ખેડૂતોએ જાન્યુઆરી માસમાં રીંગણ, લીંબુ, લસણ અને ડુંગળીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે રીંગણ, લીંબુ, લસણ અને ડુંગળીના (Vegetable Crops) પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
રીંગણ
1. નાના પર્ણ / લધુપર્ણ / ઘત્તિયા પાનનો રોગ તડતડીયાથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફયુરાન ૩ જી ૧ કિ.ગ્રા. સ. તત્વ / હે. પ્રમાણે છોડની ફરતે રીંગ પદ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળીને વારાફરતી જરૂર પ્રમાણે છંટકાવ કરવો.
2. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
3. રોગની શરૂઆત થાય ત્યારે એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
4. રીંગણીની પાનકથીરીના નિયંત્રણ માટે ફેનાઝાકિવન ૧૦ મિ.લી. અથવા ડાયફેન્થુરોન ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
5. રીંગણી, મરચી કુકડવા રોગના નિયંત્રણ માટે કાર્બોફયુરાન ૩ જી દવા ૫ ગ્રામ / છોડ રીંગ પદ્ધતિથી આપવી.
લીંબુ
1. ફેરસ અથવા ઝીંક ઉણપ જણાય તો પુખ્ત ઝાડ દીઠ ૧૦૦-૧૨૫ ગ્રામ ફેરસ સલ્ફેટ અને ૫૦-૧૦૦ ગ્રામ ઝીંક સલ્ફેટ ૧૦ કિલો છાણીયા ખાતરમાં ભેળવી છોડ ફરતે આપવું.
2. પાનકોરીયાં જીવાતના નિયંત્રણ માટે કાર્બોસલ્ફાન ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા વોટર શુટ નીકળે તે કાપતા રહેવું.
લસણ અને ડુંગળી
1. ડુંગળીમાં જાંબલી ધાબાનાં રોગના નિયંત્રણ માટે બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ (પ્રથમ છંટકાવ રોગ દેખાય ત્યારે અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે) કરવા.
2. થ્રીપ્સ કે ચુસીયાં પ્રકારની જીવાતના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : Success Story: નોકરી છોડી અપનાવી ખેતી, આ યુવા ખેડૂતે આપદાને અવસરમાં બદલી લાખોમાં કરી કમાણી
આ પણ વાંચો : એક વખત રોપ્યા બાદ ખેડૂતો સાત વર્ષ સુધી મેળવી શકે છે ઉત્પાદન, દુનિયાના સૌથી મીઠા છોડથી ખેડૂતો કરી રહ્યા છે કમાણી