Fatepura Election Result 2022 LIVE Updates : ફતેપુરા વિધાનસભા બેઠક પર ભાજપના રમેશ કટારાની જીત

Fatepura MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: ફત્તેપુરા બેઠક પર ભાજપના રમેશભાઈ કટારાની જીત થઈ છે. કોંગ્રેસના રઘુ મછ્છરની મતોથી હાર થઈ છે, તો આમ આદમી પાર્ટીના ગોવિંદ પરમારની પણ હાર થઈ છે. ફતેપુરા વિધાનસભા બેઠક પર ભાજપના રમેશ કટારાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના રઘુ મછારની હાર થઈ છે.

Fatepura Election Result 2022 LIVE Updates : ફતેપુરા વિધાનસભા બેઠક પર ભાજપના રમેશ કટારાની જીત
Fatepura Election Result 2022
Follow Us:
Mina Pandya
| Edited By: | Updated on: Dec 08, 2022 | 7:17 PM

Fatepura MLA Gujarat Vidhan Sabha Election Result 2022 Live Updates in Gujarati: Gujarat Election Result ફતેપુરા વિધાનસભા બેઠક પર ભાજપના રમેશ કટારાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના રઘુ મછારની હાર થઈ છે. દાહોદ જિલ્લાની ફત્તેપુરા બેઠક પર ભાજપે રમેશભાઈ ભુરાભાઈ કટારાને ટિકિટ આપી છે. તેમણે કૃષિ ડિપ્લોમાંનો અભ્યાસ કર્યો છે. તેમની જંગમ મિલકત 2,50,000 છે. જ્યારે કોંગ્રેસે રઘુ ડિટાભાઈ માછરને ટિકિટ આપી છે. તેમણે ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 5,00000 લાખ જંગમ મિલકત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ગોવિંદ પરમારને ટિકિટ આપી છે. તેમણે B.A. હિંદી સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 17,00000 લાખ જંગમ મિલકત છે.

2017માં પણ ફત્તેપુરા બેઠક પર ભાજપની જીત

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રમેશભાઈ કટારાએ ફત્તેપુરા બેઠક પરથી જંગી જીત મેળવી હતી. તેમને 60,250 મત મળ્યા હતા. તેમણે કોંગ્રેસના રઘુ મચ્છરને 57,539 મત મળ્યા હતા કોંગ્રેસના કે ભાજપે કોંગ્રેસના ઉમેદવારને 2,711 મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં નોટામાં 4,573 મત પડ્યા હતા. આપને જણાવી દઈએ કે 2017માં ફત્તેપુરા બેઠક પરથી ભાજપના રમેશભાઈ પરમારે સતત બીજીવાર જીતનો પરચમ લહેરાવ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ફત્તેપુરા બેઠકને 2008 બાદ વિધાનસભા બેઠકનો મળ્યો દરજ્જો

દાહોદ જિલ્લાની ફત્તેપુરા બેઠકને જ્યારથી વિધાનસભા બેઠકનો દરજ્જો મળ્યો ત્યારથી અહીં ભાજપનો દબદબો રહ્યો છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના રમેશભાઈ કટારા 57,828 મતોથી જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના ડીટાભાઈ મચ્છરની 51,564 મત મળ્યા હતા. તેઓ 6,264 મતોથી હારી ગયા હતા.

ફત્તેપુરા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત બેઠક

ફત્તેપુરા અનુસૂચિત જાનજાતિના ઉમેદવારો માટે અનામત બેઠક છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 129 નંબરની બેઠક છે. દેશના પશ્તિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આ બેઠક આવેલી છે. અહીં આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અહીં 2017ના ડેટા મુજબ કુલ 2,10,118 મતદારો છે. જેમા 1, 05854 પુરુષ મતદારો છે. જ્યારે 1,04265 મહિલા મતદારો છે જ્યારે અન્ય મતદારો 2 છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">