Goa Election 2022: કોંગ્રેસે શિવસેનાનો સાથ છોડ્યો ! શિવસેના સાંસદ સંજય રાઉતે આપ્યુ મોટુ નિવેદન

શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યુ હતુ કે, 'અમે કોંગ્રેસ પાસે 40 સીટોમાંથી 10 સીટ માંગી હતી અને તેને 30 સીટો પર લડવાનું કહ્યું હતું. પરંતુ કોંગ્રેસે આ વાત સ્વીકારી નહિ.

Goa Election 2022: કોંગ્રેસે શિવસેનાનો સાથ છોડ્યો ! શિવસેના સાંસદ સંજય રાઉતે આપ્યુ મોટુ નિવેદન
Shivsena MP Sanjay Raut (File Photo)

Goa Election 2022: સંજય રાઉતે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રની જેમ ગોવામાં પણ મહા વિકાસ અઘાડી (કોંગ્રેસ, એનસીપી, શિવસેના) ગઠબંધનના પ્રયોગનું પુનરાવર્તન કરવાની શિવસેનાની (Shiv Sena) વિનંતીને કોંગ્રેસે ઠુકરાવી દીધી છે. ગોવામાં કોંગ્રેસ ફોરવર્ડ બ્લોકની સાથે ભાજપને પણ ટક્કર આપી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સાથે ન જોડાઈને શિવસેના હવે એનસીપી સાથે મળીને ગોવા વિધાનસભાની ચૂંટણી (Goa Assembly Election)લડશે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યુ હતુ કે, ‘અમે કોંગ્રેસ પાસે 40 સીટોમાંથી 10 સીટ માંગી હતી અને તેને 30 સીટો પર લડવાનું કહ્યું હતું. પરંતુ કોંગ્રેસે આ વાત સ્વીકારી ન હતી. હવે, શિવસેના અને એનસીપી એકસાથે ચૂંટણી લડશે.તમને જણાવી દઈએ કે, NCPના પ્રવક્તા નવાબ મલિકે(Nawab Malik)  જણાવ્યુ હતુ કે, એનસીપી ગોવામાં શિવસેના સાથે અને મણિપુરમાં કોંગ્રેસ સાથે ચૂંટણી લડશે.

ગોવામાં ચૂ્ંટણી પહેલા રાજકારણ ગરમાયુ

બીજી તરફ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષા મંત્રી સ્વર્ગસ્થ મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર ભાજપ વિરુદ્ધ બળવો કરી રહ્યા છે. તેમણે ભાજપના ગોવા ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસને સ્પષ્ટ કર્યુ છે કે જો તેમને ટિકિટ નહીં આપવામાં આવે તો તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. તેમણે વધુમાં કહ્યુ છે કે, ગોવામાં ગુનેગારોને પણ ટિકિટ આપવામાં આવી રહી છે, તો તેમને ટિકિટ આપવામાં શું વાંધો છે ? આ દરમિયાન સંજય રાઉતે ઉત્પલ પર્રિકરને સમર્થન આપ્યુ છે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપ્યુ મોટુ નિવેદન

કોંગ્રેસ ગઠબંધન માટે સહમત ન હોવા અંગે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે, ‘અમારી કોંગ્રેસ સાથે ચર્ચા થઈ હતી. પરંતુ ગોવામાં કોંગ્રેસ અલગ જ બોટ પર સવાર છે. તેમને તરવા દો, કરંટ આવશે, પછી તેને ખબર પડશે. શિવસેના કોંગ્રેસ વિના લડશે. વધુમાં તેણે ઉમેર્યુ કે, શિવસેના અહીં પહેલીવાર ચૂંટણી લડી રહી નથી. દરેક ચૂંટણીમાં એક પક્ષ તરીકે શિવસેના ઉભરી આવી છે.

આ પણ વાંચો : Assembly Elections 2022: શું રેલીઓ અને ચૂંટણી સભાઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે? ચૂંટણી પંચ આજે નિર્ણય લેશે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati