CBSE 12th Result 2021 LIVE Updates: CBSE બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર આજે 29 જુલાઈએ બપોરે 2 વાગે ધોરણ 12નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ CBSE ની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પરિણામ જોઈ શકશે.CBSE દ્વારા ધોરણ 12 નું પરિણામ ધોરણ 10 અને 11ના પરિણામના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
ધોરણ 12નું પરિણામ આ વેબસાઈટ પરથી કરો ચેક
1. cbseresults.nic.in
2. results.gov.in
3. cbse.gov.in
4. cbse.nic.in
5. digilocker.gov.in
6. DigiLocker app
7. UMANG app
8. IVRS
9. SMS
પંચકુલા -99.54%
ચંદીગઢ -99 99.47%
ભુવનેશ્વર- 99.55%
ભોપાલ -99.34%
પુણે- 99.35%
અજમેર- 99.29%
નોઇડા -99.02%
ગુવાહાટી- 99.31%
દેહરાદૂન -98.64%
પ્રયાગરાજ -98.59%
CBSE 12th Result 2021 LIVE Updates : શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટ કરીને લખ્યું, “CBSE ધોરણ 12 ની પરીક્ષા પાસ કરનાર મારા યુવાન મિત્રોને અભિનંદન.વધુમાં જણાવ્યું કે,જાણીને આનંદ થયો કે CBSE એ રેકોર્ડ ઉચ્ચ ટકાવારી હાંસલ કરી છે. શિક્ષકો અને વાલીઓને તેમની મહેનત બદલ અભિનંદન અને મારા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મારી શુભકામનાઓ.
Congratulate my young friends who have cleared the CBSE class XII exams. Happy to learn that @cbseindia29 has achieved a record-high pass percentage.
Compliment teachers & parents for their hard work. My best wishes to all the students for their bright future.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 30, 2021
CBSE 12th Result 2021 LIVE Updates : CBSEએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લગભગ 1,060 નવી શાળાઓના CBSE ધોરણ 12 ના પરિણામો હજુ પ્રક્રિયામાં છે કારણ કે તેમનું કોઈ સંદર્ભ વર્ષ નથી.ઉપરાંત CBSEએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે આ શાળાઓના પરિણામો પણ એક સપ્તાહની અંદર જાહેર કરવામાં આવશે.
CBSE 12th Result 2021 LIVE Updates : CBSE દ્વારા આજે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ” CBSEની ધોરણ 12 ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનાર,મારા યુવા મિત્રોને અભિનંદન.વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓને સુખી અને સ્વસ્થ ભાવિની શુભકામનાઓ.”
Congratulations to my young friends who have successfully passed their Class XII CBSE examinations. Best wishes for a bright, happy and healthy future.
— Narendra Modi (@narendramodi) July 30, 2021
CBSE 12th Result 2021 LIVE Updates : CBSE બોર્ડ દ્વારા 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી કમ્પાર્ટમેન્ટ પરીક્ષા લેવામાં આવશે. ઉપરાંત ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ લેવામાં આવશે.
CBSE 12th Result 2021 LIVE Updates : CBSE ધોરણ 12માં 70,000 થી વધુ વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધુનો સ્કોર મેળવ્યો છે. આ વર્ષે લગભગ 1.5 લાખ વિદ્યાર્થીઓએ 90 ટકા ગુણ મેળવ્યા છે.
CBSE 12th Result 2021 LIVE Updates: આ વર્ષે ધોરણ 12માં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં છોકરીઓએ બાજી મારી છે. છોકરીઓનું પરિણામ 99.67 ટકા છે, જ્યારે છોકરાઓનું પરિણામ 99.13 ટકા નોંધાયુ છે. જેથી છોકરાઓ કરતા છોકરીઓની પાસિંગ ટકાવારી 0.54 ટકા વધુ છે.
CBSE 12th Result 2021 LIVE Updates: CBSE સાથે જોડાયેલી 14,088 શાળાઓએ આજે CBSE ધોરણ 12 નું પરિણામ પ્રાપ્ત કર્યું છે. ગયા વર્ષે શાળાઓની સંખ્યા 13,108 હતી.
CBSE 12th Result 2021 LIVE Updates: CBSE ધોરણ 12 ના 65,184 થી વધુ ઉમેદવારોનું પરિણામ પ્રક્રિયા હેઠળ હોવાથી હાલ તેમનું પરિણામ જાહેર કરવામા આવ્યુ નથી.
CBSE 12th Result 2021 LIVE Updates: આ વર્ષે 14,30,188 વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. જેમાંથી, નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 13,04,561 છે જેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 12,96,318 છે. CBSE ધોરણ 12માં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
CBSE 12th Result 2021 LIVE Updates: CBSE ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે.જેમાં CBSE બોર્ડ દ્વારા જાહેરતા કરવામાં આવી છે કે, આ વખતે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહિ.
CBSE 12th Result 2021 LIVE Updates: CBSE ધોરણ 12માં 99.37 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ થયા છે.ઉપરાંત આ વખતે પરિણામમાં છોકરીઓએ બાજી મારી છે.
CBSE 12th Result 2021 LIVE Updates: પરિણામ પ્રથમ વખત બોર્ડ કોઈ પણ પરીક્ષા વગર CBSE ધોરણ 12 નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર સાઇટ – cbseresult.nic.in, cbse.result.nic અથવા cbse.nic.in 2021 પરથી પરિણામ જોઈ શકશે.
CBSE 12th Result 2021 LIVE Updates : CBSE ધોરણ 12નું પરિણામ થયુ જાહેર
1. cbseresults.nic.in
2. results.gov.in
3. cbse.gov.in
4. cbse.nic.in
5. digilocker.gov.in
6. DigiLocker app
7. UMANG app
8. IVRS
9. SMS
Published On - 5:48 pm, Fri, 30 July 21