Rajkot: લિંબડીના યુવાનને હનીટ્રેપમાં ફસાવી લૂટી લેનાર 3 આરોપીને પોલીસે દબોચી લીધા

જામનગરની નિકિતા ગોપયાણી નામની મહિલાએ તેના પતિ અને પતિના મિત્રો સાથે મળીને હનિટ્રેપ ગોઠવી હતી અને ફરિયાદી પાસેથી 50 હજારથી વધારે રૂપિયા અને 45 હજારની કિંમતના બે મોબાઇલ ફોન પડાવી લીધા હતા

Rajkot: લિંબડીના યુવાનને હનીટ્રેપમાં ફસાવી લૂટી લેનાર 3 આરોપીને પોલીસે દબોચી લીધા
લિંબડીના યુવાનને હનીટ્રેપમાં ફસાવી લૂટી લેનાર 3 આરોપીને પોલીસે દબોચી લીધા
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 28, 2022 | 6:53 PM

રાજકોટ (Rajkot) પોલીસે લિંબડીમાં હનિટ્રેપ (honeytrap) નો ભેદ ઉકેલીને બે મહિલા સહિત 6 શખ્સોએ લીંબડી (Limbdi) ના એક યુવકને પોતાની જાળમાં ફસાવ્યા હતા અને આ યુવક પાસેથી રોકડા રૂપિયા અને બે મોબાઇલ ફોન પડાવ્યા હતા. જો કે પોલીસે હનિટ્રેપ કરતી આ ટોળકીનો પર્દાફાશ કર્યો છે.

રાજકોટ પોલીસ (Police) એ હનીટ્રેપના 6 આરોપીમાંથી એક મહિલા સહિત ત્રણ શખ્સો જીતુદાન જેસાણી, રાહુલ નિમાવત અને જાનકી ઉપરાને ઝડપી લીધા છે. તેમના પર લીંબડીના ખંભલાવ ગામના એક યુવક સાથે હનિટ્રેપ કરવાનો આરોપ છે.

આખા મામલાની વાત કરીએ તો જામનગરની નિકિતા ગોપયાણી નામની મહિલાએ તેના પતિ અને પતિના મિત્રો સાથે મળીને હનિટ્રેપ ગોઠવી હતી અને ફરિયાદી પાસેથી ૫૦ હજારથી વધારે રૂપિયા અને ૪૫ હજારની કિંમતના બે મોબાઇલ ફોન પડાવી લીધા હતા જેની યુવાને પોલીસમાં જાણ કરતા પોલીસે આ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે આ કેસના મુખ્ય આરોપી નિકિતા ગોપીયાણી તેનો પતિ સંદિપ ગોપીયાણી અને જયદિપ ગોહિલની શોધખોળ હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ 21-07-2024
શું તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે? માત્ર 2 રૂપિયાના ખર્ચે છોડ થશે ફરી જીવંત
નતાશા સ્તાનકોવિક સાથે Divorce થતાં બોલિવૂડ અભિનેત્રી સાથે ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા ?
હાર્ટ એટેક આવતા પહેલા પગમાં શું અનુભવ થાય છે?
હનીમૂન માટે ખાસ છે ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન, સુંદરતા જોઈને થઈ જશો ફેન
ઘરના દરવાજા પર બે લવિંગ બાંધવાથી શું થાય છે જાણો ?

કેવી રીતે કરતા હનિટ્રેપ ?

પોલીસનાં કહેવા પ્રમાણે, ફરાર આરોપી નિકિતા ગોપીયાણી આ કેસની મુખ્ય આરોપી છે. સૌ પ્રથમ આ મહિલાએ લીંબડીના યુવાનો નો સંપર્ક કરી મિત્રતા કેળવી બાદમાં આ મહિલાએ તેનો પતિ ઘરે નથી માટે રાત્રી દરમિયાન બહાર હોટેલમાં જવા લાલચ આપી. જ્યારે યુવક તેની પાસે આવ્યો ત્યારે હનિટ્રેપના પ્લાન મુજબ યુવક સાથે નિકિતા ઉર્ફે પૂજા કારમાં બેસી રાજકોટથી ચોટીલા તરફ આગળ વધ્યા ત્યારે અમદાવાદ હાઇ વે પર નિકિતાએ કાર રોકાવી દરમિયાન પાછળથી અન્ય 3 યુવાનો આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને કેસ રફેદફે કરવા રૂપિયાની માંગ કરી માર માર્યો હતો. આરોપીઓએ યુવક પાસેથી 8500 રોકડ તેમજ એટીએમમાંથી વધુ 38,000 ઉપાડી અને 45,000 કિંમતના બે મોબાઇલ પડાવી લીધા હતા અને વધુ રૂપિયાની માંગ કરી હતી જો કે ફરિયાદી યુવાનને શંકા જતા તેને પોલીસને જાણ કરી હતી અને આખા ષડયંત્રનો પર્દાફાશ થયો.

આરોપી જાનકી અગાઉ પણ પકડાઈ ચૂકી છે

યુવાનોને પ્રેમજાળ અને મિત્રતામાં ફસાવીને હનીટ્રેપનો શીકાર કરતી ટોળકીના 3 સભ્યોને પકડી પોલીસે જેલનાં સળીયા ગણતા કરી દીધા છે અને ફરાર 3 આરોપીની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં અવાર નવાર આ પ્રકારનાં ગુનાઓ સામે આવતા હોય છે. વર્ષ 2021 જાનકી આજીડેમ પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે. પોલીસે આ ટોળકીએ અગાઉ કેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Junagadh: શિવરાત્રિના મેળાના ચોથા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, મુખ્યમંત્રીએ પણ હાજરી આપી

આ પણ વાંચોઃ અમદાવાદ : NHL મેડિકલ કોલેજમાં રેગીંગના આક્ષેપ, સિગારેટ લાવી આપવાની મનાઈ કરતા રેગીંગ કરાયું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">