AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : પાકિસ્તાનની ટીમમાં અંદરો અંદર જ ફૂટ! કેપ્ટન અને કોચ સ્ટેડિયમમાં જ બાખડ્યા, કેપ્ટને બોટલ છુટ્ટી ફેંકી, જુઓ Video

પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં તાજેતરમાં આંતરિક તણાવ સામે આવ્યો છે. આ ટીમ અંદરો અંદર જ બાખડતી જોવા મળી. ટી20 વર્લ્ડ કપ 2026માં નામિબિયાને 102 રનથી હરાવ્યા બાદ પાકિસ્તાની ડગઆઉટનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પાકિસ્તાનની ટીમના કેપ્ટન સલમાન અલી આગા અને મુખ્ય કોચ માઇક હેસન વચ્ચે ઝઘડો જોવા મળ્યો.

T20 WC Breaking : પાકિસ્તાનની ટીમમાં અંદરો અંદર જ ફૂટ! કેપ્ટન અને કોચ સ્ટેડિયમમાં જ બાખડ્યા, કેપ્ટને બોટલ છુટ્ટી ફેંકી, જુઓ Video
| Updated on: Feb 20, 2026 | 10:04 AM
Share

પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં તાજેતરમાં આંતરિક તણાવ સામે આવ્યો છે. આ ટીમ અંદરો અંદર જ બાખડતી જોવા મળી. ટી20 વર્લ્ડ કપ 2026માં નામિબિયાને 102 રનથી હરાવ્યા બાદ પાકિસ્તાની ડગઆઉટનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પાકિસ્તાનની ટીમના કેપ્ટન સલમાન અલી આગા અને મુખ્ય કોચ માઇક હેસન વચ્ચે ઝઘડો જોવા મળ્યો.

વિડીયોમાં સલમાન નિરાશ અને ગુસ્સામાં જોવા મળ્યો હતો અને તેમણે ડગઆઉટમાં પાણીની બોટલ ફેંકી હતી, જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આ મેચમાં, પાકિસ્તાને નામિબિયાને હરાવીને સુપર લીગમાં પ્રવેશ કર્યો છે. હીરો બન્યા સાહિબજાદા ફરહાન, જેમણે માત્ર 58 બોલમાં 100 રન બનાવ્યા અને ટી20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર બીજા પાકિસ્તાની બેટ્સમેન બન્યા.

ફરહાનની ઇનિંગ્સ દરમિયાન તેણે સૈમ અયુબ સાથે 40 રનની ભાગીદારી અને બાદમાં સલમાન અલી આગા સાથે 67 રનની ભાગીદારી કરીને ટીમના સ્કોરને મજબૂત બનાવ્યું. અંતે શાદાબ ખાન સાથે 81 રનની ઝડપી ભાગીદારીથી પાકિસ્તાનની જીત નિશ્ચિત કરી.

પાકિસ્તાનની બોલિંગમાં તેના રમાડ ઉસ્માન તારીક ચાર વિકેટ લીધી અને નામિબિયાને માત્ર 97 રનમાં આઉટ કર્યું. આ જીત સાથે પાકિસ્તાન ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડ માટે ક્વોલિફાય થયો છે. સુપર 8માં પાકિસ્તાન ગ્રુપ 2માં રહેશે અને તેને શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ જેવા મજબૂત ટીમોનો સામનો કરવો પડશે.

જોકે મેદાન પરના મજબૂત પ્રદર્શન છતાં, ડગઆઉટમાં સલમાન અને કોચ વચ્ચેનો ઝઘડો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. આ ઘટના ટીમના આંતરિક વાતાવરણ પર ચિંતાનો સંકેત આપી રહી છે, અને ચાહકો આ પરિસ્થિતિ અંગે તેમના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.

સુપર 8 માં પાકિસ્તાન કયા ગ્રુપમાં છે?

ગ્રૂપ 1: ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા ગ્રૂપ 2: પાકિસ્તાન, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ

આ પણ વાંચો-Bangladesh Central Contract: બાંગ્લાદેશના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત, આ ખેલાડીઓને મળશે માત્ર 1.5 લાખ રૂપિયા

Follow Us
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
g clip-path="url(#clip0_868_265)">