Dediyapada Election Result 2022 LIVE Updates: ડેડિયાપાડા બેઠક પર આપ પાર્ટી એ મારી બાજી, આપના ચૈતર વસાવા એ મેળવી જીત

Dediyapada MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati:વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના મહેશભાઈ વસાવા આ બેઠક પરથી જીત્યા હતા. મહેશભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને 21,751 મતોથી માત આપી હતી.

Dediyapada Election Result 2022 LIVE Updates: ડેડિયાપાડા બેઠક પર આપ પાર્ટી એ મારી બાજી, આપના ચૈતર વસાવા એ મેળવી જીત
Dediyapada election result 2022Image Credit source: TV9 Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 4:51 PM

ગુજરાતની ડેડિયાપાડા વિધાનસભા બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election   દક્ષિણ ગુજરાતની બેઠક ડેડિયાપાડા પર ચૈતર વસાવા એ જીત મેળવી છે. તેમણે ભાજપના હિતશ દેવજી વસાવા અને કોંગ્રેસના ઉમેદવાર જેરમાબેન સુખલાલ વસાવા સામે જીત મેળવી છે. તેઓ આપ પાર્ટીના પક્ષમાં વધુ એક બેઠક ઉમેરવામાં સફળ રહ્યા છે.

ડેડિયાપાડા બેઠક પરથી ભાજપે હિતશ દેવજી વસાવાને ટિકિટ આપી હતી. તેની પાસે જંગમ મિલકત રુપિયા 48,22,825 છે. તેની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે. જેરમાબેન સુખલાલ વસાવા કોંગ્રેસના ઉમેદવાર છે. તેની પાસે રુપિયા 7,43,683 જંગમ મિલકત છે. તેઓ એક સામાજીક કાર્યકર્તા છે. તેની શૈક્ષણિક લાયકાતમાં એમએસ ડબલ્યુનો અભ્યાસ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપી છે. તેના હાથ પરની રોકડ 2 લાખ છે. તેઓ વ્યવસાયે ખેડૂત છે અને એક લેબર કોન્ટ્રાક્ટર પણ છે. તેની પાસે જંગમ મિલકત રુપિયા 9,50,000 છે. બહાદુરસિંહ વસાવા ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવાર છે. તે ધોરણ 12 પાસ છે.

આદિવાસી સમુદાયનો નોંધપાત્ર પ્રભાવ

ડેડિયાપાડા, ગુજરાતની વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપરથી 2017માં વસાવા મહેશભાઈ છોટુભાઈ ને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે બીટીપીના ધારાસભ્ય છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારમાં આદિવાસી મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓએ શક્તિ પ્રદર્શન કર્યું હતુ. આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ગઠબંધનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા. 2017માં 27 બેઠક પૈકી 15 બેઠકો પર કોંગ્રેસને સફળતા મળી હતી. 27 બેઠક પર આદિવાસી સમુદાયનો નોંધપાત્ર પ્રભાવ છે અને પાંચ જિલ્લામાં નોંધપાત્ર વસ્તી ધરાવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ડેડિયાપાડા આદિવાસી વિસ્તાર

આ વખતે ડેડીયાપાડા બેઠક પરથી ભાજપે હિતેશ દેવજી વસાવાને ટિકિટ આપી હતી તેમજ કોંગ્રેસે જેરમાબેન સુખલાલ વસાવાને ટિકિટ આપી હતી અને આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપી મેદાન પર ઉતાર્યા હતા. BTPએ બહાદુરસિંહ વસાવાને ટિકિટ આપી છે, જો આપણે ડેડીયાપાડાના મતદારો વિશે વાત કરીએ તો અહીં કુલ પુરુષ મતદારો 109180 છે, સ્ત્રી મતદારો 109692 છે તેમજ અન્ય મતદારો 1 છે. નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા આદિવાસી વિસ્તાર છે. આ આદિવાસી વિસ્તારમાંથી વિધાનસભા, લોકસભા કે પછી ગ્રામપંચાયતની ચૂંટણી હોય ગુજરાતમાં સૌથી વધુ મતદાન આ વિસ્તારમાંથી થતું હોય છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">