AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ચાર જનસભા ગજવશે કેજરીવાલ

આ પહેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 01 અને 02 ઓક્ટોમ્બરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન તેણે ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા , સુરેન્દ્રનગર સહિત ચાર જનસભાને સંબોધિત કરી હતી.

Gujarat Election 2022 : અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ચાર જનસભા ગજવશે કેજરીવાલ
Arvind kejriwal gujarat visit
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 7:17 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election) પડઘમ વાગી ચૂક્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ જીત હાંસલ કરવા એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીની (AAM Admi Party) એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ જામશે. દિલ્હી અને પંજાબમાં સત્તાના શિખર સર કરનાર AAP ની નજર હવે ગુજરાતમાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) ગુજરાત મુલાકાત વધી રહી છે. વાયદાઓની વણઝાર વચ્ચે આજે ફરી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (CM Bhagwant Man) આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે.

મંત્રીના ધર્માંતરણ વિવાદ વચ્ચે કેજરીવાલ ગુજરાતમાં

ગુજરાતમાં વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જનસભાને સંબોધિત કરશે.  બીજી તરફ દિલ્લી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે હિન્દુ દેવી-દેવતાઓને ન માનવાના શપથ વચ્ચે અરવિંદ કજેરીવાલ આજે ગુજરાત મુલાકાતે (Arvind Kejriwal Gujarat Visit)  છે,ત્યારે તેણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો આ મહિનાની આ બીજી મુલાકાત છે. આ પહેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 01 અને 02 ઓક્ટોમ્બરે ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન તેણે ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા , સુરેન્દ્રનગર સહિત ચાર જનસભાને સંબોધિત કરી હતી.

રાજકીય ઈતિહાસમાં આમ આદમી પાર્ટીએ નવો ચિલો ચાતર્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજુ ઘણા મહિનાઓની વાર હતી, ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકીય ઈતિહાસમાં નવો ચિલો ચાતરીને સૌ પ્રથમ ઉમેદવારની યાદી જાહેર કરી હતી. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આપના ઉમેદવારોની(Candidate List) ચોથી યાદી જાહેર કરી. જેમાં 12 ઉમેદવારોના નામ સામેલ છે. આમ આદમી પાર્ટીએ રાજ્યમાં વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેઅત્યાર સુધી 29 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. તેણે અત્યાર સુધી તાજેતરની યાદી સાથે 41 ઉમેદવારોની જાહેરાત કરી છે.

g clip-path="url(#clip0_868_265)">