AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કન્યા કેળવણી ફ્રી કરવા સહિત રાઈટ ટુ એજ્યુકેશનનો વ્યાપ ધોરણ 8થી ધોરણ 9 સુધી લંબાવવાની જાહેરાત

Gujarat Election 2022:કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં દીકરીઓ માટે કેજીથી લઈ પીજી સુધીનું શિક્ષણ ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાઈટ ટુ એજ્યુકેશનનો વ્યાપ હાલ ધોરણ 8 સુધીનો છે તે વધારીને ધોરણ 9 સુધી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Election 2022: કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કન્યા કેળવણી ફ્રી કરવા સહિત રાઈટ ટુ એજ્યુકેશનનો વ્યાપ ધોરણ 8થી ધોરણ 9 સુધી લંબાવવાની જાહેરાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 8:16 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસ આજે તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં રાજ્યના તમામ વર્ગને આવરી લઈ વચનોની વણઝાર કરવામાં આવી છે. જેમાં યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, ગરીબ અને મધ્યમ વર્ગ, સરકારી કર્મચારીઓ સહિતના તમામ વર્ગને ધ્યાને રાખી અનેક જાહેરાતો કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં શિક્ષણને લઈને પણ અનેક નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: કોંગ્રેસના મેનિફેસ્ટોમાં શિક્ષણને લઈને શું છે ખાસ

  1. તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સસ્તું શિક્ષણ કોઈપણ ભેદભાવ વિના મળે નબળી આર્થિક સ્થિતિને કારણે વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તેના માટે ‘મહાત્મા ગાંધી એજ્યુકેશન પોલિસી’
  2.  રાજ્યમાં MIT અને હાર્વર્ડ યુનિવર્સિટી રાજ્યમાં વિશ્વસ્તરીય અને આધુનિક ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડશે અદ્યતન અભ્યાસક્રમો ઓફર કરતી મોડેલ શૈક્ષણિક સંસ્થાઓ સાથે ‘નોલેજ સિટી’ની સ્થાપના અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ટાઈ-અપ
  3.  KGથી PG સુધીનું શિક્ષણ કન્યાઓ માટે સંપૂર્ણ ફ્રી
  4.  દરેક વિદ્યાર્થીને કેજીથી લઈ પીજી સુધીનું ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પોસાય તેવી ફી સાથેના શિક્ષણ વ્યવસ્થા – જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફી માફી/ભાડું
  5.  તમામ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે રૂ.500થી 20000/- સુધીની શિષ્યવૃત્તિ
  6.  રાજ્યના દરેક ભાગમાં મોટા પાયે શિક્ષણ, સરકારી/ ગ્રાન્ટેડ શાળાઓ-કોલેજો-શૈક્ષણિક સંસ્થાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પોસાય તેવી ફી અને શિક્ષણના વેપારીકરણ પર નિયંત્રણ
  7.  રાજ્યમાં 3000 અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ
  8. તબીબી શિક્ષણના ક્ષેત્રમાં, ‘ઈન્દિરા પ્રિયદર્શિની મેડિકલ યુનિવર્સિટી બનાવશે’ની સ્થાપના કરવાની યોજના
  9. કૃષિ વિજ્ઞાન-પશુપાલન શિક્ષણ માટે નવી રાજ્ય કક્ષાની ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી’ની સ્થાપના
  10. શિક્ષણ, સ્ટાફિંગ, પ્લેસમેન્ટ વગેરેના માળખાને ધ્યાનમાં રાખીને શાળા કોલેજોની ફી અને ગ્રેડિંગ અને ફી નક્કી કરવા માટે ‘ફી નિર્ધારણ અને નિયમન આયોગ’ની રચના
  11.  પછાત વિસ્તારોમાં ‘મહાત્મા જ્યોતિબા ફૂલે આદર્શ નિવાસ વિદ્યાલય’ અને ‘સાવિત્રીબાઈ ફૂલે આદર્શ નિવાસ કન્યાશાળા’ની સમકક્ષ કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોની સ્થાપના અને સહકાર
  12.  રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો વ્યાપ માત્ર 1 થી 8 ધોરણ સુધી જ નહીં પરંતુ 9મા ધોરણ સુધી પણ લંબાવીશું
  13.  હોશિયાર વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ કરવા માટે ‘જવાહરલાલ નેહરુ એજ્યુકેશન ફાઉન્ડેશન’ની સ્થાપના
  14. જરૂરતમંદ શાળાના વિદ્યાર્થીઓને મફત એન્ડ્રોઈડ મોબાઈલ ફોન આપશે

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">