AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: ચૂંટણી પહેલા વાયદા બજાર ગરમ, કોંગ્રેસે માછીમારોને આકર્ષવા માટે કરી લોભામણી જાહેરાતો

રાજ્યના માછીમારો માટે સંકલ્પ પત્ર જાહેર કરતા અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhvadhiya) જણાવ્યું કે હાલના 40 હજાર બોટ માટે લાંગરવા માટેના બંદરો, પ્રોસેસિંગ યુનિટો બધું જ કોંગ્રેસે શરૂ કરેલું છે. કોંગ્રેસે શરૂ કરેલી માછીમારોની રાહત યોજનાઓ ભાજપે બંધ કરી હતી તે કોંગ્રેસની નવી સરકારમાં પુનઃ શરૂ કરાશે.

Gujarat Election 2022: ચૂંટણી પહેલા વાયદા બજાર ગરમ, કોંગ્રેસે માછીમારોને આકર્ષવા માટે કરી લોભામણી જાહેરાતો
કોગ્રેસે માછીમારો માટે જાહેર કર્યાં વાયદા
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 17, 2022 | 7:59 AM
Share

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly elections 2022) પહેલા વાયદાઓનો વેપાર ચરમસીમા પર પહોંચ્યો છે. ખેડૂત, યુવાઓ, મહિલાઓને વાયદાઓ આપ્યા બાદ હવે કોંગ્રેસે (Congress) રાજ્યના માછીમારોને વાયદો આપ્યો છે. જો કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર પરિવારોને 3 લાખ રૂપિયા અને જેટલા દિવસ જેલમાં રહે એટલે દિવસના રોજના 400 રૂપિયા સહાય અને બોટ માલિકોને વાર્ષિક 36 હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ આપવાની જાહેરાત કરી હતી.

રાજ્યના માછીમારો માટે સંકલ્પ પત્ર જાહેર કરતા અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhvadhiya) જણાવ્યું કે હાલના 40 હજાર બોટ માટે લાંગરવા માટેના બંદરો, પ્રોસેસિંગ યુનિટો બધું જ કોંગ્રેસે શરૂ કરેલું છે. કોંગ્રેસે શરૂ કરેલી માછીમારોની રાહત યોજનાઓ ભાજપે બંધ કરી હતી તે કોંગ્રેસની નવી સરકારમાં પુનઃ શરૂ કરાશે. ભાજપ સરકારમાં માછીમારોનો અધિકાર વેચી ઉદ્યોગકારોને આપવામાં આવ્યો.

આમ આદમી પાર્ટી(AAP) બાદ કોંગ્રેસ પણ રાજ્યના નાગરિકોને એક બાદ એક રેવડી વહેંચતુ જોવા મળી રહ્યું છે. અગાઉ ખેડૂતોની દેવા માફી, 500માં ગેસ બોટલ, 10 લાખ નોકરીઓના વાયદા બાદ હવે કોંગ્રેસે રાજ્યના માછીમાર મતદારો માટે સંકલ્પપત્ર હેઠળ જાહેરાતો કરી. રાજ્યના 1600 કિલોમીટર દરિયા કિનારા વિસ્તાર અને 32 વિધાનસભા બેઠક પર માછીમાર મતદારો પ્રભુત્વમાં છે ત્યારે દરિયાખેડુ માટે 27 વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારે આપેલ યોજનાઓ પુનઃ શરૂ કરવા ઉપરાંત નવી યોજનાઓ આપવાનું વચન આપ્યું હતું.

માછીમારો માટે  કોંગ્રેસે આપ્યા ઢગલાબંધ વાયદા

  1. બોટ માલિકોને વાર્ષિક 36 હજાર લીટર સેલ્સટેક્ષ મુક્ત ડીઝલ જ્યારે નાની ફાઈબરબોટ – પીલાણાને કેરોસીનને બદલે પેટ્રોલ વાપરવાની મંજુરી અને વાર્ષિક 4000 લીટર સેલ્સટેક્ષ મુક્ત પેટ્રોલ તથા જૂની પેન્ડિંગ સબ્સિડીઓની ચુકવણી.
  2. પાકિસ્તાનના કબજામાં રહેલી બોટના માલિકોને નવી બોટ બાંધવા માટે 50 લાખનું આર્થિક પેકેજ, પરિવારને ત્રણ લાખનું પેકેજ અને જ્યાં સુધી પાકિસ્તાનના કબજામાં રહે ત્યાં સુધી રોજના 400 ની કુટુંબીજનોને સહાય, જેલ માં મૃત્યુ પામતા માચ્છીમારોને 10 લાખની સહાયનું પણ વચન.
  3. 2004 થી બંધ થયેલી સહકારી ધોરણે બોટ બાંધવાની NCDC ની સહાય યોજના શરુ કરાવાશે.
  4. પરંપરાગત રીતે માછીમારી કરતા સમુદાયો/સમાજ માટે જીંગા ઉછેર ફાર્મ માટે જમીન ફાળવવામાં અગ્રતા.
  5. નવા માછીમાર બંદરો અને વર્તમાન માછીમાર બંદરોની ક્ષમતામાં વધારો કરવાની યોજના.
  6. દરિયામાં ઔદ્યોગિક પ્રદુષિત કચરો / પ્રદુષિત પ્રવાહી છોડવા ઉપર પ્રતિબંધ લાવતો કાયદો વિધાનસભામાં પ્રસાર કરશે.
  7. માછીમાર બંદરો ઉપર બોટ માલિકો માટે ગોડાઉન, વર્કશોપ માટે વિશાળ માછીમાર વ્યાપાર ઝોનની રચના અને સમુદ્રી તોફાનોમાં માચ્છીમાર વ્યવસાયમાં થતાં નુકસાન તથા બોટના નુકસાન સામે વળતર ની જોગવાઈ.
  8. માછીમાર ઉત્પાદનમાં વેલ્યુ એડીશન – મૂલ્ય વર્ધન માટે પ્રોસેસિંગ પ્લાન્ટોને અદ્યતન બનાવવા અને નવા પ્રોસેસિંગ પ્લાન્ટો સ્થાપવા આર્થિક સહાય.
  9. મચ્છીનો પૂરતો ભાવ મળે અને શોષણ ના થાય તે માટે પોતાની મચ્છીનો સંગ્રહ અને પ્રોસેસ કરી શકે તે માટે સહકારી અને વ્યક્તિગત ધોરણે કોલ્ડ સ્ટોરેજ મારે આર્થિક સહાય.
  10. ગુજરાત મેરીટાઈન બોર્ડની તર્જ પર માચ્છીમારો અને નિષ્ણાંતોનું પ્રતિનિધિત્વ ધરાવતા ‘માચ્છીમાર વિકાસ બોર્ડ’ની રચના કરવામાં આવશે.

માછીમાર વસાહતો – માછીમાર આવાસ યોજના

માછીમારોની વસ્તી ધરાવતા દરેક ગામ/શહેરમાં દરેક માછીમારને ઘરનું ઘર મળી રહે તે માટે માછીમારો માટેની અલગ વસાહતો.

માછીમારોના બાળકો માટે શિષ્યવૃત્તિઓ

જામનગર, પોરબંદર, સલાયા, વેરાવળ, માંગરોળ, માંડવી વગેરે બંદરો ઉપર દેશી વહાણ બાંધવાના યાર્ડોને આધુનિક બનાવાશે.

g clip-path="url(#clip0_868_265)">