ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશ ની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. જો ગુજરાત વિધાનસભા 2017 ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જો કે તેની બાદ પેટાચૂંટણીમાં જીતને કારણે ભાજપની બેઠકોથી વધીને 112 પર પહોંચી. તો બીજી બાજુ કોંગ્રેસને પક્ષપલટાને કારણે મોટુ નુકસાન થયુ, હાલ 65 બેઠકો કોંગ્રેસ પક્ષ પાસે છે. ગુજરાતમાં AAP ની એન્ટ્રીથી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે નેતાઓની સભામાં ઉમટતા મતદારોના હાથ તેમના પક્ષના EVM બટન પર પહોંચશે કે કેમ તે જોવુ રહ્યું.
બોટાદ શહેર અને જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષોના લગાવેલા બેનરો, પોસ્ટરો, ભીત ચિત્રો પર તંત્રએ કલરનો કુચો ફેરવી દીધો છે. આચાર સંહિતા લાગતા જ રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસાર બંધ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ આચાર સંહિતા પણ લાગુ પડી ગઇ છે. ત્યારે રાજ્યના કેબિનેટ પ્રધાન વિનુ મોરડિયાએ આ ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યુ કે, ભાજપ પોતાના કામોને લઇ જનતા વચ્ચે જશે.
ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પાટણમાં મહત્વનું નિવેદન આપ્યુ છે. હારીજમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં જગદીશ ઠાકોરના ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યુ કે કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારી તો પહેલાથી જ થઇ ગઇ છે. ભાજપના ચૂંટણી ચક્રવ્યૂહને કોંગ્રેસ તોડી નાંખશે. કોંગ્રેસની રણનીતિ સામે ભાજપનું મહુડી મંડળ ડગી ગયુ છે. ગુજરાતમાં લોકશાહીને ધબકતી રાખવા કોંગ્રેસ તનતોડ મહેનત કરશે.
વડોદરામાં ચૂંટણીની જાહેરાત થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. વડોદરામાં કેન્દ્રીય સુરક્ષાદળોની ટુકડી તહેનાત કરી દેવાઇ છે. સ્થાનિક પોલીસ સાથે રાવપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ. વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં CRPFની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. રાવપુરા, પાણીગેટ સહિતના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં CRPF તહેનાત છે.
ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારો માટે કાલે દિલ્લીમાં મહત્વની બેઠક છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આવતીકાલે બેઠક છે. 84 બેઠકના ઉમેદવારને લઈ આ બેઠકમાં ચર્ચા થશે. અગાઉની બેઠકમાં 98 નામો પર સર્વસંમતિ સધાઈ હતી.
વડોદરામાં ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. ત્યારે વડોદરા મનપાના પદાધિકારીઓ પાસેથી સરકારી વાહનો જમા કરી લેવાયા છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડકના વાહનો જમા કરાયા છે. તમામ વાહનો જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાં જમા કરાવાશે. નિયમાનુસાર આચારસંહિતા પુરી થાય ત્યાં સુધી વાહનો જમા રહેશે.
સુરતમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યુ કે, અમે ચૂંટણી માટે તૈયાર છીએ. આ વખતે પણ જનતા અમારી પર જ વિશ્વાસ મુકશે. પક્ષ જેને પણ ટિકિટ આપશે તેને જીતાડીશું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે ભાજપ એક્શન મોડમાં આવી ગયુ છે. ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે લોકશાહીના આ પર્વને આવકાર્યો છે.
BJP is all set to welcome the biggest festival of democracy: @dangarbharat, BJP spokesperson #GujaratElections #TV9News pic.twitter.com/gh6Qd6gXR5
— Tv9 Gujarati (@tv9gujarati) November 3, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા પંચમહાલના ગોધરામાં આચારસંહિતા લાગુ થઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી રાજકીય પક્ષો અને સરકારી યોજનાના પ્રચાર કરતા બેનરો હટાવવામાં આવ્યા છે. વિવિધ સરકારી યોજનાની જાહેરાત કરતા બેનર હટાવી લેવાયા છે.
ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠક છે. જેમાં 40 બેઠક અનામત છે. 13 બેઠક અનુસૂચિત જાતિ માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ છે. 2017માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.
આધુનિક સમયમાં ચૂંટણી દરમિયાન મોટા પાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે ત્યારે સોશ્યિલ મીડિયા પર ચૂંટણીપંચ બાજનજર રાખશે. આ માધ્યમનું મોનિટરિંગ કરવા માટે ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે ગુજરાતના દરેક જિલ્લામાં ચૂંટણી પંચની પોતાની એક ટીમ રાજકીય પક્ષોના સોશિયલ મીડિયા પર નજર રાખશે.
ચૂંટણી પંચ ફેક ન્યૂઝ, અફવા તેમજ શાંતિ ભંગ કરનારા સમાચારો પર ખાસ નજર રાખશે. જો તેમને એવું લાગશે કે સોશિયલ મીડિયા પરનું આ કન્ટેન્ટ વાંધાનજક છે તો તેના માટે ઈન્ડિયન પીનલ કોડની કલમ મુજબ કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે. સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સર્કલ ઓફિસર પાસે પણ પોતાની ટીમ હશે અને કાયદો ભંગ કરનારા સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. પ્રચાર દરમિયાન જો આચાર સંહિતાનો ભંગ કરવામાં આવશે તો તેની સામે આઈપીસી અને આઈટી એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે. જો કોઈ વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હશે કે ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવી હશે તો તેની સામે પોલીસની કાર્યવાહી પણ કરાશે.
નાગરિક CVigil મોબાઈલ એપ દ્વારા ફરિયાદ કરી શકશે
ચૂંટણી પંચે કહ્યું છે કે, CVigil મોબાઈલ એપ દ્વારા કોઈપણ નાગરિક ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે,પરિણામ 100 મિનિટમાં ઉપલબ્ધ થશે.
એક મત લેવા માટે 15 લોકોની ટીમ જશે
મત લેવા માટે 15 લોકોનો સ્ટાફ જશે, જાફરાબાદના શિયાળબોટના 457 મતદારો માટે વિશેષ વ્યવસ્થા બોટમાં કરાશે
સિદ્દી સમુદાયના લોકો માટે વિશેષ મતદાન
સિદ્દી સમુદાયના લોકો માટે વિશેષ મતદાનની સુવિધા કરવામાં આવી છે માધવપુર-ગીર વિસ્તારમાં 200થી વધુ મતદારો છે.સિદ્દી સમુદાય માટે કે જેઓ પૂર્વ આફ્રિકન છે, તેના માટે ગીર સોમનાથમાં ત્રણ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવશે.
યુવા સ્ટાફ તૈનાત રહેશે
ગુજરાતમાં 33 મતદાન મથકો એવા હશે જેમાં સૌથી યુવા સ્ટાફ એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે.
‘ચુનાવ પાઠશાલા’ની બેઠકો શરુ
‘અવસર લોકશાહીનો’ અંતર્ગત બૂથ લેવલ ઑફિસર કક્ષા સુધી ‘ચુનાવ પાઠશાલા’ની બેઠકો કરવામાં આવી છે. 51,782 મતદાન મથકોએ આવી બેઠકો કરવાનું આયોજન છે. બૂથ લેવલ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ વ્હોટસએપ ગ્રુપ બનાવીને, સ્થાનિક કક્ષાએ વ્હોટસએપ ગ્રુપમાં જોડાઈ મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
‘સેલ્ફી બુથ’ ની વ્યવસ્થા
વર્તમાનની લોકપ્રિયતાને ધ્યાને રાખીને કેટલાક સ્થળોએ ‘સેલ્ફી બુથ’ ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઑનલાઇન ‘પ્લેજ કેમ્પેઈન’ જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજીને મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહયા છે.
2017ની તુલનાએ આ વખતે ટ્રાન્સ ઝેન્ડરની સંખ્યા બમણી
કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે, 2017ની તુલનાએ આ વખતે ટ્રાન્સ ઝેન્ડરની સંખ્યા બમણી થઈ છે.જે અત્યારે 100% વધ્યા, 1417 ટ્રાન્સજેન્ડર મતદારો અત્યારે છે, દેશમાં કુલ 44 હજારથી વધુ ટ્રાન્સજેન્ડર મતદારો છે
વડીલો ઘરેથી મતદાન કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા
દરેક મતદાન કેન્દ્ર પર સરેરાશ 948 મતદારો આવશે. સિનીયર સિટીઝન માટે ઘરેથી મતદાન કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે. મહત્વનું છે કે, 9.87 લાખ મતદારો 80 વર્ષથી વધુના ઉંમરના છે.
દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા
કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે, કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. આથી તેમને મતદાન કરવામાં સરળતા રહેશે.
33 મતદાન મથકો હશે જેનું સંચાલન યંગ પોલિંગ ટીમ દ્વારા કરવામાં આવશે, આનાથી યુવાનો મતદાન કરવા પ્રેરિત થશે. અનોખા મતદાન મથકો હશે. શિપિંગ કન્ટેનરને પણ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. પ્રથમ વખત, શિપિંગ કન્ટેનર પણ મતદાન મથક તરીકે કાર્ય કરશે.
રાજ્યમાં મોડલ 182 મતદાન મથકો બનાવવામાં આવશે
રાજ્યમાં મોડલ 182 મતદાન મથકો બનાવવામાં આવશે, જેમાં 1274 પર મહિલાઓની કમાન્ડ રહેશે. કુલ મતદાન મથકો 51,782 , શહેરી વિસ્તારમાં 17,506 ગ્રામીણ વિસ્તારોમાં-34,276
ઘરે બેઠા મતદાનની સુવિધા આપશે
મુખ્ય ચૂંટણી કમિશનરે કલેકટર કચેરી પરથી રથનો પ્રારંભ કરાવ્યો છે. મતદારોને આકર્ષવા ગુજરાતના 11 ઝોનમાં ‘અવસર રથ’ ફરશે. અવસર રથના પ્રારંભ સમયે મુખ્ય ચૂંટણી કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીમાં મતદાન વધારવાના ઉદ્દેશ સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે આપના રાષ્ટ્રીય સંયોજકે ટ્વિટ કરીને લખ્યું કે,ગુજરાતની જનતા આ વખતે મોટા પરિવર્તન માટે તૈયાર છે. અમે ચોક્કસપણે જીતીશું….
गुजरात की जनता इस बार बड़े बदलाव के लिए तैयार है।
हम ज़रूर जीतेंगे pic.twitter.com/vwNhpaNX6R
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 3, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ઢોલ વાગી ચૂક્યો છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી જીતનો વિશ્વાસ વ્યકત કરી રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ વખતે પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલ અનેક યુવા મતદાતાઓ સહિત સૌ નાગરિકો ભાજપની વિકાસની રાજનીતિ અને વિઝનરી નેતૃત્વ પ્રત્યે અઢળક પ્રેમ અને વિશ્વાસ સાથે ફરી એકવાર કમળ ખીલવશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ વખતે પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલ અનેક યુવા મતદાતાઓ સહિત સૌ નાગરિકો ભાજપની વિકાસની રાજનીતિ અને વિઝનરી નેતૃત્વ પ્રત્યે અઢળક પ્રેમ અને વિશ્વાસ સાથે ફરી એકવાર કમળ ખીલવશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 3, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ટ્વિટ કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું કે, 2 દાયકામાં ગુજરાતે વૈશ્વિક સ્તરે અનોખી છાપ ઊભી કરી છે, ભાજપ સરકારના સુશાસનના કારણે આ શક્ય બન્યું છે. હવે ફરી એકવાર ભાજપ તૈયાર છે ગુજરાતના વિકાસને વેગ આપવા.
2 દાયકામાં ગુજરાતે વૈશ્વિક સ્તરે અનોખી છાપ ઊભી કરી છે, ભાજપ સરકારના સુશાસનના કારણે આ શક્ય બન્યું છે. હવે, ફરી એકવાર ભાજપ તૈયાર છે ગુજરાતના વિકાસને વેગ આપવા. #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
— C R Paatil (@CRPaatil) November 3, 2022
ચૂંટણીની તારીખ જાહેર થતા ભાજપના નેતા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
विश्वास का वादा,
भरोसा अब और भी ज्यादा!#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે— Harsh Sanghavi (@sanghaviharsh) November 3, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, જેમાં પ્રથમ ડિસેમ્બરે પહેલા તબક્કાનુ અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ત્યા 4.90 કરોડથી વધુ મતદાતોઓ તેના મત અધિકારનો ઉપયોગ કરશે. હાલ ચૂંટણીની તારીખ જાહેર થતા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. જો સમગ્ર શેડ્યુલની વાત કરીએ તો પ્રથમ તબક્કાનું જાહેરનામુ 5 નવેમ્બરના રોજ જાહેર થશે. તો બીજા તબક્કાનું જાહેરનામુ 10 નવેમ્બરના રોજ જાહેર થશે. સાથે જ પ્રથમ તબક્કાની ઉમેદવારી 14 નવેમ્બરના રોજ નોંધાવી શકશે, તો બીજા તબક્કાની ઉમેદવારી 17 નવેમ્બરના રોજ નોંધાશે. ઉપરાંત પ્રથમ તબક્કાની ફોર્મ ચકાસણી 15 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ફોર્મ ચકાસણી 18 નવેમ્બરના રોજ કરવામાં આવશે. પ્રથમ તબક્કાની ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર અને બીજા તબક્કાની ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશ ની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે.
The date of the first phase voting will be 1 December & second phase will be 5 December: ECI#ElectionCommission #GujaratElections2022 #TV9News pic.twitter.com/V690eAIaHg
— Tv9 Gujarati (@tv9gujarati) November 3, 2022
કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે, તો સાથે સરહદ પર કડક વ્યવસ્થા કરવામાં આવશે, દારૂની હેરાફેરી પર ખાસ નજર કરવામાં આવશે.
કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે, 2017ની તુલનાએ આ વખતે ટ્રાન્સ ઝેન્ડરની સંખ્યા બમણી થઈ છે. તો C Vigil મોબાઈલ એપ્લિકેશન પર મતદારો ફરિયાદ કરી શકાશે . માત્ર 100 મિનિટમાં આ ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે. તો વધુમાં કહ્યું કે,સિદ્દી સમુદાય માટે કે જેઓ પૂર્વ આફ્રિકન છે, તેના માટે ગીર સોમનાથમાં ત્રણ મતદાન મથકોની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. તો વરિષ્ઠ નાગરિકો માટે ફોર્મ 12D દ્વારા ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. સાથે જ પોસ્ટલ બેલેટ દ્વારા વૃદ્ધાશ્રમમાંથી મત લેવામાં આવશે. ઉપરાંત વિકલાંગ લોકો માટે પોસ્ટલ બેલેટનો વિકલ્પ પણ હશે.
Number of registered Trans Gender voters in 2022 doubled in comparison to 2017 in #Gujarat: #ElectionCommission
#GujaratElections2022 #TV9News pic.twitter.com/MDupELydR6— Tv9 Gujarati (@tv9gujarati) November 3, 2022
દરેક મતદાન કેન્દ્ર પર સરેરાશ 948 મતદારો આવશે. સિનીયર સિટીઝન માટે ઘરેથી મતદાન કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે. મહત્વનું છે કે, 9.87 લાખ મતદારો 80 વર્ષથી વધુના ઉંમરના
તો સાથે કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે, 33 મતદાન મથકો હશે જેનું સંચાલન યંગ પોલિંગ ટીમ દ્વારા કરવામાં આવશે, તે યુવાનોને મતદાન માટે પ્રેરિત કરશે.
કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે, કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. આથી તેમને મતદાન કરવામાં સરળતા રહેશે. તો 1274 મહિલાઓ માટે અલગ મતદાન કેન્દ્રો પણ છે.
Home voting facility is also there for senior citizens & PwD voter with benchmark 40% disability: ECI#GujaratElections2022 #GujaratPolls2022 #Gujarat pic.twitter.com/4Jvyeocdmf
— Tv9 Gujarati (@tv9gujarati) November 3, 2022
તો સાથે જ કેન્દ્રિય ચૂંટણી પંચે ઉમેર્યું કે, 18 ફેબ્રુઆરીએ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે, જેમાં 100 દિવસ બાકી છે. રાજ્યમાં 51 હજાર 728 થી વધુ મતદાન કેન્દ્રો છે. તો 50 ટકા કેન્દ્ર પર વેબ કાસ્ટિંગની વ્યવસ્થા છે.
ચૂંટણી પંચે મોરબીની દૂર્ઘટના અંગે દુ: ખ વ્યક્ત કર્યું. તો સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 4,90,89,765 મતદારો મહત્વની ભૂમિકા ભજવશે. 3.24 લાખ મતદારો નવા નોંધાયા.
કોંગ્રેસના નેતામાં જ બે મત જોવા મળી રહ્યા છે. ગઈકાલે રાધનપુરમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ બોલ્યા હતા કે, આપ ટેકો આપશે તો અમે લઈશું. તો બીજી તરફ ભરતસિંહના નિવેદનની સ્પષ્ટતા કરવા માટે કોંગ્રેસના નેતા અલોક શર્માએ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. અલોક શર્માએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોંગ્રેસ ક્યારેય આપ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. કૉંગ્રેસના જ નેતામાં બે મત જોવા મળ્યા હતા.
ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે Tv9 ની ટીમે રાજકોટના લોકોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો. તો સાથે જ આ વખતે જે રીતે ગુજરાતમાં ત્રિપાંખીય જંગ લડાવાની છે તેને લઈને લોકો શું વિચારી રહ્યા છે સાથે જ જાણવાનો પ્રયત્ન કર્યો કે, આ વખતની ચૂંટણીમાં રાજકોટના લોકો ક્યાં મુદ્દાને ધ્યાનમાં રાખીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે.
સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 વિધાનસભા બેઠક છે. જેમાંથી 2017માં ભાજપનો 23 બેઠક પર વિજય થયો હતો. કોંગ્રેસના ફાળે 30 બેઠક આવી હતી અને 1 બેઠક પર NCPને જીત મળી હતી.
ગુજરાતમાં ચૂંટણીને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં પેરા મિલિટરી ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ. રાજકોટના ભક્તિનગર, થોરાળા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી.
27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ સામે આ વખતે કપરા ચઢાણ છે. મોંઘવારી અને બેરોજગારી સૌથી મોટો પડકાર છે, તો AAP અને AIMIMનો પણ આ વખતે ભાજપે સામનો કરવો પડશે. મતના ધ્રુવિકરણનું સીધુ નુકસાન ભાજપને જશે. તો AAP શહેરી વિસ્તારોમાં ભાજપને નુકસાન કરી શકે છે. તો પટેલ-OBC વર્ગ- 3 ની નારાજગી પણ આ વખતે નડી શકે છે. મહત્વનું છે કે પટેલ અને OBC મતદારો મોટી વોટબેંક છે, ત્યારે આ વખતે રાજકીય સમીકરણો બદલાતા ભાજપને ફટકો પડી શકે છે.
ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ વડોદરામાં વહીવટી તંત્રએ ચૂંટણીલક્ષી કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. આજે વડોદરા કલેક્ટર કચેરીથી અવસર લોકશાહીનો રથ નીકળશે. આ રથ અલગ-અલગ વિધાનસત્રા ક્ષેત્રોમાં ફરશે અને વધુ મતદાન થાય તે માટે લોકોને જાગૃત કરશે. ઉલ્લેખનીય છે કે તંત્રએ મતદાર યાદીઓ તૈયાર કરવાની કામગીરી પહેલેથી જ પૂર્ણ કરી લીધી છે.
બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. માહિતી મુજબ બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બીજા તબક્કાનું મતદાન યોજાઈ શકે છે.
આજથી પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો પ્રારંભ થશે. કમલમ ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં મળશે બેઠક. તો સાથે જ આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર. પાર્લામેટ્રી બોર્ડના સભ્યો બેઠકમાં હાજર રહેશે 11 જિલ્લાઓના ઉમેદવારોને લઈ બેઠકમાં ચર્ચા થશે. મહત્વનું છે કે, ભાજપને સેન્સ પ્રક્રિયામાં કુલ 4340 બાયોડેટા મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ બાયોડેટા 1490 ઉત્તર ગુજરાતમાંથી મળ્યા છે, તો સૌરાષ્ટ્રમાંથી કુલ 1163 બાયોડેટા મળ્યા છે. મધ્ય ગુજરાતમાં 962 બાયોડેટા મળ્યા. તો બીજી તરફ સૌથી ઓછા બાયોડેટા 725 દક્ષિણ ગુજરાતમાંથી મળ્યા છે. 2017ની ચૂંટણી કરતા 1100 બાયોડેટા વધારે મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં મળેલા આ બાયોડેટા પર સંકલનની બેઠક પર ભાજપ મંથન કરશે.
ગુજરાત ચૂંટણીમાં હંમેશા પાટીદાર પાવર જોવા મળ્યો છે, રાજ્યની કુલ બેઠકોમાંથી 50 જેટલી બેઠકો પર પાટીદાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જેમાં સૌરાષ્ટ્રની 23 બેઠકો, ઉતર ગુજરાતની 8 બેઠક પર અને મધ્ય ગુજરાતની 10 બેઠકો પર, દક્ષિણ ગુજરાતની 9 બેઠકો પર પાટીદારોનું વર્ચસ્વ જોવા મળે છે. અત્યાર સુધીમાં 5 પાટીદારો CM બની ચૂક્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની રણશિંગુ ફૂંકાઈ ગયુ છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પાટીદાર આંદોલન સહિત અનેક મુદ્દાઓને કારણે સૌરાષ્ટ્રમાં નુકશાન થયુ હતુ, ત્યારે આ વખતે આ પ્રકારે કોઈ મુદ્દા નથી, પરંતુ આમ આદમી પાર્ટી મેદાને છે. તો સાથે રાજકીય સમીકરણો બદલાયા છે, ત્યારે 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ સત્તા કાયમી રાખવામાં સફળ રહેશે કે કેમ તે જોવુ રહ્યું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે, જેમાં કુલ 4,90,89,765 મતદારો મહત્વની ભૂમિકા ભજવશે. ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 10 ઓક્ટોબર અગાઉ જ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આ મતદાર યાદી અનુસાર ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. જ્યારે કુલ 11,62,528 જેટલા નવા મતદારો પણ નોંધાયા છે. તો કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના પડધમ વાગી રહ્યા છે, ત્યારે હાલની ગુજરાત વિધાનસભાની પક્ષવાર સ્થિતિ પર નજર કરીએ તો ભાજપ પાસે 112 બેઠકો છે. જ્યારે કોંગ્રસ પાસે 65 બેઠકો, બીટીપી પાસે 02, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાસે 01 અને 01 બેઠક અપક્ષ પાસે છે.
ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો અને ચૂંટણીના ઉમેદવારો આચારસહિંતાનું ખુબજ ધ્યાન રાખતા હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે સવાલ થાય કે આચારસહિંતાના નિયમો શું હોય છે ? આચારસહિંતાના નિયોમો પર નજર કરીએ તો આચારસંહિતાનું પાલન દરેક પક્ષે અને ઉમેદવારે કરવાનું રહે છે. ચૂંટણી દરમિયાન કોઈપણ મંત્રી સરકારી પ્રવાસ કરી શકે નહીં. સરકારી સંસાધનોનો ઉપયોગ ચૂંટણી માટે કરી શકાતો નથી. સરકારી વાહનો અને ઈમારતોનો ઉપયોગ ચૂંટણી માટે કરી શકે નહીં. સરકાર કોઈ લાભ થાય તેવી જાહેરાતો કે યોજનાઓ જાહેર કરી શકે નહીં. નવા કામોનું લોકાર્પણ કરી શકાતું નથી. રેલીઓ અને બેઠકો કરવા માટે ચૂંટણીપંચની મંજૂરી લેવી પડે છે. સભાના સ્થળની જાણકારી પોલીસને આપવાની રહે છે. કોઈપણ પક્ષ કે ઉમેદવાર એવું કોઈ કામ ન કરી શકે જે જ્ઞાતિ અને ધર્મ અથવા તો સંપ્રદાયની વચ્ચે મતભેદ ઉભા કરે. આચારસંહિતા લાગ્યા બાદ સરકારી ભરતી થઈ શકે નહીં. જો કોઈ ઉમેદવાર અથવા તો રાજકીય પક્ષ આ નિયમનું ઉલ્લંઘન કરે તો તેને આચારસહિંતાનો ભંગ કર્યો ગણાય છે.
Published On - 9:45 am, Thu, 3 November 22