Godhra Election Result 2022 LIVE Updates: પંચમહાલ ગોધરા બેઠક ઉપર ભાજપના સી.કે.રાઉલજીની જીત

Godhra MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: પંચમહાલ જિલ્લાની ગોધરા બેઠક પર ભાજપના સી.કે. રાઉલજીએ સતત ચોથીવાર જીત મેળવી છે.

Godhra Election Result 2022 LIVE Updates: પંચમહાલ ગોધરા બેઠક ઉપર ભાજપના સી.કે.રાઉલજીની જીત
Godhra Election Result 2022
Follow Us:
Mina Pandya
| Edited By: | Updated on: Dec 08, 2022 | 2:08 PM

Godhra MLA Gujarat Vidhan Sabha Election Result 2022 Live Updates in Gujarati: Gujarat Election પંચમહાલ જિલ્લાની ગોધરા બેઠક પર ભાજપે ચંદ્રસિંહ કનકસિંહ રાઉલ (સી.કે.રાઉલ)ને ટિકિટ આપી હતી જેમની 31 હજારથી વધુ જંગી બહુમતીથી જીત થઈ છે. તેમણે TY B.com સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની 29745758.91 સ્થાવર મિલકત છે. જ્યારે કોંગ્રેસે રશ્મિતાબેન દુષ્યંતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 11,65,663ની જંગમ મિલકત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ રાજેશ સોમાભાઈ પટેલને ટિકિટ આપી છે. તેમણે B.A. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 6,37,944ની જંગમ મિલકત છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ગોધરા બેઠક પર ભાજપનો કબ્જો

2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના સી.કે. રાઉલે ગોધરા બેઠક પરથી જીત નોંધાવી હતી. સી.કે રાઉલને 75,149 મત મળ્યા હતા. તેમણે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ બલવંતસિંહ પરમારને 258 મતથી હરાવ્યા હતા. કોંગ્રેસના રાજેન્દ્રસિંહને 74,891 મત મળ્યા હતા. જેને જોતા એવુ કહી શકાય કે સી.કે. રાઉલ નજીવા માર્જીનથી આ બેઠક જીત્યા હતા.

2017ની ચૂંટણીમાં ગોધરા બેઠક પરથી 6 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જેમા ભાજપ કોંગ્રેસના ઉમેદવાર બાદ જશવંતસિંહ પરમારને સૌથી વધુ 18,856 મત મળ્યા હતા. જ્યારે નોટામાં 3050 મત પડ્યા હતા.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

2012ની ચૂંટણીમાં પણ ગોધરા બેઠક ભાજપના ફાળે રહી

2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના સી.કે.રાઉલજી 73,367 મતોથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના પ્રવિણસિંહ ચૌહાણને 2868 મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસના પ્રવિણસિંહને 70,499 મત મળ્યા હતા.

2007માં ગોધરા બેઠક કોંગ્રેસના ફાળે રહી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007માં સી.કે. રાઉલજી કોંગ્રેસમાં હતા અને ગોધરા બેઠક પરથી જીત્યા હતા. કોંગ્રેસમાંથી લડેલી સી.કે.રાઉલને 61,886 મત મળ્યા હતા જ્યારે ભાજપના પ્રભાતસિંહ ચૌહાણને 55,855 મત મળ્યા હતા.

2002માં આ બેઠક ભાજપના હરેશકુમાર ભટ્ટે જીતી હતી. તેમને 68,501 મત મળ્યા હતા જ્યારે રાજેન્દ્રસિંહ પટેલને 55,855 મત મળ્યા હતા.

2012થી ગોધરા બેઠક ભાજપના ફાળે

વર્ષ 2012માં સી.કે. રાઉલજી કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા અને જીત્યા હતા. વર્ષ 2012થી આ બેઠક પર ભાજપમાંથી સી. કે. રાઉલ જીતતા આવ્યા છે. 2017માં પણ તેઓ જીત્યા હતા. આ વખતે તેઓ સતત ચોથીવાર ભાજપમાંથી જીત મેળવી છે.

શું છે ગોધરા બેઠકના જાતિગત સમીકરણ?

વર્ષ 2002ના કોમી રમખાણો બાદ આ બેઠક તમામ ઘણી મહત્વની બની રહી છે. અહીંના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ મતદારોના 50 ટકાથી વધુ OBC મતદાર છે. આ સિવાય બક્ષીપંચ સમાજના 48 ટકા મતદારો, મુસ્લિમ સમાજના 20 ટકા મતદારો અને અન્ય સમાજના 22 ટકા મતદારો જોવા મળે છે. અહીંના 65000 મુસ્લિમ મતદારો છે, જે કોંગ્રેસની વૉટબેંક ગણાય છે. અહીં બક્ષીપંચ અને મુસ્લિમ સમાજના મત નિર્ણાયક ગણાય છે.

ગોધરા બેઠકના રાજકીય સમીકરણો

વર્ષ 2002ના કોમી રમખાણો બાદ આ બેઠક સૌથી ચર્ચિત બેઠકોમાંની એક છે. 2007માં સી.કે. રાઉલજી કોંગ્રેસમાંથી જીત્યા હતા. ત્યારબાદ તેઓ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. એ સમયે તેમણે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારને હરાવ્યા હતા.

2022ની ચૂંટણી મુજબ કુલ મતદારો

ગોધરા વિધાનસભા મતવિસ્તારમાં 1 લાખ 41 હજાર 862 પુરુષ મતદારો, 1 લાખ 37 હજાર 485 મહિલા મતદારો સહિત કુલ 2 લાખ 89 હજાર 347 મતદારો છે.જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ પુરુષ મતદારોની 6 લાખ 64 હજાર 766 સંખ્યા છે, જ્યારે અને મહિલા મતદારોની 6 લાખ 34 હજાર 390 સંખ્યા મળીને કુલ 12 લાખ 99 હજાર 165​​​​​​​ મતદારો છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">