AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો અટકાયત બાદ છૂટકારો, પીએમ વિરુદ્ધ ટિપ્પણીને લઈને NCWએ મોકલી હતી નોટિસ

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો અટકાયત બાદ છૂટકારો, પીએમ વિરુદ્ધ ટિપ્પણીને લઈને NCWએ મોકલી હતી નોટિસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 8:00 PM
Share

Delhi: AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો અટકાયત બાદ છૂટકારો થયો છે. દિલ્હી પોલીસે ઈટાલિયાની ધરપકડ કરી હતી. ઈટાલિયાનો પીએમ મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરતો વીડિયો વાયરલ થતા NCBએ ઈટાલિયાને નોટિસ ફટકારી હાજર થવા જણાવ્યુ હતુ.

આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં અટકાયત બાદ છુટકારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વાંધાજનક શબ્દપ્રયોગથી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયાનું કહી NCWએ ઈટાલિયા સામે નોટિસ કાઢી હતી. ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા NCWની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચતા અટકાયત કરી હતી. છુટકારા બાદ ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ કહ્યુ હતું કે, મારો પક્ષ રાખવા અહીં આવ્યો હતો અને મારી અટકાયત કરી લીધી, વારંવાર મને ટાર્ગેટ કરવામાં આવે છે, આખો દિવસ મને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો, મારો ગુનો શું છે ? હું પાટીદાર યુવાન છું અને BJP પાર્ટી પાટીદારોને નફરત કરે છે” આ બીજી તરફ કેજરીવાલે પણ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતના લોકોના ભારે દબાણથી ગોપાલ ઈટાલિયાને છોડવા પડ્યા, આ ગુજરાતના લોકોની જીત છે.

 


ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી આરોપ લગાવ્યો કે NCWના પ્રમુખ જેલમાં નાખવાની ધમકી આપી રહ્યા છે. તેમણે વધુ એકવાર મોદી સરકાર સામે પટેલ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો.


ગોપાલ ઈટાલિયાના જવાબોમાં વિરોધાભાસ: NCW

તો બીજી તરફ ગોપાલ ઈટાલિયાના નિવેદનોમાં વિરોધાભાસ હોવાનું રાષ્ટ્રીય મહિલા પંચે જણાવ્યું હતું. પહેલા કોઈ પણ પ્રકારનું સમન્સ મળવાનો ઈનકાર કરનારા ગોપાલ ઈટાલિયા પાસે સમગ્ર મુદ્દે જવાબ પહેલાથી જ તૈયાર હતો. તો અગાઉ વીડિયોમાં પોતે ન હોવાનું ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું. જો કે NCW સમક્ષ ગોપાલ ઈટાલિયાએ પોતે જ વીડિયો ટ્વીટ કર્યાનો સ્વીકાર કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">