ખેડૂતોએ ફેબ્રુઆરી માસમાં જુદા-જુદા બાગાયતી પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા બાગાયતી પાકોમાં (Horticulture Crops) કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
કેળના પાકમાં ખેતી કાર્યો
- કેળમાં ગ્રાન્ડનેઈન જાતનું વાવેતર કરો.
- ખાતર : છોડદીઠ ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન ૪ કિ.ગ્રા. અળસીયાનું ખાતર એક સરખા ચાર હપ્તામાં રોપણીના બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં મહીને આપવું તેમજ ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૦૦ ગ્રામ પોટાશ રોપણીના ત્રીજા મહીને આપવું.
- કેળના પાકમાં માતૃ છોડની આજુબાજુના પીલા નિયમિત કાઢતા રહેવું.
- જરૂરીયાત મુજબ ૪ થી ૫ દિવસે પિયત આપવું.
- કેળના સારા વિકાસ માટે ફળો બેસી ગયા બાદ પૂષ્પ વિન્યાસ ખેરી નાખવો.
- કેળની લુમને ઢાંકવા માટે સુકા પાન અથવા કંતાનથી લુંમને ઢાંકવી.
લસણ-ડુંગળીના પાકમાં ખેતી કાર્યો
- ડુંગળીની સંગ્રહશક્તિ વધારવા માટે કાપણી અગાઉ ૧૫ દિવસે મેલીક હાઈડ્રોકસાઈડ ૧૦ લિટર પાણીમાં ૫ ગ્રામ ભેળવી છંટકાવ કરવો.
- થ્રીપ્સ કે ચુસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી. ૧૫ થી ૨૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૩-૪ મિ.લિ. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
- ડુંગળી- શરૂઆતના તબક્કામાં ડુંગળીના મોટા કદના કંદનો ઉતારો લેવા નિંદણ નિયંત્રણ ખુબ જ અગત્યનું છે.
સ્વીટ કોર્ન
- માધુરી, અમેરીકન મકાઈ, વીન ઓરેન્જ જાતનું વાવેતર કરો.
બેબી કોર્ન / પોપ કોર્ન
- માધુરી, અંબર પોપકોર્ન, વી.એલ.૪૨, એચ.એ.એમ.૧૨૯, ગોલ્ડન બેબી, અર્લી કમ્પોઝીટ જાતનું વાવેતર કરો.
મશરૂમ
- દક્ષિણ ગુજરાતમાં મશરૂમ ઉત્પાદકોને ઢીંગરી મશરૂમ (પ્લુરોટસ સજોર-કાજુ)નાં વધુ ઉત્પાદન માટે ઘઉં અને ડાંગરના પરાળનો ઉપયોગ કરવો.
સુર્યમુખી
- ઈસી – ૬૮૪૧૪, મોર્ડન, ગુ. સુર્યમુખી- ૧,૨,૩ નું વાવેતર કરો.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : e-NAM: કૃષિ ઉત્પાદનોના ઓનલાઈન વેચાણ માટેનો શ્રેષ્ઠ માર્ગ, જાણો ફાયદા અને સંપૂર્ણ પ્રોસેસ
આ પણ વાંચો : સરકારનું ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનું લક્ષ્ય, ખેડૂતોને નવી યોજનાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે પ્રોત્સાહિત