Gujarat Election 2022 : ગુજરાત AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ, વડાપ્રધાનના માતા હીરા બા અંગે કરી આપત્તિજનક ટીપ્પણી

હજી એક વિવાદિત વીડિયોમાંથી છૂટકારો નથી મળ્યો ત્યાં ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાનના માતા  હીરા બાને ટાર્ગેટ કરીને આપત્તિજનક ટીપ્પણી કરી રહ્યા છે.

Gujarat Election 2022 : ગુજરાત AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ, વડાપ્રધાનના માતા હીરા બા અંગે કરી આપત્તિજનક ટીપ્પણી
ગોપાલ ઈટાલિયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 7:54 AM

રાજયમાં ચૂંટણી  (Gujarat Election 2022) ઉંબરે આવીને ઉભી છેે ત્યારે આ વખતે ભાજપ (BJP) અને આપ (AAP) વચ્ચે વાક પ્રહારોથી માંડીને વાયરલ વીડિયો અંગે આક્ષેપ પ્રતિઆક્ષેપની  રાજનીતિ વધારે પ્રબળ બની છે અને  ભાજપ  તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ સતત ઉગ્ર બની રહ્યું છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પોતાના જૂના નિવેદનોના કારણે ચારે તરફથી ઘેરાઈ ચૂક્યા છે.  ઉલ્લેખનીય છે કે દિલ્લીથી ગોપાલ ઇટાલિયા આજે સીધા રાજકોટ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી ખોડલધામ દર્શન કરવા માટે જશે.

વડાપ્રધાનના માતા હીરા બા અંગે ટીપ્પણી કરતો વીડિયો વાયરલ

હજી એક વિવાદિત વીડિયોમાંથી છૂટકારો નથી મળ્યો ત્યાં ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાનના માતા  હીરા બાને ટાર્ગેટ કરીને આપત્તિજનક ટીપ્પણી કરી રહ્યા છે. ભાજપ  ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો શોધી-શોધીને વાયરલ કરી રહ્યું છે અને આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીને જવાબ આપવો ભારે પડી ગયો છે. ભાજપે વીડિયોના આધારે AAP અને ગોપાલ ઈટાલિયાની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે અને આવા વિવિધ આરોપના ચક્રવ્યૂહમાં ઘેરાયેલી આમ આદમી પાર્ટીએ સમગ્ર વિવાદને પાટીદાર સાથે જોડી, મામલાને નવો રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાનો મહિલાઓને સંબોધીને સલાહો આપતો વિવાદિત વીડિયો વાયરલ થયો હતો આ અંગેની ચર્ચા શમવાનું નામ નથી લેતી ત્યાં ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ વડાપ્રધાનના માતા હીરા બાને ટાર્ગેટ કરીને ટીપ્પણી કરતો હોય તેવો વીડિયો પણ વાયરલ થયો છે.

શું હતું મહિલા સંબંધિત વીડિયોમાં ?

2018ના વાયરલ વીડિયોમાં ઇટાલિયા મહિલાઓને સલાહ આપતા સાંભળવા મળી રહ્યા છે. વીડિયોમાં ઇટાલિયા જણાવી રહ્યા છે કે જો મહિલાઓએ સમાન અધિકાર જોઇતો હોય તો, મંદિરો કે કથાવચનોમાં નાચવાને બદલે પુસ્તકો વાંચવા જોઇ

ગત રોજ આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં અટકાયત બાદ છુટકારો થયો હતો. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વાંધાજનક શબ્દપ્રયોગથી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયાનું કહી NCWએ ઈટાલિયા સામે નોટિસ કાઢી હતી. ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા NCWની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચતા અટકાયત કરી હતી. છુટકારા બાદ ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ કહ્યુ હતું કે, મારો પક્ષ રાખવા અહીં આવ્યો હતો અને મારી અટકાયત કરી લીધી, વારંવાર મને ટાર્ગેટ કરવામાં આવે છે, આખો દિવસ મને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો, મારો ગુનો શું છે ? હું પાટીદાર યુવાન છું અને BJP પાર્ટી પાટીદારોને નફરત કરે છે” આ બીજી તરફ કેજરીવાલે પણ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતના લોકોના ભારે દબાણથી ગોપાલ ઈટાલિયાને છોડવા પડ્યા, આ ગુજરાતના લોકોની જીત છે.

g clip-path="url(#clip0_868_265)">