Gujarat Election 2022 : Big Debate On Bus ભરૂચમાં વકરતા ટ્રાફિક, ખારો પાટ અને ભાજપ કોંગ્રેસના ચૂંટણી પ્રચાર જંગ અંગે આક્ષેપ પ્રતિઆક્ષેપ

ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ ભરૂચ (Bharuch)પહોંચી છે ત્યારે  ચૂંટણીનો ચોરોમાં ભરૂચ જિલ્લાની પાંચ બેઠક અંગે તેમજ ભરૂચની ટ્રાફિકની સમસ્યા, ખારા પાટની સમસ્યા, તેમજ ભાજપ અને કોંગ્રેસના પ્રચાર જંગ અંગે  ચર્ચા કરવા ભાજપના નેતા દિવ્યેશ પટેલ, કોંગ્રેસના નેતા પરિમલ સિંહ રાણા તથા રાજકીય વિશ્લેષ્ક નરેશભાઈ ઠક્કર જોડાયા હતા.

Gujarat Election 2022 : Big Debate On Bus  ભરૂચમાં  વકરતા ટ્રાફિક, ખારો પાટ અને ભાજપ કોંગ્રેસના  ચૂંટણી પ્રચાર જંગ અંગે આક્ષેપ પ્રતિઆક્ષેપ
Election Bus debate in Bharuch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 11:36 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ ભરૂચ પહોંચી છે ત્યારે  ચૂંટણીનો ચોરો  આજે  ભરૂચમાં જામ્યો છે આ  કાર્યક્રમાં ભરૂચ જિલ્લાની પાંચ બેઠક અંગે તેમજ ભરૂચની ટ્રાફિકની સમસ્યા, ખારો પાટ વધવાની સમસ્યા, માળખાગત સુવિધાઓ તેમજ ભાજપ અને કોંગ્રેસના પ્રચાર જંગ અંગે ચર્ચા કરવામાં આવી. આ મુદ્દે ચર્ચા કરવા માટે ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં  ભાજપના નેતા દિવ્યેશ પટેલ, કોંગ્રેસના નેતા પરિમલ સિંહ રાણા તથા રાજકીય વિશ્લેષ્ક નરેશભાઈ ઠક્કર જોડાયા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ગુજરાતની જનતા ફરીથી ભાજપને  આપશે પૂર્ણ બહુમતી એવો વિશ્વાસ

ભાજપના ઝંઝાવાતી પ્રચાર, નર્મદાનો ખારો પાટ તેમજ ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા અંગે  તેમજ 89 બેઠકો પર સ્ટાર પ્રચારકો પ્રચાર માટે ઉતાર્યા છે અને ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે આ પ્રચંડ પ્રચાર અંગે ભાજપના નેતા દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાનો મિજાજ જ એવો છે કે ગુજરાતમાં ભાજપનો ભગવો જ લહેરાશે અને ભાજપ તેનો જ રેકોર્ડ તોડીને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. ભાજપની સરકારે ભરૂચમાં ટ્રાફિકથી માંડીને નર્મદાનો ખારો પાટ ઘટાડવા અંગે નક્કર કાર્યો કર્યા ચે અને 1989 પછી પ્રથમ વાર એવું થયું હતું કે નગર પાલિકાથી માંડીને જિલ્લા પંચાયત તમામ સ્થાન પર ભાજપની સત્તા હતી. નર્મદાના ખારા પાટને ઘટાડવા 4,300 કરોડના ખર્ચે યોજના શરૂ કરવામાં આવી છે જેનો ફાયદો માછીમારોને પણ મળશે અને નર્મદાનો ખારો પાટ ઘટશે. નર્મદાનું પાણી છોડવાને લીધે ખારા પાટની સમસ્યા ઘટી છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા બ્રિજ પણ બનાવવામાં આવ્યા છે.

ખારાપાટથી ખેતીમાં પ્રદૂષણની સમસ્યા વધી છે તો ટ્રાફિકની સમસ્યા યાથાવત હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસના નેતા પરિમલ સિંહ રાણાએ ડિબેટમાં ટ્રાફિકથી માંડીને અન્ય મુદ્દે કહ્યું હતું કે ભરૂચને ટ્રાફિક સિટીનું બિરૂદ મળેલું છે પરંતુ આટલા વર્ષોમાં ભાજપ આ સમસ્યાનો ઉકેલ લાવી શકી નથી. તો પ્રચાર પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે અને જો ભાજપને વિશ્વાસ છે કે તે જીતી જશે તો શા માટે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લઈ જવામાં આવે છે. ભાજપ દરેક વખતે ચૂંટણીમાં બણગાં ફૂંકે છે કે અમે આટલી કે તેટલી સંખ્યામાં સીટો જીતીશું પણ આ ફુગ્ગો હંમેશાં ફૂટી જાય છે જો ભાજપે સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતા પણ ગુજરાતમાં સભા ગજવવા માટે આવવાના છે.

ભાજપને એન્ટિ ઇન્કમ્બન્સીથી માંડીને નહિ ઉકેલાયેલા પ્રશ્નો , તો કોંગ્રેસને સ્લો મોશનનો પ્રચાર નડી શકે તેવા સમીકરણો

ચર્ચામાં જોડાયેલા રાજકીય વિશ્લેશ્ક નરેશ ઠક્કરે કહ્યું હતું કે અઢી દાયકાથી શાસન કરતી ભાજપની સરકારને એન્ટિ ઇન્કમબન્સી નડી શકે છે વળી ટ્રાફિકની સમસ્યા વર્ષો પછી પણ યથાવત છે ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે ભાજપે બ્રિજ બનાવવામાં વિલંબ કરતા આ સમસ્યા ઉકેલાઈ નથી તો ખારા પાટની સમસ્યા ઉકેલવામાં પણ અશંત જ સફળતા સાંપડી છે . પરંતુ ંભાજપના કાર્પેટ બોમ્બિંગ પ્રચાર સામે જોઈએ તો કોંગ્રેસનો પ્રચાર ઠંડો લાગે છે અને AAPનો પ્રચાર પણ ઠંડો લાગે છે. ભાજપ પાસે ડબલ એન્જિન સરકારથી માંડીને સક્ષમ નેતૃત્વ ેવી તમામ સુવિધા છે તો કોંગ્રેસ પણ અંડર ગ્રાઉન્ડ પ્રચાર કર્યો છે. પરંતુ જ્યારે ત્રિપાંખિયો જંગ થતો હોય ત્યારે ઠંડા પ્રચારથી બેલેન્સ બગડી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">