AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ‘અચાનક વધારો’, દેશની સૌથી મોટી પ્રાઇવેટ તેલ કંપનીએ લીધો ‘મોટો નિર્ણય’

તહેવારોની સીઝન વચ્ચે વાહનચાલકો અને સામાન્ય જનતા માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. દેશની મોટી પ્રાઇવેટ ફ્યુઅલ કંપનીએ અચાનક પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો ઝીંકી દીધો છે. જણાવી દઈએ કે, ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા કંપનીએ આ 'મોટો નિર્ણય' લીધો છે.

Breaking News: પેટ્રોલ-ડીઝલના ભાવમાં 'અચાનક વધારો', દેશની સૌથી મોટી પ્રાઇવેટ તેલ કંપનીએ લીધો 'મોટો નિર્ણય'
Image Credit source: AI Generated
| Updated on: Oct 03, 2026 | 1:56 PM
Share

દેશની સૌથી મોટી પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરી દીધો છે. કંપનીએ પેટ્રોલના ભાવ ₹5 પ્રતિ લીટર અને ડીઝલના ભાવ ₹3 પ્રતિ લીટર વધારી દીધા છે.

આ નવી કિંમતો આજે એટલે કે 03 ઓકટોબરને શનિવારથી લાગુ થઈ ગઈ છે. વૈશ્વિક બજારમાં કાચા તેલ અને રિફાઇન્ડ પ્રોડક્ટ્સની વધતી કિંમતોના કારણે લાગત (પડતર) તેમજ વેચાણ મૂલ્ય વચ્ચે વધતા અંતરને ઓછું કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા દબાણ બાદ ‘મોટો નિર્ણય’

ગ્લોબલ એનર્જી માર્કેટમાં વધતી કિંમતોના લીધે ફ્યુઅલ રિટેલર્સ પર લાગતનું દબાણ ઘણું વધી ગયું છે. નાયરા એનર્જીએ આ જ દબાણને ઓછું કરવા માટે કિંમતોમાં આ ફેરફાર કર્યો છે. કંપનીએ તાજેતરના મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલા ઉતાર-ચઢાવ અને જીઓ-પોલિટિકલ કારણોસર સપ્લાયમાં આવેલી અડચણને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે.

પહેલા વધાર્યા હતા ભાવ, પછી ઘટાડ્યા

આ પહેલી વાર નથી, જ્યારે નાયરા એનર્જીએ બજારના હિસાબે કિંમતો બદલી હોય. આ પહેલાં જ્યારે ઈરાન સંકટ દરમિયાન ક્રૂડ ઓઈલ મોંઘુ થયું હતું, ત્યારે પણ નાયરાએ 26 માર્ચે પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘુ કર્યું હતું.

આ પછી જુલાઈ મહિનામાં જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ થોડા ઓછા થયા, તો કંપનીએ 1 જુલાઈએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 સસ્તું કરીને ગ્રાહકોને રાહત આપી હતી. જો કે, હવે કાચું તેલ ફરીથી મોંઘુ થતાં કંપનીએ જૂના દર લાગુ કરી દીધા છે.

સરકારી પેટ્રોલિયમ કંપનીઓ અને પ્રાઇવેટ વચ્ચેનો તફાવત

ભારતમાં ઈન્ડિયન ઓઈલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી તેલ કંપનીઓ પાસે લગભગ 90 ટકાથી વધુ પેટ્રોલ પંપ છે. આ કંપનીઓ અવારનવાર આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવ છતાં રિટેલ કિંમતો સ્થિર રાખવાનો પ્રયાસ કરે છે.

બીજી તરફ, નાયરા અને જીઓ-બીપી (Jio-bp) જેવી પ્રાઇવેટ કંપનીઓ પોતાની લાગત (પડતર) મુજબ કિંમતો વધારતી-ઘટાડતી રહે છે. જીઓ-બીપીએ હાલમાં પોતાના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

કંપનીઓને ભારે નુકસાન અને સરકારનો નિર્દેશ

રેટિંગ એજન્સી ICRA ના તાજેતરના રિપોર્ટ મુજબ, કાચા તેલના ભાવ વધવા છતાં રિટેલ કિંમતો ન વધારવાથી તેલ કંપનીઓને પેટ્રોલ પર લગભગ ₹8 અને ડીઝલ પર ₹9 પ્રતિ લીટરનું નુકસાન સહન કરવું પડી રહ્યું હતું.

સરકારી અને પ્રાઇવેટ રિટેલર્સને મળીને દરરોજ સેંકડો કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. આ નુકસાનથી બચવા માટે કેટલાક પ્રાઇવેટ પંપોએ વેચાણ મર્યાદિત કરવાનું શરૂ કર્યું હતું. આ બાદ 1 ઓક્ટોબરે સરકારે કડક નિર્દેશ જાહેર કરીને કહ્યું હતું કે, કોઈ પણ પ્રાઇવેટ પંપ વેચાણ પર મર્યાદા મૂકશે નહીં.

સામાન્ય જનતા અને અર્થતંત્ર પર અસર

નાયરા દ્વારા ભાવ વધારવામાં આવ્યા બાદ હવે સરકારી અને પ્રાઇવેટ પેટ્રોલ પંપોના દરોમાં તફાવત આવી જશે. જો સરકારી કંપનીઓ પણ આગામી દિવસોમાં કિંમતો વધારે છે, તો તેની સીધી અસર માલસામાનની હેરફેર (ટ્રાન્સપોર્ટેશન) અને આમ જનતાના બજેટ પર પડશે.

ધ્યાન દોરવા જેવું એ છે કે, આનાથી મોંઘવારી વધી શકે છે. બીજી તરફ, જો કંપનીઓ કિંમતો નથી વધારતી, તો તેમને ભારે નુકસાન સહન કરવું પડશે.

Breaking News : asian games 2026 માં ભારતે પાકિસ્તાનને હરાવી એશિયન ગેમ્સમાં ક્રિકેટનું ગોલ્ડ મેડલ જીત્યું

Follow Us
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
g clip-path="url(#clip0_868_265)">