AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guajarat Election 2022: ભાજપે રાજકોટ જિલ્લાની 8 બેઠકોના ઉમેદવારો માટે કર્યુ મંથન

Gujarat Election 2022: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે સૌરાષ્ટ્રના એપીસેન્ટર રાજકોટ જિલ્લાની 8 બેઠકો માટે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી દળની બેઠકમાં મંથન કરવામા આવ્યુ છે. જેમા રાજકોટ પશ્ચિમ બેઠક પર ટિકિટ વાંચ્છુકો દાવેદારી કરી રહ્યા છે

Guajarat Election 2022: ભાજપે રાજકોટ જિલ્લાની 8 બેઠકોના ઉમેદવારો માટે કર્યુ મંથન
રાજકોટ જિલ્લાની બેઠકો પર મંથન
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 8:26 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોનું એલાન થઈ ગયુ છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે જેમા 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન થશે અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ પ્રથમ ચરણની બેઠકોને લઈને મંથન શરૂ થઈ ગયુ છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાની 8 બેઠકો પર મંથન કરાયુ. જેમા રાજકોટ પશ્ચિમ બેઠક પરથી કોને ટિકિટ મળશે તેને લઈને મંથન ચાલી રહ્યુ છે.

રાજકોટ પશ્ચિમ બેઠક પર અનેક દાવેદારો

સૌરાષ્ટ્રની અને રાજકોટ જિલ્લાની સૌથી વધુ ચર્ચાસ્પદ જો કોઈ બેઠક હોય તો તે રાજકોટ પશ્ચિમ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને જંગી લીડથી જીત્યા હતા. આ વખતે રાજકોટ પશ્ચિમ બેઠક પરથી કોને ટિકિટ મળશે તેના પર હજુ ચિત્ર હજુ કોઈ સ્પષ્ટ થયુ નથી. આ બેઠક પરથી ભાજપ કોને ટિકિટ આપે છે તેના પર સહુ કોઈની નજરો ટકેલી છે. ભાજપમાંથી અહીં અનેક દાવેદારો છે. જેમા નીતિન ભારદ્રાજ, કશ્યપ શુક્લ, ડૉ દર્શિતા શાહ, વજુભાઈ વાળાના પીએ તેજસ ભટ્ટી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને અનિલ દેસાઈએ દાવેદારી કરી છે.

રાજકોટ પૂર્વ બેઠક માટે  અરવિંદ રૈયાણી અને ઉદય કાનગડ જૂથ મેદાને

રાજકોટ પૂર્વ બેઠકની જો વાત કરવામાં આવે તો રાજકોટ પૂર્વ બેઠક પર પાટીદાર અને ઓબીસી વચ્ચે જંગ છે. અહીંથી અરવિંદ રૈયાણીના વિરોધને કારણે ઓબીસી સમાજને ટિકિટ ફાળવવા માગ ઉઠી છે. રૈયાણીની વિરુદ્ધમાં 10 સ્થાનિક આગેવાનોએ દાવેદારી કરી છે. OBC સમાજમાંથી ઉદય કાનગડ અને ખીમા મકવાણાએ દાવેદારી કરી છે.

રાજકોટ દક્ષિણ બેઠક પર ગોવિંદ પટેલે શરૂ કર્યુ લોબિંગ

આ તરફ રાજકોટ દક્ષિણ બેઠક પર સ્થાનિકને ટિકિટ આપવા માટે ધારાસભ્ય ગોવિંદ પટેલ લોબિંગ કરી રહ્યા છે. ધારાસભ્યોએ પોતાના નજીકના 10 કાર્યકર્તાઓને પણ દાવેદારી કરાવી છે. રાજકોટ ગ્રામ્યની જો વાત કરવામાં આવે તો અહીં 42થી વધારે દાવેદારો છે. જેમા લાખા સાગઠિયાને રિપિટ કરાઈ તેવી શક્યતા છે તો બીજા નંબરે ભાનું બાબરિયાનું નામ છે. આ ઉપરાંત ગ્રામ્યમાં ગોંડલ સીટ પર ખરાખરીનો જંગ છે જેમાં બે બળિયા જુથ સામસામે છે.

રાજયમાં 1 લી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં મતદાન થશે. ત્યારે આ બેઠકો પર મંથન ચાલી રહ્યુ છે. જેમા બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને પોરબંદર બેઠક પર ચર્ચા પૂર્ણ થઈ છે. જ્યારે ડાંગ અને વલસાડ પર મંથન શરૂ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો હતો. જેના પગલે આ વખતે ભાજપે સૌરાષ્ટ્રની બેઠક જીતવા કમર કસી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો ઘણી નિર્ણાયક ગણાય છે. જેમા રાજકોટની પશ્ચિમ બેઠક પરથી કોને ટિકિટ મળશે તેને લઈને મંથન ચાલી રહ્યુ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે સૌરાષ્ટ્રની બેઠકો જીતવા કમર કસી છે. કારણ કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રની બેઠકો પર મોટો ફટકો પડ્યો હતો. જેના કારણે ભાજપ 2 આંકડામાં આવી ગઈ હતી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો ઘણા નિર્ણાયક ગણાય છે.

આ વખતે સૌરાષ્ટ્રની બેઠકોને લઈને ભાજપ કોઈ કસર બાકી રાખવા માગતી નથી. આ મહત્વપૂર્ણ બેઠકોની જો વાત કરીએ તો તેમા ગોંડલ, જેતપુર, જસદણ અને મોરબી બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો એવી છે જેમા નવા ઉમેદવારોની સાથે જૂના જોગીઓ પણ ટિકિટ મેળવવા માટે લોબિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આ વખતે ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક વિખવાદ પણ છે. આ વખતે માણાવદર, મોરબી, જસદણ બેઠકો પર સૌથી વધુ માથાપચ્ચી ભાજપને કરવી પડશે. આ બેઠકો પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા, બ્રિજેશ મેરજા, અને કુંવરજી બાવળિયા પણ ટિકિટ માટે દાવેદારી કરશે તો જૂના જોગીઓ પણ ચૂપ નહીં બેસે. ત્યારે અનેક સિનિયર નેતાઓના ટિકિટ કપાઈ તો નવાઈ નહીં.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

નોંધ : તમને આ સમાચાર કેવા લાગ્યા અને તેને લઈને શું કહેવા માગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">