આ સરકારી કંપનીમાં આવી ભરતી, 1 લાખ રૂપિયા છે પગાર

|

Aug 03, 2024 | 9:42 PM

એક સરકારી કંપની રૂપિયા 1 લાખના માસિક પગારવાળી નોકરી માટે અરજીઓ મંગાવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ છે. ઉમેદવારોને અરજી કરવા અંગેની તમામ માહિતી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર પણ આપવામાં આવી છે.

આ સરકારી કંપનીમાં આવી ભરતી, 1 લાખ રૂપિયા છે પગાર
Job
Image Credit source: Getty Images

Follow us on

સરકારી નોકરી કરવાનું સપનું જોતા લોકો માટે એક સારા સમાચાર છે. ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) એ રૂ. 1 લાખના માસિક પગારવાળી નોકરી માટે અરજીઓ મંગાવી છે. આ સરકારી કંપની લાયક ઉમેદવારો શોધી રહી છે. ઉમેદવારો GAILની સત્તાવાર વેબસાઇટ gailonline.com પરથી અરજી અંગેની જાણકારી મેળવી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ છે. GAIL એ ‘ફેક્ટરી મેડિકલ ઓફિસર’ ની જગ્યા માટે આ ભરતી બહાર પાડી છે.

કંપનીએ સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું છે કે ઉમેદવારોએ અરજી ફોર્મની સ્કેન કરેલી નકલ અને જરૂરી દસ્તાવેજો ઈમેલ આઈડી hrdeptkhera@gail.co.in પર 20 ઓગસ્ટ, 2024 ના રોજ સાંજે 5 વાગ્યા પહેલા ‘ફેક્ટરી મેડિકલ ઓફિસર’ ના સબજેક્ટ સાથે મોકલવાના રહેશે.

અરજી કરવાની પ્રોસેસ

  • સૌ પ્રથમ GAILની સત્તાવાર વેબસાઇટ gailonline.com પર જાઓ
  • સૂચનાને કાળજીપૂર્વક તપાસો અને વેબસાઇટ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો
  • તમારી બધી માહિતી સાથે અરજી ફોર્મ ભરો અને તેને વેબસાઇટ પર આપેલા ઇમેઇલ પર મોકલો

પસંદગી કેવી રીતે થશે ?

EWS, SC, ST, OBC (NCL) અને PWBD કેટેગરીમાંથી અરજી કરનારા ઉમેદવારોની પસંદગી સામાન્ય મેરિટના આધારે કરવામાં આવશે. તેમને કોઈપણ પ્રકારની છૂટ મળશે નહીં. ફેક્ટરી મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરવા માટે કોઈ અરજી ફી નથી. ધ્યાનમાં રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ છે, તેથી ઉમેદવારોએ તે પહેલાં અરજી કરવી પડશે.

23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે ઇન્ટર્નશિપ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન સાથે ઓછામાં ઓછી MBBS ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવાર પાસે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત MBBS ડિગ્રી હોવી આવશ્યક છે. ઇન્ટર્નશીપ દરમિયાન પૂર્ણ કરેલ તાલીમને ફેક્ટરી મેડિકલ ઓફિસરની પોસ્ટ માટેના કામના અનુભવમાં સામેલ કરવામાં આવશે નહીં.

પગાર કેટલો મળશે ?

GAIL FMO ની પોસ્ટ માટે પસંદ કરાયેલા અરજદારોને ખેડા કોમ્પ્રેસર સ્ટેશન, ગામ ચિકલી, પોસ્ટ નાંદેડ, તાલુકો મેકડોન, જિલ્લો-ઉજ્જૈન, રાજ્ય- મધ્યપ્રદેશ ખાતે વ્યવસાયિક આરોગ્ય કેન્દ્રમાં નિમણૂક કરવામાં આવશે. મેડિકલ ઓફિસરનો પગાર દર મહિને 93 હજાર રૂપિયા રહેશે. આ સિવાય તેમને અનેક પ્રકારની સુવિધાઓ અને ભથ્થા પણ મળશે, જેના કારણે પગાર એક લાખ રૂપિયા સુધી પહોંચી જશે.

Next Article