World University Rankings 2024 : આ છે દૂનિયાની નંબર 1 સંસ્થાઓ, જુઓ વિષય વાઈઝ તેનું રેન્કિંગ લિસ્ટ
World University Rankings 2024 : ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024ની યાદી 11 વિષયો માટે બહાર પાડવામાં આવી છે. આમાં આર્ટ્સ એન્ડ હ્યુમિનિટી, બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સ, ક્લિનિકલ એન્ડ હેલ્થ, કમ્પ્યુટર સાયન્સ, એજ્યુકેશન, એન્જિનિયરિંગ, લો, લાઈફ સાયન્સ, ફિઝિકલ સાયન્સ, સાઈકોલોજી એન્ડ સોશિયલ સાયન્સનો સમાવેશ થાય છે.
World University Rankings 2024 : ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024ના ડેટા અનુસાર અહીં બહાર પાડવામાં આવેલા લિસ્ટ મુજબ વિશ્વભરની યુનિવર્સિટીઓ વિવિધ વિષયોમાં સારું પ્રદર્શન કરી રહી છે, તેમ છતાં તેઓ રેન્કિંગમાં યુકે અને યુએસ સંસ્થાઓ કરતાં ઘણી પાછળ છે. 11 વિષયો માટે જાહેર થનારી ટોપ 10 દેશોની યાદીમાં ઓસ્ટ્રેલિયા, ચીન અને સિંગાપોર, કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ, હોંગકોંગ, યુકે અને અમેરિકાનો સમાવેશ થાય છે.
2024ની યાદી 11 વિષયો માટે
ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024ની યાદી 11 વિષયો માટે બહાર પાડવામાં આવી છે. આમાં આર્ટ્સ એન્ડ હ્યુમિનિટી, બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સ, ક્લિનિકલ એન્ડ હેલ્થ, કમ્પ્યુટર સાયન્સ, એજ્યુકેશન, એન્જિનિયરિંગ, લો, લાઈફ સાયન્સ, ફિઝિકલ સાયન્સ, સાઈકોલોજી એન્ડ સોશિયલ સાયન્સનો સમાવેશ થાય છે. અહીં જુઓ વિશ્વની નંબર 1 સંસ્થા વિષય મુજબ કઈ છે?
રેન્કિંગ (વિષય) | યુનિવર્સિટીનું નામ | દેશનું નામ |
આર્ટસ એન્ડ હ્યુમેનિટીઝ | સ્ટેનફોર્ડ યુનિવર્સિટી | યુનાઇટેડ સ્ટેટ્સ |
બિઝનેસ એન્જી ઇકોનોમિક્સ | મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી | યુનાઇટેડ સ્ટેટ્સ |
ક્લિનિકલ એન્ડ હેલ્થ | ઓક્સફોર્ડ યુનિવર્સિટી | યુનાઇટેડ કિંગડમ |
કમ્પ્યુટર સાયન્સ | ઓક્સફોર્ડ યુનિવર્સિટી | યુનાઇટેડ કિંગડમ |
એજ્યુકેશન | યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે | યુએસએ |
એન્જિનિયરિંગ | હાર્વર્ડ યુનિવર્સિટી | યુએસએ |
લો | હાર્વર્ડ યુનિવર્સિટી | યુનાઇટેડ સ્ટેટ્સ |
લાઈફ સ્ટાઈલ | હાર્વર્ડ યુનિવર્સિટી | યુએસએ |
ફિઝિકલ સાયન્સ | કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી | યુનાઇટેડ સ્ટેટ્સ |
સાઈકોલોજી | સ્ટેનફોર્ડ યુનિવર્સિટી | યુનાઇટેડ સ્ટેટ્સ |
સોશિયલ સાયન્સ | મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી | યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા |
તમને જણાવી દઈએ કે, 2024ની આ રેન્કિંગ લિસ્ટમાં પાંચ દેશ અમેરિકા, બ્રિટન, હોંગકોંગ, ચીન અને કેનેડા છેલ્લા ત્રણ વર્ષથી ટોપ 10માં છે, જ્યારે ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, રશિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન અને તુર્કી છ નવા દેશ ટોપ 100 સંસ્થાઓની યાદીમાં જોડાયા છે.