Gujarat Election 2022 : બીજા તબક્કામાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ મતદાન, જાણો કઇ બેઠક પર કેટલુ મતદાન નોંધાયુ

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠક માટેની ચૂંટણી 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. 5 ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું અને અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરની કુલ 21 બેઠકો પરના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. મતદાન સાંજે 5 વાગે પૂર્ણ થયું ત્યાં સુધી અમદાવાદ જિલ્લામાં કુલ 58.32 ટકા નોંધાયું.

Gujarat Election 2022 : બીજા તબક્કામાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ મતદાન, જાણો કઇ બેઠક પર કેટલુ મતદાન નોંધાયુ
બીજા તબક્કામાં અમદાવાદમાં મતદાનImage Credit source: પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 7:41 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. મતદાન બાદ હવે ગુજરાતની જનતાની નજર 8 ડિસેમ્બરે આવનારા પરિણામ પર છે.  પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 93 બેઠક પર 64.39 ટકાથી વધુ મતદાન થયું છે.  અમદાવાદ સહિત રાજ્યની બીજા તબક્કાની 93 બેઠકની 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું અને અમદાવાદ જિલ્લા અને શહેરની 21 બેઠકો પરના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. 5 વાગ્યા સુધી અમદાવાદ જિલ્લામાં કુલ 58.32 ટકા નોંધાયું. જેમાં સૌથી વધુ 68.22 ટકા મતદાન સાણંદમાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું નરોડામાં 52.29 ટકા મતદાન નોંધાયું છે.

કઇ બેઠક પર કેટલુ મતદાન ?

  • અમરાઈવાડી – 53.44 %
  • અસારવા – 56.59 %
  • બાપુનગર – 57.21 %
  • દાણીલીમડા – 56.00 %
  • દરિયાપુર – 58.01 %
  • દસક્રોઈ – 64.44 %
  • ધંધુકા – 59.92 %
  • ધોળકા – 66.57 %
  • એલિસબ્રિજ – 54.66 %
  • ઘાટલોડિયા – 59.62 %
  • જમાલપુર-ખાડિયા – 58.29%
  • મણીનગર – 55.35 %
  • નારણપુરા – 56.53 %
  • નરોડા – 52.29 %
  • નિકોલ – 58.00 %
  • સાબરમતી – 55.71 %
  • સાણંદ – 68.22 %
  • ઠક્કરબાપાનગર – 54.69%
  • વટવા – 55.31 %
  • વેજલપુર – 57.55 %
  • વિરમગામ – 63.95 %

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદમાં જ મતદાન કર્યુ હતુ. વડાપ્રધાને સવારે અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ હતુ.જ્યાં હાજર લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મતદાન કરવા માટે ચુસ્ત સુરક્ષા વચ્ચે પીએમ મોદી કતારમાં ઉભા રહ્યા હતા. વારો આવતાં જ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેઓ સ્કૂલામાંથી બહાર નીકળ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ. આ સિવાય પણ અમદાવાદમાં ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ અમદાવાદમાં મતદાન કર્યુ હતુ.

અમદાવાદની 21 બેઠક પર મતદાનોને આકર્ષવા વડાપ્રધાન મોદીએ બે દિવસ રોડ શો કર્યા હતા. તેમ છતા અમદાવાદમાં પ્રમાણમાં મતદાન ઓછુ નોંધાયુ છે. ત્યારે હવે ત્રણેય પક્ષોના ફાળે કેટલા મત આવ્યા છે તે 8 ડિસેમ્બરના રોજ જાણવા મળશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
g clip-path="url(#clip0_868_265)">