યુવાધનમાં કૌશલ્ય સાથે શિક્ષણ હેતુસર રાજ્ય- કેન્દ્ર સરકાર તથા ટાટા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ વચ્ચે ત્રિપક્ષીય કરાર સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ ત્રિપક્ષીય કરાર પર ત્રણેય ભાગીદારોએ હસ્તાક્ષર કરીને પરસ્પર આપ-લે કરી હતી. શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા આ વેળાએ સહભાગી થયા હતા.

યુવાધનમાં કૌશલ્ય સાથે શિક્ષણ હેતુસર રાજ્ય- કેન્દ્ર સરકાર તથા ટાટા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ વચ્ચે ત્રિપક્ષીય કરાર સંપન્ન
Tripartite Agreement between State-Central Government and Tata Indian Institute of Skills for the purpose of education with skills in youth.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 7:45 PM

ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ-અમદાવાદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel)ઉપસ્થિતીમાં રાજ્ય સરકાર-કેન્દ્ર સરકારના (State Government-Central Government)સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનીયોરશીપ મંત્રાલય તથા ટાટા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ (Tata Indian Institute of Skills)વચ્ચે ત્રિપક્ષીય કરાર (agreement)સંપન્ન થયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) પ્રેરણાથી શરૂ થયેલા ‘‘સ્કીલ ઇન્ડીયા’’ મિશન અંતર્ગત ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ સ્થપાશે.

કૌશલ્ય ક્ષેત્રે નિતનવા આયામો સર કરી રહેલા ગુજરાતની સ્કીલ ઇકો સિસ્ટમને વધુ સુદ્રઢ કરવા સાથે યુવાધનને કૌશલ્ય સાથે શિક્ષણ માટે ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સની સ્થાપનાના હેતુસર ગુજરાત સરકાર, ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનીયોરશીપ મંત્રાલય તથા ટાટા આઇ.આઇ.એસ વચ્ચે ત્રિપક્ષીય કરાર ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ ત્રિપક્ષીય કરાર પર ત્રણેય ભાગીદારોએ હસ્તાક્ષર કરીને પરસ્પર આપ-લે કરી હતી. શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા આ વેળાએ સહભાગી થયા હતા.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, કૌશલ્ય વિકાસના આ મિશનમાં IIS-Ahmedabad અનેરૂ સ્થાન ધરાવે છે. જે રીતે મેનેજમેન્ટ ક્ષેત્ર માટે Indian Institutes of Management (IIMs) અને ટેકનોલોજી ક્ષેત્ર માટે Indian Institutes of Technology (IITs) વિશ્વ પ્રસિદ્ધ છે તે જ રીતે Indian Institutes of Skills (IISs) કૌશલ્ય ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવે તેવા અભિગમ સાથે આ શૈક્ષણિક સંસ્થા સ્થાપવામાં આવનાર છે.

આ સંસ્થામાં વિદ્યાર્થીઓને નવીનત્તમ ટેક્નોલોજી અને ઉપકરણો સાથે વિશ્વકક્ષાની સર્વશ્રેષ્ઠ તાલીમ અને શિક્ષણ મળી રહેશે. એટલું જ નહિ, વિદ્યાર્થીઓને ઉદ્યોગો સાથે સંકળાયેલ પદ્ધતિ અને ઉપકરણો વિશે અદ્યતન જ્ઞાન અને તાલીમ મળી રહે તે માટે વિવિધ ઉદ્યોગો સાથે જોડાણ પણ કરવામાં આવશે.

રાજ્યના યુવાઓને કૌશલ્યલક્ષી અદ્યતન તાલીમ મળી રહે અને યુવાનો કૌશલ્ય ક્ષેત્રે આગળ વધીને ગુજરાતનું નામ વિશ્વભરમાં રોશન કરે તે હેતુથી ગાંધીનગરના નાસ્મેદ ખાતે અદ્યતન માળખાકીય સુવિધાઓ સાથે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ-અમદાવાદની સ્થાપના થવા જઇ રહી છે, તેના માટે ગુજરાત સરકાર દ્વારા ર૦ એકર જમીન ફાળવવામાં આવેલી છે.

આ ત્રિપક્ષીય કરાર હસ્તાક્ષર અવસરે શ્રમ-રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા, રોજગાર અને તાલિમ નિયામક લલિત નારાયણસિંઘ સંધુ, ભારત સરકારના અધિકારીઓ તેમજ ટાટા ટ્રસ્ટના સી.ઇ.ઓ એન. શ્રીનાથ, સી.એફ.ઓ મહેરાબ ઇરાની, ટાટા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સના સી.ઇ.ઓ સબ્યસાચીદાસ અને સિનીયર એડવાઇઝર શ્રીનિવાસ તેમજ શ્રમ-રોજગાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : રાજ્યની 9 નગરપાલિકાઓમાં 11 સ્થળોએ અંદાજે 1.90 મેગાવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ સ્થપાશે

આ પણ વાંચો : Rajkot: લિંબડીના યુવાનને હનીટ્રેપમાં ફસાવી લૂટી લેનાર 3 આરોપીને પોલીસે દબોચી લીધા

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">