Gujarat Election 2022 : ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠક પર અંદાજે સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું, 8 ડિસેમ્બરના રોજ પરિણામ

ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠક પર ટકા મતદાન નોંધાયું , જેમાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન  થયું હતું. જેમાં સાંજે પાંચ વાગે સુધીમાં અંદાજે સરેરાશ ટકા મતદાન નોંધાયું છે.

Gujarat Election 2022 : ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠક પર અંદાજે સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું, 8 ડિસેમ્બરના રોજ પરિણામ
Gujarat Voting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 8:45 PM

ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠક પર ટકા મતદાન નોંધાયું , જેમાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન  થયું હતું.  જેમાં  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા 9, મહેસાણા 7, ગાંધીનગર 5, સાબરકાંઠા 4, પાટણ 4, અરવલ્લીમાં  3  અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ 21, વડોદરા 10, આણંદ 7, ખેડા 6, પંચમહાલ 5, મહીસાગર 3, દાહોદ 6 અને છોટા ઉદેપુરમા 3 વિધાનસભા બેઠક  પર મતદાન  થયું હતું. જેમાં સાંજે પાંચ વાગે સુધીમાં અંદાજે સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન માટે મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરી રહ્યા છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. ત્યારે બીજા તબક્કાના મતદાનમાં બપોરે 3 કલાક સુધીમાં સરેરાશ 50.51 ટકા મતદાન થયુ  હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન થયું. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા હતા. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થયો. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવ્યો. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ પર રહ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">