31 કરોડ વિદ્યાર્થીઓની બની સસ્તી સફર : હવે APAAR ID બતાવાથી વિમાન ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે, કેન્દ્ર સરકારની પહેલ
કેન્દ્ર સરકારે 'એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી' પહેલ હેઠળ 31 કરોડથી વધુ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. હવે APAAR ID ધરાવતા વિદ્યાર્થીઓ વિમાન ભાડામાં ડિસ્કાઉન્ટ મેળવી શકશે, જેથી હવાઈ મુસાફરી સસ્તી અને સુલભ બનશે. જાણો વિગતે.

કેન્દ્ર સરકાર દ્વારા ‘એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી’ (One Nation, One Student) પહેલના ભાગરૂપે લેવાયેલા એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં, હવે વિદ્યાર્થીઓને હવાઈ મુસાફરીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ પાસે APAAR ID (ઓટોમેટેડ પરમેનન્ટ એજ્યુકેશનલ એકાઉન્ટ રજિસ્ટ્રી ID) હશે, તેઓ વિમાન ભાડામાં વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકશે.
શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-2020 હેઠળ APAAR ID યોજના શરૂ કરી છે. આ યોજનામાં શાળા, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસનો અભ્યાસ કરતા દેશભરના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં દેશભરમાં લગભગ 31.56 કરોડ વિદ્યાર્થીઓ માટે APAAR ID બનાવવામાં આવ્યા છે.
APAAR ID શું છે અને તે ડિસ્કાઉન્ટ કેવી રીતે આપશે?
APAAR ID એ દરેક વિદ્યાર્થી માટે 12-અંકની અનન્ય ડિજિટલ ઓળખ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ એર ઇન્ડિયા દ્વારા આપવામાં આવતી વિશેષ છૂટનો લાભ લેવા માટે આ APAAR ID નો ઉપયોગ કરી શકશે. મંત્રાલયની આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સંમતિથી હવાઈ મુસાફરીને વધુ સુલભ અને સસ્તી બનાવવાનો છે.
શૈક્ષણિક રેકોર્ડનું ડિજિટલ સ્ટોરેજ
APAAR ID નું પ્રાથમિક કાર્ય માત્ર ડિસ્કાઉન્ટ પૂરતું સીમિત નથી. આ યુનિક ID વિદ્યાર્થીઓના તમામ શૈક્ષણિક રેકોર્ડ્સને ડિજિટલી સંગ્રહિત કરવા માટે બનાવવામાં આવ્યું છે. આમાં વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્રો, શિષ્યવૃત્તિની વિગતો અને અન્ય સિદ્ધિઓનો સમાવેશ થાય છે.
આ ID DigiLocker સાથે જોડાયેલું છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક દસ્તાવેજોને સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે. આનાથી વિદ્યાર્થીઓ ગમે ત્યારે, ગમે ત્યાંથી સરળતાથી પોતાના શૈક્ષણિક રેકોર્ડને ઍક્સેસ કરી શકે છે અને તેને ચકાસણી માટે રજૂ કરી શકે છે. આ ડિજિટલ ઓળખ વિદ્યાર્થીઓને માત્ર આર્થિક રાહત જ નહીં, પરંતુ શૈક્ષણિક પ્રક્રિયામાં પણ સરળતા પ્રદાન કરશે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
