Devgadbaria Election Result 2022 LIVE Updates: દેવગઢબારિયા બેઠક પર ભાજપના બચુભાઈ ખાબડની જીત

Devgadbaria MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: 2022માં અહીં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં બચુ ખાબડની જીત થઈ છે. ત્યારે 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બચુ ખાબડે પ્રચંડ જીત નોંધાવી હતી.

Devgadbaria Election Result 2022 LIVE Updates: દેવગઢબારિયા બેઠક પર ભાજપના બચુભાઈ ખાબડની જીત
Devgadbaria
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 7:14 PM

ગુજરાતની દેવગઢબારિયા બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election દેવગઢબારિયા બેઠક પર ભાજપના બચુ ખાબડની જીત થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે બચુ ખાબડને ટિકિટ આપી હતી. તેમની પાસે રૂપિયા 47,17,435ની જંગમ મિલકત છે. બચુ ખાબડના અભ્યાસની વાત કરીએ તો તેમને ધોરણ 11 (ઓલ્ડ એસ.એસ.સી) સુધીનું શિક્ષણ મેળવ્યું છે. આ બેઠક પર કોગ્રેંસ અને NCP એ ગઠબંધન કર્યું હતું, પરંતુ NCPના ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ભરત વાખલાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 18,46,096ની જંગમ મિલકત છે. ભરત વાખલાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.

2022 અને 2017માં બચુ ખાબડની શાનદાર જીત

2022માં પણ અહીં ભગવો લહેરાયો છે. ત્યારે 2017માં આ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી. 2017માં બચુ ખાબડે 1,03,873 મત મેળવ્યા હતા જ્યારે ભરતસિંહ વાખલાએ 58,179 મત મેળવ્યા હતા. 2017માં ભારતીય જનતા પાર્ટીના બચુ ખાબડે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભરતસિંહ વાખલાને 45,694 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. સતત બે ટર્મથી ભાજપનો આ બેઠક પર દબદબો રહ્યો છે. વર્ષ 2002માં ભાજપના બચુ ખાબડે કોંગ્રેસ પાસેથી આ સીટ છીનવી લીધી હતી. પરંતુ 2007માં અહીં એનસીપીનો ઉદય થયો અને તુસારસિંહ કનકસિંહ મહારાઉ વિજેતા બન્યા હતા. વર્ષ 2012માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના બચુ ખાબડ ફરી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2014માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે દેવગઢબારીયાના ધારાસભ્ય બચુ ખાબડને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા. ત્યાર બાદ તેઓ રુપાણી સરકારમાં પણ મંત્રી પદે હતા. તેઓ વર્ષ 2002-07 અને ત્યાર બાદ 2012થી હાલ સુધી ધારાસભ્ય છે.

આ બેઠક પર આદિવાસી સમુદાયનું વર્ચસ્વ

દેવગઢબારિયા બેઠક પર આદિવાસી વોટ બેન્કનું પ્રભુત્વ વધારે છે. જેમાં મહત્તમ ભીલ અને પટેલીયા સમુદાયના આદિવાસી પ્રજા વસવાટ કરી રહી છે. તેથી દેવગઢબારિયામાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ વધારે છે. આ બેઠક પર અંદાજે કુલ 2,22,384 મતદારો નોંધાયેલા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">