ્રમાણે ચારમાંથી બે ઝોનમાં AAP  ખાતું પણ નહીં ખોલાવી શકે. આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં પણ AAPના દાવા પોકળ સાબિત થઈ શકે છે. 3થી 7 બેઠકો અન્યના ફાળે જઈ શકે છે

  • 05 Dec 2022 06:42 PM (IST)

    Gujarat Election 2022 Exit Poll Live: Tv9ના એક્ઝીટ પોલમાં ભાજપને મળી શકે છે સ્પષ્ટ બહુમતી

    ગુજરાત ઈલેક્શન એક્ઝીટ પોલ 2022: Tv9ના એક્ઝીટ પોલમાં ભાજપને મળી શકે છે સ્પષ્ટ બહુમતી

    ભાજપને 125 થી 130 બેઠકો

    કોંગ્રેસને 40થી 50 બેઠકો

    આમ આદમી પાર્ટીને 3 થી 5 બેઠકો

    અન્યોને 3થી 7 બેઠકો મળશે

  • 05 Dec 2022 06:38 PM (IST)

    Gujarat Election 2022: એક્ઝીટ પોલ મુજબ ભાજપ ફરી ગુજરાતમાં સરકાર બનાવશે

    Tv9ના એક્ઝીટ પોલ મુજબ  ભાજપને 47 ટકા  કોંગ્રેસ 35 ટકા  આપ 12 ટકા અધર્સ 6 ટકા  સીટો મળશે. જેમા ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે ફરી એકવાર સરકાર બનાવશે.  ગુજરાતમાં ભાજપને 45  વોટ શેર મળશે. 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ ફરી સત્તાનુ સુકાન સંભાળશે

  • 05 Dec 2022 06:32 PM (IST)

    Gujarat Election 2022 Exit Poll Live: એક્ઝીટ પોલ મુજબ ભાજપને મળી શકે 125થી 130 બેઠક

    ગુજરાતમાં ફરી એકવાર ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. એક્ઝીટ પોલ મુજબ 125 થી 130 બેઠકો મળવાનુ અનુમાન છે.

  • 05 Dec 2022 06:30 PM (IST)

    Gujarat Election 2022 Exit Poll Live: ગુજરાતમાં ફરી બની શકે છે ભાજપની સરકાર 

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં એક્ઝિટ પોલ  મુજબ ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનશે. 27 વર્ષનું ભાજપનું શાસન ગુજરાતમાં એક્ઝિટ પોલ યથાવત બતાવી રહી છે. ભાજપને 125થૂી 130 બેઠકો મળી શકે છે.

Published On - Dec 05,2022 6:26 PM

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">