Gujarat Assembly Election 2022 : યુથ કોંગ્રેસ યોજશે 27 જિલ્લાઓમાં ‘યુવા પરિવર્તન યાત્રા’, અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઇગામની યાત્રા

Gujarat Assembly Election 2022 : ગુજરાતના યુવા મતદારોને કોંગ્રેસ તરફ ખેંચવા ગુજરાત યુથ કોંગ્રેસ 27 જિલ્લાઓને સમાવતી યાત્રા યોજશે. 'યુવા પરિવર્તન યાત્રા' અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઈગામ એમ બે તબક્કામાં યોજાશે.

Gujarat Assembly Election 2022 : યુથ કોંગ્રેસ યોજશે 27 જિલ્લાઓમાં 'યુવા પરિવર્તન યાત્રા', અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઇગામની યાત્રા
Gujarat Congress Yuva Parivartan Rally
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 16, 2022 | 7:50 PM

Gujarat Assembly Election 2022 : ગુજરાતના યુવા મતદારોને કોંગ્રેસ(Congress)  તરફ ખેંચવા ગુજરાત યુથ કોંગ્રેસ 27 જિલ્લાઓમાં યાત્રા યોજશે. ‘યુવા પરિવર્તન યાત્રા’ (Yuva Parivartan Yatra)  અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઈગામ એમ બે તબક્કામાં યોજાશે. 22 સપ્ટેમ્બરે અંબાજી માં દર્શન સાથે યાત્રાની શરૂઆત થશે. યુવાઓને પ્રશ્નો અને કોંગ્રેસની સરકાર બનશે તો 10 લાખ નોકરી અને બેરોજગારી ભથ્થાની વાત લઈ યાત્રા 2100 કિલોમીટર ફરશે. જેમાં રાજ્યમાં ફિક્સ વેતન, ટાટ-ટેટ, એલ આર ડી, સહિતના અનેક આંદોલનો ચાલી રહ્યા છે કે જે સીધી રીતે યુવાઓને અસર કરે છે. સરકારની નીતિઓથી નારાજ યુવાઓને કોંગ્રેસ પક્ષ સાથે જોડવા યુથ કોંગ્રેસ રાજ્યના 27 જિલ્લાઓને સમાવતી ‘યુવા પરિવર્તન યાત્રા’ શરૂ કરશે. આગામી 22 સપ્ટેમ્બરથી અંબાજી માના દર્શન કરી અંબાજીથી ઉમરગામ યાત્રાની શરૂઆત કરાશે. જ્યારે બીજા તબક્કામાં દશેરા એ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથથી સુઈગામની યાત્રા કરાશે.2100 કિલોમીટર ની યાત્રામાં રોજ એક બાઇક રેલી, જાહેર સભા અને સાંજે મશાલ રેલીનું આયોજન કરી વધારેમાં વધારે મતદાતાઓ સુધી પહોંચવા પ્રયત્ન કરાશે.

યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે

‘યુવા પરિવર્તન યાત્રા’ અંગે વાતચીત કરતા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે 27 વર્ષના ભાજપના શાસનમાં સૌથી વધુ સહન કરવાનું કોઈ ને આવ્યું હોય તો તે ગુજરાતના યુવાનો છે. ગુજરાતમાં 40 લાખથી વધુ શિક્ષિત યુવાનો માટે પૂરતા રોજગારની વ્યવસ્થા નથી, બીજી તરફ કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગ દ્વારા ગુજરાતના યુવાનોનું સુનિયોજીત શોષણ કરવામાં આવી રહ્યું છે. 20થી વધુ સ્પર્ધાત્મક પરિક્ષાના પેપર ફૂટવા, વારંવાર પરિક્ષાઓમાં ગેરરીતિ, નિમણુંકમાં વિલંબ સહિતના પ્રશ્નોથી ગુજરાતના યુવાનો ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે ત્યારે યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાહુલ ગાંધીએ ગુજરાતમાં આઠ વચનની જાહેરાત કરી છે તે પૈકી 3 વચનો યુવાઓ માટેના છે. જે ત્રણ વચનો બેરોજગાર યુવાનો ને માસિક 3000 ભથ્થુ, યુવાનો ને 10 લાખ રોજગાર, સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદીના વચન સાથે યુવાનો સાથે સંવાદ કરશે..

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">