AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : અરવિંદ કેજરીવાલ 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે, વિવિધ જનસભાને કરશે સંબોધન

તાજેતરમાં જ આપના  (AAP ) સંયોજક તથા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  (Arvind kejriwal) તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન  (Bhagwant Maan)  2 ઓકટોબરના રોજ ગુજરાતની  મુલાકાતે આવ્યા હતા અને તેઓ ફરીથી 8 તારીખના રોજ ગુજરાત પ્રવાસે આવશે.

Gujarat Election 2022 : અરવિંદ કેજરીવાલ 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે, વિવિધ જનસભાને કરશે સંબોધન
ગુજરાત પ્રવાસે આવશે આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 12:54 PM
Share

ગુજરાતમાં  વિધાનસભા ચૂંટણી  (Gujarat vidhansabha Election 2022) નજીક આવી રહી છે તેમ તેમ  વિવિધ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે  ત્યારે આમ આદમી પાર્ટીના  રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ  8 ઓક્ટોબર તેમજ 9 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવશે.  આ બે દિવસ દરમિયાન અરવિંદ કેજરીવાલ ઘણી જનસભાને  સંબોધિત કરશે. તાજેતરમાં જ આપના  (AAP ) સંયોજક તથા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  (Arvind kejriwal) તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન  (Bhagwant Maan)  2 ઓકટોબરના રોજ ગુજરાતની  મુલાકાતે આવ્યા હતા  તે સમયે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી હતી તેમજ તેઓ તેઓ રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં સામેલ થયા હતા અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન એક કાર્યક્રમમાં સ્ટેજ પર ગરબે પણ ઘૂમ્યા હતા.

ગત પ્રવાસમાં કેજરીવાલે  ગૌશાળા માટે સહાયની કરી હતી જાહેરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા અરવિંદ કેજરીવાલે વધુ એક ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. આ વખતે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગાય દીઠ રોજના 40 રૂપિયા આપશે.

જરાતમાં ચૂંટણીના  પડઘમ  વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી  (AAP) ગુજરાતમાં પોતાનું સ્થાન મજબૂત કરવા વિવિધ જાહેરાત કરી રહી છે. ત્યારે ગત રોજ ગુજરાત મુલાકાતે આવેલા આપના સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે  (Arvind kejriwal) વધુ એક જાહેરાત કરી હતી અને તેમાં પાંજરાપોળના સંચાલકોને રાહત આપવાનું વચન આપ્યું હતું.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા અરવિંદ કેજરીવાલે વધુ એક ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. આ વખતે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગાય દીઠ રોજના 40 રૂપિયા આપશે. આ સહાય પાંજરાપોળમાં રહેતી, ગૌશાળામાં રહેતી અને રસ્તા પર રખડતી ગાયો માટે આપવામાં આવશે. સાથે જ તેમણે જાહેરાત કરી કે દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવાશે અને ગાય માટે જે પણ પગલાં લેવાના થશે તે લેવામાં આવશે. તેમણે કહ્યું કે- દિલ્લીમાં ગાય માટે રોજના 40 રૂપિયા અપાય છે જેમાં 20 રૂપિયા દિલ્લી સરકાર અને 20 રૂપિયા નગરનિગમ આપે છે. મહત્વનું છે કે કેજરીવાલ આ પહેલા મફત વીજળી અને મફત શિક્ષણ સહિત ઘણી જાહેરાતો કરી ચૂક્યા છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">