સરકારનું ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનું લક્ષ્ય, ખેડૂતોને નવી યોજનાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે પ્રોત્સાહિત
સરકાર નવી યોજનાઓ દ્વારા તેલીબિયાં પાકોની ખેતીને પ્રોત્સાહન આપવાથી લઈને ખેડૂતો (Farmers)ને પ્રોત્સાહિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
તેલીબિયાંના ક્ષેત્ર (Oilseeds)માં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે ભારત સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે. નવી યોજનાઓ દ્વારા તેલીબિયાં પાકોની ખેતીને પ્રોત્સાહન આપવાથી લઈને ખેડૂતો (Farmers)ને પ્રોત્સાહિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. નાણાંકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman)કહ્યું હતું કે ખાદ્યતેલના કિસ્સામાં આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે તર્કસંગત અને વ્યાપક યોજના અમલમાં મૂકવામાં આવશે જેથી દેશમાં તેલીબિયાંનું ઉત્પાદન વધારી શકાય.
બજેટ રજુ થયા પહેલા જ આ ક્ષેત્રે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે પામ ઓઈલના ઉત્પાદન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ દિશામાં સરકારે નેશનલ એડિબલ ઓઈલ મિશન ઓઈલ પામની પણ શરૂઆત કરી છે. સરકાર 2025-26 સુધીમાં ઓઈલ પામનું ઉત્પાદન 11.20 લાખ ટન સુધી વધારવા માગે છે કારણ કે પામ ઓઈલનું ઉત્પાદન વધાર્યા વિના ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા હાંસલ કરી શકાતી નથી.
29 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવામાં આવશે
હૈદરાબાદમાં રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન ઓયલ પામ વ્યાપાર પર સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેનો હેતુ પામની ખેતી માટે જાગૃતિ ફેલાવવાનો અને તેના તેલના ઉત્પાદનમાં વધારો કરવાનો હતો.
રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન ઓઇલ પામ માટે સરકારે રૂ. 11 હજાર 40 કરોડની રકમ નિર્ધારિત કરી છે. ઓઇલ પામની ખેતી માટે સહાયની રકમ પણ વધારીને રૂ.29 હજાર પ્રતિ હેક્ટર કરવામાં આવી છે. ઓઇલ પામના જૂના બગીચાને પુનર્જીવિત કરવા માટે પ્રતિ છોડ રૂ. 250ની વિશેષ સહાયની જોગવાઇ છે. તેવી જ રીતે વૃક્ષારોપણની સામગ્રીની અછતને દૂર કરવા માટે સરકારે તિજોરીઓ ખુલ્લી રાખી છે.
તેલીબિયાંનું ઉત્પાદનમાં સતત વધારો
2025-26 સુધીમાં 11.20 લાખ ટન ઓઇલ પામ ઉત્પાદનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે પામની ખેતી હેઠળનો વિસ્તાર વધારીને 6.5 લાખ હેક્ટર કરવો પડશે. આ સાથે તેલીબિયાંની ખેતી પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોવિડના કારણે કપરા સમય છતાં દેશનું તેલીબિયાંનું ઉત્પાદન 2020-21માં 261.01 લાખ ટન અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.
ઉનાળુ તેલીબિયાં, કઠોળ અને પોષક પાકોની ખેતીની વાત કરીએ તો, 2021-22 દરમિયાન દેશમાં 52.72 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો, જેમાં 2020-21માં 40.85 લાખ હેક્ટરની સરખામણીએ 13.78 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાંનું વાવેતર થયું હતું.
આ પણ વાંચો: Technology: WhatsApp માંથી બેન્ક એકાઉન્ટ કેવી રીતે હટાવવું અથવા બદલવું, જાણો સંપૂ્ર્ણ પ્રોસેસ
આ પણ વાંચો: Viral: બોક્સ અંદર છુપાયને ટેણીઓ જોઈ રહ્યો હતો મોબાઈલ, બાળકને શોધવા પિતાએ અજમાવી આ યુક્તિ