UGનું પરિણામ હજુ બાકી છતા MBA અને MCAમાં પ્રવેશ માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, UGનાં બાકી રિઝલ્ટ વાળા પ્રવેશ મેળવી શકશે

MBA અને MCA અભ્યાસક્રમ માટે આજથી ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા(Centralized Admission Process)  અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 8 જુલાઈથી 27 જુલાઈ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈ રજીસ્ટ્રેશન(Online Registration) કરી શકશે.

UGનું પરિણામ હજુ બાકી છતા MBA અને MCAમાં પ્રવેશ માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, UGનાં બાકી રિઝલ્ટ વાળા પ્રવેશ મેળવી શકશે
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 5:28 PM

પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ MBA અને MCAની સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા સમિતિ દ્વારા આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.  આ વર્ષ પ્રથમ વખત UGડિગ્રીના ટેકનિકલ કોર્સ પહેલા PGમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એટલે UGનું પરિણામ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકશે, જો કે રિઝલ્ટ આવ્યા બાદ વિદ્યાર્થીએ કોલેજોમાં પરિણામ રજુ કરવાનું રહેશે.

MBA અને MCAની પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ

MBA અને MCAની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા(Centralized Admission Process)  અંતર્ગત આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 8 જુલાઈથી 27 જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન(Online Registration) પ્રક્રિયા ચાલુ રહેશે. મહત્વનું છે કે, પ્રવેશ પ્રક્રિયાનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

પોસ્ટ ગ્રેજ્યુએટ માટે આ વર્ષ AICTE દ્વારા જાહેર થયેલ નવા નિતી-નિયમો મુજબ MBA અને MCAની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.હાલ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોની 50 ટકા બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ (Online Admission) પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં MBA અને MCAની કુલ 15 હજારથી વધુ બેઠકો છે.જેમાં કુલ બેઠકોમાંથી  50 ટકા બેઠકોમાં CMATની લઘુતમ લાયકાતથી પ્રવેશ આપવામાં આવશે.જ્યારે અન્ય બેઠકો માટે વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, MBA અને MCAની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં UGમાં (Under Graduate Education) પાસ હોય અથવા જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

પરિણામ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ પણ કરી શકશે રજીસ્ટ્રેશન

યુનિવર્સિટીના UGમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓના પરિણામ બાકી હોય તેવા વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટમાં (Post Graduate) પ્રવેશ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે આ વર્ષ પ્રથમ વખત વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટના પરિણામ વિના પ્રવેશ પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રવેશ મેળવવા માટે  રજીસ્ટ્રેશન કરી શકશે.

જો કે, રિઝલ્ટ આવ્યા બાદ વિદ્યાર્થીએ કોલેજમાં પરિણામ (Result) રજુ કરવું જરૂરી છે. આ વખતે માસ પ્રમોશનને કારણે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને MBA અને MCAની  બેઠકો પણ વધારવામાં આવશે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે.

મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ ધોરણ 12ના માસ પ્રમોશનને ધ્યાનમાં રાખીને  ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (Gujarat technological University) દ્વારા કોલેજોની બેઠકો વધારવામાં આવી છે, ત્યારે જો MBA અને MCAની  બેઠકો પણ વધારવામાં આવે તો પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને જરૂરથી ફાયદો થશે.

આ પણ વાંચો : Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

આ પણ વાંચો : Viral Video : બેઝબોલ ગેમમાં બોલ પકડતી વખતે પિતાએ તેમની પુત્રીને હવામાં છોડી અને પછી જે થયું તે જોઈને તમે પણ ચોંકી જશો !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">