AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: રાયસણ મતદાન મથકે એક બાળકીએ ચાર કલાક ઊભા રહી હીરાબાની જોઈ રાહ, જાણો શું છે કારણ

Gujarat assembly election 2022: બીજા તબક્કાના મતદાન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા ગાંધીનગરના રાયસણમાં મત આપવા પહોંચ્યા હતા. ત્યારે એક નાનકડી બાકી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ બાળકીને જોઇને સૌ કોઇ તેના સંસ્કારોને વખાણવા લાગ્યા હતા.

Gandhinagar: રાયસણ મતદાન મથકે એક બાળકીએ ચાર કલાક ઊભા રહી હીરાબાની જોઈ રાહ, જાણો શું છે કારણ
બાળકીએ હીરાબાના લીધા આશીર્વાદ
Ronak Varma
| Edited By: | Updated on: Dec 06, 2022 | 7:54 AM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હવે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે લોકો પરિણામની રાહ જોઇ રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં 65.66 ટકા મતદાન નોંધાયુ છે. જો કે બીજા તબક્કાના મતદાનમાં ગાંધીનગરમાં એક અનોખી ઘટના બની હતી. બીજા તબક્કાના મતદાન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા ગાંધીનગરના રાયસણમાં મત આપવા પહોંચ્યા હતા. ત્યારે એક નાનકડી બાકી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ બાળકીને જોઇને સૌ કોઇ તેના સંસ્કારોને વખાણવા લાગ્યા હતા. જાણો આખરે કોણ છે આ બાળકી અને સૌ કેમ તેના વખાણ કરવા લાગ્યા.

નાની બાળકી હીરાબાની જોતી રહી રાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન યોજાયું તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા શતાયુ હીરાબા રાયસણની પ્રાથમિક શાળા ખાતે પોતાનો મત આપવા બપોરે બારેક વાગ્યાના સુમારે પહોંચ્યા હતા. પરંતુ અહીં એક નાનકડી બાળકી પોતાના પિતા સાથે વહેલી સવારથી જ હીરાબાના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહી હતી. મૂળ મહેસાણાની નાનકડી આરાધ્યા પોતાના પિતા સાથે હીરાબાના દર્શન કરવા માટે ખાસ રાયસણ આવી હતી. હીરાબાના દર્શન કરવા આ નાનકડી બાળકી કલાકો સુધી રાહ જોતી રહી.

ચાર કલાક સુધી બાળકી હીરાબાની રાહ જોતી રહી

સવારે આઠ વાગેથી રાહ જોઈ રહેલી આરાધ્યા આખરે 12 વાગ્યે જ્યારે હીરાબા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રાથમિક શાળાએ પહોંચ્યા ત્યારે હીરાબા પાસે જઈને તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. સમગ્ર મામલે આરાધ્યા સાથે TV9ની ટીમ સાથે વાત કરતા જણાવ્યું કે તે વહેલી સવારથી જ હીરાબાના ચરણસ્પર્શ કરવા માટે રાહ જોઈ રહી હતી અને આખરે તેનું સપનું પૂરું થયું છે.

હીરાબા PM મોદીના છે માતા

મહત્વનું છે કે હીરાબા એ મહાન માતૃત્વ છે જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા પુત્રને જન્મ આપ્યો છે અને હીરાબા પોતે એ મહાન નાગરિક છે. જે શતાયુની ઉમરે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. ત્યારે આવા મહાન વ્યક્તિત્વના આશીર્વાદ મેળવવા એ ખૂબ મોટી ધન્યતા સમાન છે. આમ મતદાન પ્રક્રિયામાં વ્યસ્ત સૌ કોઈ લોકો વચ્ચે નાનકડી આરાધ્યાય સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું અને એક સુંદર સંદેશો પણ આપ્યો.

g clip-path="url(#clip0_868_265)">